સપ્તાહમાં 3 દિવસ રજા અને કામના કલાકો પણ હશે ઓછા… જાણો કઈ કંપની આપી રહી છે આવી નોકરી

નોકરી કરતાં લોકોમાંથી કેટલાક લોકો તેના કામના કલાકો અને રજા ન મળવાની સમસ્યાના કારણે સ્ટ્રેસમાં રહેતા હોય છે. આવી સ્થિતિમાં જો તમને ખબર પડે કે કોઈ એવી કંપની છે જે તમને અઠવાડિયાના 7 દિવસમાંથી 3 દિવસ રજા આપશે અને રોજના કામના કલાકો પણ ઓછા રહેશે તો ? મન થઈ જશે ને આ જગ્યાએ નોકરી કરવાનું … તો ચાલો જણાવીએ આવું કઈ કંપની કરી રહી છે.

image soucre

બ્રિટનની એક બેંકએ આ નિર્ણય કર્યો છે. બેંકે પોતાના કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસ રજા આપવાનું એલાન કર્યું છે. આ સાથે જ મહત્વનું છે કે તેનો પગાર પણ કપાશે નહીં. છે ને સોનામાં સુગંધ ભળે તેવી વાત. આ નિર્ણય યૂકેની એક બેંકે કર્યો છે. આ પહેલી કંપની છે જેણે આ કામ કર્યું છે.

એટમ બેંકે કહ્યું કે તેણે પોતાના 430 કર્મચારીઓના સાપ્તાહિક કામના કલાકો પણ 37.5થી ઘટાડી અને 34 કલાક કર્યા છે. કંપનીના મોટાભાગના કર્મચારી સોમવાર અથવા તો શનિવારે રજા પર રહેશે.

બ્રિટિશ બેંકે આ અંગે ખાલી જાહેરાત નથી કરી પરંતુ આ પોલિસીને લાગુ પણ કરી દીધી છે. આ પોલિસી લાગુ કરવાનું કારણ છે બેંકના કર્મચારીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અને પ્રોડક્ટિવિટીમાં સુધારો કરવાનું. કંપનીના વધારે પડતા કર્મચારીઓ બેંકની ન્યૂ વર્ક વીક પોલિસી હેઠળ કામ કરે છે.

image soucre

એટમના સીઈઓ માર્ક મુલેને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફોર ડે વર્ક પોલિસી અમારા કર્મચારીઓને વધારે જુસ્સા સાથે આગળ વધવાનો અવસર આપશે. તે પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપી શકશે. તેનાથી તેમના અંગત અને ઓફિસના જીવન વચ્ચે સારો તાલમેલ જળવાશે.

મુલેને જણાવ્યું કે મહામારી દરમિયાન તેમણે મોડર્ન વર્કપ્લેસ સાથે જોડાયેલા મિથકોને અનુભવ્યા હતા. જેમાં ઓફિસમાં બેસીને કામ કરવાની જરૂરનો પણ સમાવેશ થાય છે. એટમે વર્ષ 2016માં મોબાઈલ બેંક તરીકે લોન્ચ કર્યું હતું. આ કંપની પોતાના ગ્રાહકોને એપના માધ્યમથી સેવિંગ્સ અકાઉંટ અને બિઝનેસ લોનની સુવિધા આપે છે.

કંપનીના સીઈઓનું કહેવું છે કે નવી પોલિસી લાગુ થયા પછી પણ કંપનીની પ્રોડક્ટિવિટી કે કસ્ટમર સર્વિસના સ્તરાં ઘટાડો થયો નથી. જો કે કર્મચારીઓને તેમાં સેટ થતા સમય લાગશે કારણ કે 20 વર્ષથી તેઓ એક સરખી રીતે કામ કરે છે અને આ પોલિસી તેનાથી તદ્દન અલગ છે.

image soucre

એક સર્વે અનુસાર સપ્તાહમાં 3 દિવસ રજા બાદ કર્મચારીઓને બાકીના 4 દિવસ કામ કરવાનો આનંદ અને ઉત્સાહ હોય છે. તેમના માટે આ પોલિસી લાભકારક સાબિત થાય છે.