ભુપેન્દ્ર પટેલે સીએમ પદના લીધા શપથ, શપથ પહેલા જ કરી લીધું હતું આ કામ પણ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અચાનક જેમનું નામ ગુજરાતના નવા મુખ્યમંત્રીના રૂપમાં જાહેર કરાયું હતું તેવા અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આજે ગાંઘીનગરમાં શપથ ગ્રહણ કરી લીધા છે.

કોણ કોણ રહ્યું હાજર

image socure

ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગોવાના સીએમ પ્રમોદ સાવંત, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

image socure

ભુપેન્દ્ર પટેલની છાપ કાર્યકર્તાઓમાં સોફ્ટ સ્પોકન નેતા તરીકેની છે. જેઓ મ્યુનિસિપલ કક્ષાના નેતામાંથી રાજ્યના રાજકારણમાં ટોચના હોદ્દા પર પહોંચ્યા છે. પટેલે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને જંગી લીડ સાથે બેઠક જીતી હતી. તેમણે કોંગ્રેસના શશીકાંત પટેલને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા જે તે ચૂંટણીમાં જીતનું સૌથી મોટું માર્જિન હતું.

કોણ છે ભુપેન્દ્રભાઈ પટેલ

ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ એક ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા.તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી, જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો છે.

આ મંદિરમાં ધરાવે છે અતૂટ શ્રદ્ધા

image socure

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાથર્ના કરી હતી કે ઈશ્વર તેમને આ નવી જવાબદારી સુપેરે નિભાવવાનું આત્મબળ આપે જેથી આગામી સમયમાં આવનારી દરેક પરિસ્થિતિમાં તે ધીરજ સાથે અને મજબૂત મનોબળ સાથે ગુજરાતની સેવા કરી શકે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્રિ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ જગન્ન્નાથ મંદિરે દર્શન માટે ગયા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરી તેમણે આ નવી જવાબદારી નિષ્કલંક નિભાવી શકે તેવા આશીર્વાદ માંગ્યા હતા. તેમણે જગન્નાથ મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા હતા.