જોઇ લો તસવીરોમાં તમે પણ આ અભિનેત્રી બાળપણમાં કેટલી ક્યૂટ દેખાતી હતી..

બાળપણમાં ખૂબ જ ક્યૂટ દેખાતી હતી આ અભિનેત્રી, ફોટો જોઈને કદાચ તમે ઓળખી નહિ શકો

image source

હાલના સમયમાં આખા દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આવા સમયમાં બધા જ લોકો પોતપોતાનાં ઘરમાં કેદ થઈને બેઠા છે. અને આ લોકડાઉનના કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ સંપૂર્ણ રીતે બંધ છે. બધા જ સેલિબ્રિટી પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને તો ક્યારેક કોઈ ફોટો કે વિડીયો પોસ્ટ કરીને બધા જ સેલિબ્રિટી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે બને એટલા સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઘણા બૉલીવુડ સેલિબ્રિટી છે જેમના નાનપણના ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે.

image source

હાલમાં જ એક એવી અભિનેત્રીનો નાનપણનો એક ખૂબ જ સરસ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેને જોઈને કદાચ તમે એ અભિનેત્રીને ઓળખી જ નહીં શકો. શુ આ ફોટો જોઈ તમે ઓળખી શક્યા કે આ કઈ અભિનેત્રીનો બાળપણનો ફોટો છે? ના ઓળખી શક્યા ને? તો ચાલો અમે તમને જણાવી દઈએ.

આ ફોટો છે બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનનો. જેટલી સરસ સારા અત્યારે દેખાય છે, બાળપણમાં પણ સારા એવી જ લાગતી હતી.આ ફોટો સારા અલી ખાને જાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના પ્રશંસકો સાથે શેર કર્યો છે. સારાના આ ફોટાઓમાં સારાએ બાળપણથી લઈને અત્યાર સુધીનું પોતાનામાં આવેલું ટ્રાન્સફોર્મેશન બતાવ્યું છે.

સારાના આ ફોટાઓને એમના ચાહકો ખૂબ પસંદ કરી

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

રહ્યા છે. આ ફોટાઓમાં સારાની સાથે એમની બે બહેનપણીઓ પણ એમની સાથે દેખાઈ રહી છે. આ બંને બહેનપણીઓ ઇશિકા શ્રોફ અને વેદિકા પિંટોબચે.સારાએ આ બંને બહેનપણીઓ માટે આ ફોટાની સાથે એક મેસેજ પણ લખ્યો છે.પોતાની સહેલીઓ માટે સારા એ લખ્યું છે કે ” જો તમે બંને મારી સહેલીઓ છો તો હું હંમેશા જીતતી જ રહીશ”

image source

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. સારા પોતાના ઘણા બધા ફોટા તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. સાથે સાથે સરની દરેક પોસ્ટને એના ચાહકો પણ ઘણું જ પસંદ કરે છે. સારાની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

image source

સારા અલી ખાને 2018માં સુશાંત સિંહ સાથે ની ફિલ્મ “કેદારનાથ”થી ફિલ્મક્ષેત્રે પગ મૂક્યો હતો. એ સિવાય સારા અલી ખાને “સિમ્બા” અને “લવ આજ કલ” ફિલ્મમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો હતો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત