સારા અલી ખાનનો હોટ એન્ડ ગ્લેમરસ લુક જોઇ લો તમે પણ તસવીરોમાં
બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનું ગ્લેમરસ રૂપ, જોઈ લો આ વાયરલ ફોટા.

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનને ઘણી જ ગ્લેમરસ માનવામાં આવે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને એ થોડા થોડા સમય પોતાના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. અને પોતાની અંગત જિંદગી વિશે પોતાના ચાહકો સતત જાણ કરતી રહે છે. ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા હોય છે. અને એમના આ ફોટાઓ એમના ચાહકોને પસંદ પણ પડે છે.
સારા અલી ખાન સ્ક્રીન પર ફિટ દેખાવા ઘણી મહેનત પણ કરે છે.તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવી એ પહેલા સારા અલી ખાંનનું વજન 96 કિલો હતું જે અને અઘરી કસરત અને તનતોડ મહેનત કરી ને ઉતાર્યું છે. અને સારા અલી ખાનનું આ કસાયેલું શરીર આપણે ઘણી ફિલ્મોમાં જોઈ ચુક્યા છે.

સારા અલી ખાનનો જન્મ સપ્ટેમ્બર 1993માં થયો હતો. તેણીએ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી 2016માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પહેલી વાર હેલો મેગેઝીનના કવર પેજ પર પોતાની માતા અમૃતા સિંહ સાથે દેખાયેલી સારા અલી ખાન લોકોની નજરે ચડી હતી. મેગેજીનના કવર પેજ પર આવ્યા બાદ સારાને બોલિવુડમાંથી ઘણી ઓફર આવી હતી, પણ એના માતાપિતા સારા અલી ખાન પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એવું ઇચ્છતા હતા.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન એક સ્ટાર કિડ હોવાથી લોકોને સારા અલી ખાન પાસે ઘણી જ અપેક્ષાઓ હતી. અને સારાએ એ અપેક્ષા પર ખરી ઉતરવા ફિલ્મ કેદારનાથથી ફિલ્મ જગતમાં પગ મૂક્યો હતો. એ પછી સારા રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા અને કાર્તિક આર્યન સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં જોવા મળી હતી. પોતે કરેલી એક્ટિંગથી સારા એ સાબિત કરી દીધું છે કે એ કોઈ પણ રોલમાં ફિટ બેસી શકે છે પછી એ કોઈ ગામડાની છોકરીનો હોય કે પછી શહેરની કોઈ બિઝનેસ વુમનનો.

એવી પણ વાતો ચર્ચાઈ રહી હતી કે સારા અલી ખાન અને કાર્તિક આર્યનનું અફેર ચાલી રહ્યું છે અને આ બંને એકબીજાને ગળાડૂબ પ્રેમમાં છે. પણ પછીથી એમના બ્રેકઅપના સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આગામી ફિલ્મોની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ “કુલી નંબર 1” માં જોવા મળશે. આ ઉપરાંત વરુણ ધવનનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે.
source : jagran
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત