સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી સારા તેંડુલકર, તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેના પિતાની જેમ પ્રખ્યાત છે. સારાની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે મુંબઈના ક્લિનિકની બહાર જોવા મળી હતી. સારાના આ ફોટા જોઈ તેના પ્રશંસકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

image source

તસવીરોમાં સારા તેંડુલકર એનિમલ પ્રિન્ટેડ રેપ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ સારા ઉપર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેણે પોતાનો લૂક સિમ્પલ રાખ્યો છે. સારાને ખુલ્લા વાળ, પેડન્ટ ચેન અને સ્ટેપ્ડ સેન્ડલ પહેરેલી જોવા મળી રહી છે.

image source

સારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આઉટિંગ સમયે તે કોરોના વિશે સંપૂર્ણપણે સજાગ હતી. સારાએ માસ્ક પહેર્યો છે. તેણે હાથમાં હેન્ડબેગ પકડી રાખી છે. સારાનો આ અદભૂત લૂક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

image source

સારા તેંડુલકર તેની માતાની જેમ સુંદર છે. તે સોશિયલ મીડિયા પર પરિવાર અને મિત્રો સાથે ઘણી તસવીરો શેર કરે છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે. સારા તેંડુલકર એક સોશિયલ મીડિયા સ્ટાર છે.

image source

તે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે. ઘણી વાર સારા તેના વીડિયો અને ફોટા શેર કરે છે. સારા તેંડુલકર એક ફેશનિસ્ટા છે. તેની સ્ટાઇલિશ શૈલી તેના ઇન્સ્ટા પર જોવા મળે છે. સારાએ લંડનમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે.

image source

સારા તેંડુલકર ઘણી વાર સમાચારોમાં આવતી રહે છે. તે ભારતીય ક્રિકેટર શુબમન ગિલને ડેટિંગ કરી રહી હોવાના સમાચાર છે. જો કે આમાં કેટલી સત્યતા છે તે જાણી શકાયું નથી. બંનેએ આ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી.સારાની દરેક સ્ટાઈલ અદભૂત છે. તે દરેક પોશાકમાં ખૂબસૂરત લાગે છે. સારા સુંદરતાની દ્રષ્ટિએ બી-ટાઉન અભિનેત્રીઓ સાથે પણ સ્પર્ધા કરે છે. સારા તેનો પક્ષ રાખવાથી પણ પાછળ રહેતી નથી.

image source

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુબમન ગિલે તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. હકીકતમાં, ગિલનું નામ લાંબા સમયથી સારા તેંડુલકર સાથે સંકળાયેલું હતું. ગિલે ઈન્સ્ટાગ્રામ પર એક સવાલ-જવાબનું સેશન ફેન્સ સાથે રાખ્યું હતું આ દરમિયાન તેમણએ આ ખુલાસો કર્યો હતો.

image source

કોલકાતા નાઈટ રાઇડર્સના બેટ્સમેન ગિલને ચાહકે પૂછ્યું કે શું તે સિંગલ છે? આ માટે ગિલે કહ્યું કે હા તે સિંગલ છે. નજીકના ભવિષ્યમાં પણ આ માટેની કોઈ યોજના નથી. ગયા વર્ષે જુલાઈમાં ગિલ અને સારાના એક સરખા કેપ્શનથી તેમના સંબંધો વિશે અફવા ફેલાઈ હતી.

image source

બંનેએ ગત વર્ષે એક જ સરખા કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરી હતી.જો કે, આ પછી બંનેએ તેમના ફોટોમાંથી કેપ્શન હટાવી લીધું હતું. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *