નાની બહેન ઇનાયા પર કંઈક આ રીતે લુંટાવ્યો સારા અલી ખાને પ્રેમ, બંનેના આ સુપર ક્યૂટ ફોટા જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

બોલિવુડના નવાબ સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં જ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સારા સુંદર હોવાની સાથે સાથે એક ટેલેન્ટેડ અભિનેત્રી પણ છે અને એમને પોતાના કામથી લોકોનું દિલ જીતવામાં પણ કોઈ કસર નથી રાખી. હાલમાં જ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો છે, એ પછી સારા ફરી એકવાર નાના ભાઈની મોટી બહેન બની ગઈ છે.આ દરમિયાન સારા પોતાની ફોઈ સોહા અલી ખાનની લાડલી ઇનયાને મળવા પહોંચી અને પોતાની નાની બહેન પર કંઈક આ રીતે લુટાવ્યો પ્રેમ, જેના કયુટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image source

એમાં કોઈ બેમત નથી કે બોલીવુડની ફિલ્મોમાં સારા પોતાના અલગ અંદાજ અને દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. એ સાથે જ સારા એક એવી એક્ટ્રેસ પણ છે જે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને સતત પોતાના ફોટા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ સારાએ થોડા ક્યૂટ ફોટા શેર કર્યા છે, જેમાં એ ન ફક્ત પોતાની નાની બહેન ઇનાયાનવા મળવા પહોચી પણ ઇનાયાને ખોળામાં બેસાડી એના પર પ્રેમ વરસાવતી પણ દેખાઈ. આ ક્યૂટ ફોટાને સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે

image source

સારાએ નાની બહેન ઇનાયા સાથે પોતાના બે ફોટા શેર કર્યા છે અને એની સાથે કેપ્સનમાં લખ્યું છે કે “બહેનથી બહેન આપણે હંમેશા રહીશું. ફેમીલી ટ્રીમાંથી નટ્સની એક જોડી” સારા અને ઇનાયાના આ ક્યૂટ ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે કેવી રીતે સારા પોતાની નાની બહેન ઇનાયાને પ્રેમ કરી રહી છે. તો ઇનાયા પણ પોતાની મોટી બહેન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ ફોટાઓ પર ફેન્સ કમેન્ટ દ્વારા બંને પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

image source

આ પહેલા સારા અલી ખાને હાલમાં જ પોતાની માતા અમૃતા સિંહ સાથે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પોતાની હાજરી લગાવી હતી. અજમેર શરીફ પહોચ્યા પછી સારાએ પોતાની માતા સાથે અમુક સુંદર ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

ફોટામાં સારા પોતાની માતા સાથે માસ્ક પહેરેલી અને ટ્રેડિશનલ લુકમાં દેખાઈ અને આ ફોટા સાથે એને કેપ્સનમાં લખ્યું હતું કે “જુમ્મા મુબારક” ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર માથું ટેકવ્યા પછી સારા અજમેરમાં પોતાની માતા સાથે એન્જોય કરતી દેખાઈ.

image source

અજમેર શરીફથી પરત ફર્યા પછી સારા પોતાની બહેન ઇનાયાને મળવા પહોંચી અને એમના પર પ્રેમ વરસાવ્યો. તમને જણાવી દઈએ કે ઇનાયા ખેમુ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી છે.

image soucre

ઇનાયાના ક્યૂટ ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને ભાઈ તૈમુર અલી ખાન સાથે ઇનાયાનું ખાસ બોન્ડિંગ છે. તૈમુર અને ઇનાયા ઘણીવાર એકબીજા સાથે રમે છે, બંનેના ફોટા પણ વાયરલ થતા હોય છે.

image source

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં એ ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે ખિલાડી અક્ષય કુમાર અને એકટર ધનુષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ પહેલા સારા અલી ખાન વરુણ ધવન સાથેની ફિલ્મ કુલી નંબર વનમાં દેખાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!