સારા અલિ ખાન ફરીવાર જોવા મળી બિકિનીમાં, પૂલમાં કરી રહી છે લંચ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

સારા અલિ ખાન ફરીવાર જોવા મળી બિકિનીમાં – માલદિવ્સ ખાતે પૂલમાં કરી રહી છે લંચ – જુઓ વાયરલ તસ્વીરો

સારા અલિ ખાનની ફિલ્મ કુલી નં 1 તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ છે. અને હવે તેણી ફરી એકવાર રજાઓ માણવા માલદીવ્સ પહોંચી ગઈ છે. ગયા વિકએન્ડ્સમાં સારા અલીખાન પોતાના ભાઈ ઇબ્રાહીમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહી હતી. જો કે વિકેન્ડ પુરો થતાં જ રવિવારે રાત્રે તેઓ મુંબઈ પોતાના ઘરે પાછા ફર્યા હતા. જો કે સારા અલી ખાને પોતાના આ નાનકડા વેકેશનની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે જે અત્યંત હોટ છે. અને આ તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને તેના ફેન્સ તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

image source

લગભગ ગયા વર્ષે ન્યૂ યર સેલિબ્રેટ કરતી સારાની આ પ્રકારની તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી. એવું લાગી રહ્યું છે કે સારાને સમુદ્ર તટ પર વેકેશન માણવું ખૂબ પસંદ છે. તાજેતરની એક તસ્વીર તેણીના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ તસ્વીરમાં સારા અલિ ખાને મલ્ટિ કલર પ્રિન્ટેડ બિકિની પહેરી છે. અને તેણી પૂલમાં સ્વિમ કરી રહી છે. તો બીજી એક તસ્વીરમાં તેણી પૂલમાં જ લન્ચ લેતી દેખાઈ રહી છે. અને ત્રીજી તસ્વીરમાં તેણી માલદિવ્સના બિચ પર સનબાથ લઈ રહેલી દેખાઈ રહી છે.

બ્લૂ મોનોકીનીમાં સારા લાગી રહી છે અત્યંત હોટ

image source

લાગે છે આ વખતે સારા અલી ખાને ઓશન થિમ રંગોની બિકિની પહેરવાનું પસંદ કર્યું છે. બીજી કેટલીક તસ્વીરમાં સારા સ્કાય બ્લુ મોનોકીનીમાં જોવા મળી છે. તેમાં પણ તેણી અત્યંત સુંદર લાગી રહી છે. એક તસ્વીરમાં તેણી આ જ બિકિનીમાં સૂર્યાસ્ત સમયે પોઝ આપી રહેલી જણાય છે. તેણીની આ તસ્વીરને લાખો લાઇક્સ મળી છે. તમને જણાવી દઈએ કે તેણી પૂલમાં લંચ કરી રહી છે તે તસ્વીરને પણ 7 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ચૂકી છે.

image source

ગત રિવિવારની સાંજે સારા પોતાના ભાઈ ઇબ્રાહીમ અને માતા અમૃતા સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર તેણીએ કેઝ્યુઅલ વસ્ત્રો પહેરવાનું પસંદ કર્યુ હતું. તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર માત્ર પોતાના એકલાના જ નહીં પણ માતા અમૃતા અને ભાઈ ઇબ્રાહિમ સાથેની તસ્વીરો પણ શેર કરી છે. એવું કહેવાય છે કે સારા અલી ખાન એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવી હતી. જો કે તેણી વાસ્તવમાં વરુણના લગ્નમાં ગઈ હતી કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

image source

સારાએ તાજેતરમાં જ વરુણ ધવન સાથે વરુણના પિતાની પ્રોડક્શન કંપની હેઠળ ફિલ્મ કુલી નંબર વન કરી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ પણ થઈ ગઈ છે. આ ફિલ્મ વરુણના પિતા ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી જો કે આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. હાલમાં જ તેણીએ પોતાની આવનારી ફિલ્મ અતરંગીનું શૂટિંગ પુરુ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને સાઉથ સુપરસ્ટાર ધનુષ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને આનંદ એલ રાય દ્વારા દિગદર્શિત કરવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત