સારા અલી ખાન – યોગા કરીને રાખે છે પોતાને ફિટ અને ફાઈન…

સારા અલી ખાન (Sara Ali Khan) એ અભિનેત્રીઓ માંથી એક છે જે ફિલ્મોમાં ધમાલ મચાવવાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ચર્ચાનો વિષય બની રહે છે. સારા અલી ખાનની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વધારે ફેન ફોલોઈંગ ધરાવે છે. સારા અલી ખાનના ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા જ વાયરલ થઈ જાય છે.

image source

સારા અલી ખાન (Sara Ali Khan) પણ નિયમિત રીતે થોડાક થોડાક સમયે પોતાના ફોટોસ અને વિડિયોઝ અપલોડ કરતી રહી છે. સારા અલી ખાનએ ફરીથી એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાનને યોગા કરતા જોવા મળી રહી છે. સારા અલી ખાન (Sara Ali Khan Photo) ના આ ફોટો પર તેમના ફેંસ દ્વારા ઘણા બધા રીએક્શન આપવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાન (Sara Ali Khan)ને આપ આ ફોટોમાં જોઈ શકો છો કે, તે રેડ કલરના કેઝ્યુઅલ ડ્રેસમાં યોગા કરી રહી છે. સારા અલી ખાનની આ ફોટોને એક કલાકમાં જ ૫ લાખ કરતા વધારે વાર જોવાઈ ગઈ છે. જો કે તાજેતરમાં જ સારા અલી ખાનનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં સારા અલી ખાન પોતાના મોઢાં પર માસ્ક લગાવીને ઝડપથી સાઈકલ દોડાવતી જોવા મળી હતી. સારા અલી ખાનનો આ અંદાજ પણ તેમના ફેંસને ખુબ પસંદ આવ્યો હતો.

અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) ના વર્ક ફન્ટની વાત કરીએ તો છેલ્લે સારા અલી ખાન ફિલ્મ ‘લવ આજ કલ’માં અભિનેતા કાર્તિક આર્યનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આપને જણાવીએ કે, સારા અલી ખાનએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ફિલ્મ ‘કેદારનાથ’માં અભિનય કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘કેદારનાથ’ માટે સારા અલી ખાનને ‘બેસ્ટ ડેબ્યુ એવોર્ડ’ પણ આપવામાં આવ્યો હતો.

image source

ઉપરાંત આ વર્ષે સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મો વિષે વાત કરીએ તો સારા અલી ખાન જલ્દી જ ફિલ્મ ‘કુલી નંબર વન’ માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળી શકે છે. ફિલ્મ ‘કુલી નંબર વન’માં સારા અલી ખાનની સાથે અભિનેતા વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં સાથે જોવા મળી શકે છે.

image source

સારા અલી ખાન ફિલ્મ ‘કુલી નંબર વન’ સિવાય ફિલ્મ ‘અંતરંગી રે’માં પણ જોવા મળી શકે છે. ફિલ્મ ‘અંતરંગી રે’માં સારા અલી ખાનની સાથે અભિનેતા અક્ષય કુમાર અને સાઉથના હીરો એવા ધનુષ સાથે મુખ્ય ભૂમિકા નિભાવતા ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી શકે છે.

Source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત