સ્માર્ટફોનથી આ પરફેક્ટ રીતે ક્લિક કરો ફોટો, કેમેરાને પણ ટક્કર આપે એવું મળશે રિઝલ્ટ

ઘણા લોકોને તેમના સ્માર્ટફોનથી ફોટો લેવાનો શોખ હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ફોટોગ્રાફીના મૂળભૂત સિદ્ધાંતોની ખબર ન હોવાને કારણે સારો ફોટો નથી લઇ શકતા. સારો ફોટો લેવા માટે અમુક ભૂલો ટાળવી જોઈએ.

જો તમને પણ તમારા ફોનથી ફોટા લેવાનું પસંદ છે તો તમને તેનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે અને તે ભૂલો વિશે પણ માહિતી હોવી જોઈએ જે મોટાભાગના લોકો કરતા હોય છે. જેમ કે અયોગ્ય એપથી કામ લેવું, લાઇટિંગ, ઉતાવળ ન કરવી, કેમેરા સેટિંગ ન કરવું, ટ્રાઇપોડનો ઉપયોગ, ઝૂમ ફીચરનો ઉપયોગ, ફ્લેશ ઓન ન રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે થોડી વિસ્તારથી વાત કરીએ.

image source

સારી એપનો ઉપયોગ કરવો

અત્યારે ઇન્ટરનેટ પર અનેક સ્માર્ટફોન કેમેરા એપ ઉપલબ્ધ છે. તમે આ પૈકી કોઈપણ કેમેરા એપને કામમાં લઈ શકો છો. ios એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે તમારી પસંદગીની કેમેરા એપ શોધી શકો છો. જો કે ત્યાંથી તમારે એવી એપ જ ઇન્સ્ટોલ કરવી જોઈએ જેનું પરિણામ સારું મળતું હોય અને તેનો ઉપયોગ કરવો પણ સરળ હોય.

કેમેરા એપ સેટિંગને જાણો

તમને એક્સપલોઝર ટ્રાઇએન્ગલ વિશે સંપૂર્ણ માહિતી હોવી જ જોઈએ એ જરૂરી નથી. પરંતુ તમને એ જાણ હોવી જોઈએ કે સેટિંગમાં શું શું ઉપલબ્ધ છે. તમને અપરેચર, આઈએસઓ અને શટર સ્પીડની માહિતી હોવી જોઈએ જે ફોટોની ક્વોલિટી માટે મહત્ત્વનું છે.

image source

લાઇટિંગ પણ મહત્વપૂર્ણ

જો તમે જેની તસ્વીર લઈ રહ્યા છો તેની પાછળથી સૂર્યનો કે કોઈ અન્ય પ્રકાશ આવી રહ્યો હોય તો ફોટો સારો નહીં આવે. આ જ રીતે પાછળ ચમકદાર કપડાંની સ્થિતિ પણ ફોટાની ક્વોલિટી પર અસર કરે છે. સારા ફોટા માટે લાઇટિંગનું ઘણું મહત્વ છે.

એપને વ્યવસ્થિત રીતે જાણો

જે રીતે અયોગ્ય એપ કામમાં લેવાથી સમય અને કામ બન્ને બગડે છે તેમ સારી કેમેરા એપને વ્યવસ્થિત રીતે ન સમજવી પણ કામ બગાડે છે. એપમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પહેલા પ્રયોગ કરીને અનુભવ મેળવવો જેથી તમે ચોક્કસ સમયે તેનો ફાયદો મેળવી શકો.

image source

ફ્લેશ કામમાં ન લેવી

સ્માર્ટફોન કેમેરામાં શાનદાર લો લાઈટ સેન્સર હોય છે અને ઘણા ખરા સમયે તો ફ્લેશ લાઈટ ઓન કરવાની જરૂર જ નથી રહેતી અને જો જવલ્લે ફ્લેશ લાઈટ કરવાની જરૂર પડે તો સમજી લેવું કે આ ફોટા લેવા માટેની પરફેક્ટ સાઇટ અને સમય નથી. બને ત્યાં સુધી કુદરતી લાઈટમાં અને ફ્લેશ ઓન કર્યા વિના લેવાયેલા ફોટા સારા હોય છે.

ગ્રીડ એક્ટિવેટ કરો

ડિફોલ્ટ કેમેરા એપમાં એક ગ્રીડ બટન હોય છે. તેનાથી તમે રુલ્સ ઓફ થ્રેડ્સનું પાલન કરી શકો છો. ઇમેજનરી કે ઓવરલેંડ 3 બાય 3 ગ્રીડથી શાનદાર ફોટાઓ લઈ શકાય છે. ડાબી અને જમણી વર્ટિકલ ગ્રીડ લાઈન દ્વારા સબ્જેક્ટની અલાઈઝીંગ કરી શકાય છે. જો સબ્જેક્ટ લાઈવ હોય તો આંખો હોરીઝેન્ટલ અલાઇન્ડ હોવી જોઈએ.

image source

ટ્રાઇપોડનો ઉપયોગ કરો

સ્માર્ટફોન ટ્રાઇપોડના પરિણામ શાનદાર રહે છે. તે બધા આકાર, ડિઝાઇન અને ઇકોનોમિક રેન્જમાં ઉપલબ્ધ હોય છે. તેનાથી તમે સ્થિર ઇમેજ લઈ શકો છો.

ઝૂમ ફીચરનો ઉપયોગ ન કરવો

ડિજિટલ ઝૂમ ફોટાની ક્વોલિટી ઘટાડી દે છે. સારી ક્વોલિટીનો ફોટો લેવા માટે તમારે સબ્જેક્ટની નજીક જવું જ સારું છે. જો ઝૂમ કરવું જરૂરી જ હોય તો ઝૂમ કરીને વધારે ફોટાઓ લઈ શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *