મદદ માટે શીખે પવિત્ર પાધડી કાપીને બનાવ્યા માસ્ક, અને જરૂરિયાતમંદ લોકોને આપ્યા

કોઇ પણ ધર્મ કોરોના લડાઇમાં પાછળ નથી! જાણો શીખ ધર્મની માસ્ક બનાવીને અપાતી આ સેવા વિશે

image source

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, કોરોનાવાયરસના પ્રસારને ધીમું કરવા માટે લોકો સામાજિક અંતર અને હાથ ધોવા ઉપરાંત તમારા મોં અને નાકને ઢાંકવાના પ્રયત્નો પણ કરી શકે છે. મેડિકલ-ગ્રેડના માસ્ક મળવા દુર્લભ છે અને તે ફ્રન્ટ લાઇન આરોગ્ય સંભાળ કામદારો માટે આરક્ષિત જ હોવા જોઈએ, જે વારંવાર વાયરસના વિશાળ પ્રમાણમાં સંપર્કમાં આવે છે. માસ્ક તમારા ઘરની આજુબાજુની કોઈ વસ્તુથી બનવાની જરૂર છે.

image source

માસ્ક બનાવવા કપાસ એક સારી પસંદગી છે. ડોક્ટરો કડક વણાયેલા ૧૦૦ ટકા સુતરાઉ કાપડના બે સ્તરોની ભલામણ કરે છે, સુતરાઉ કાપડ, જાળી, રેશમ અથવા વણાયેલા કપડાવાળા માસ્કનો ઉપયોગ ૨૦મી સદીના પ્રારંભથી એચસીડબ્લ્યુઝને વિવિધ શ્વસન ચેપથી બચાવવા માટે કરવામાં આવે છે. અહીં એક એવો જ કિસ્સો તમને જણાવીશુ જેમાં ઘરમાં રહીને લોકો સેવા માટે માસ્ક બનાવી રહ્યા છે.

આગળ મદદ માટે આવ્યા

image source

લોકડાઉનમાં લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. વ્યક્તિગત રીતે લોકોએ પણ કામ કર્યું છે. જેમ કે, કોઈએ શ્રમિકોને પોતાના ઘરથી ભોજન બનાવીને ખવડાવ્યું તો કોઈએ પોતાની આસપાસ રહેતા જરુરિયાતમંદ લોકો માટે કામ કર્યુ હતું. કોઈ જાનવર માટે આગળ આવ્યા તો કોઈએ શ્રમિકોને પોતાના ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી. આ દરમિયાન સમાચાર આવી રહ્યાં છે એક નેક સરદારજીના કામ વિશે. સરદારજીએ પોતાની નવી પાઘડીને કપાવીને માસ્ક બનાવડાવ્યા અને ગરીબોમાં વહેંચી દીધા હતાં.

સેવા આપી જ્યારે દુકાનો બંધ હતી

image source

જ્યારે કોરોના કાળનો સમય હતો ત્યારે વિસ્તારમાં સેનેટાઈઝર અને માસ્કની ઉણપ થઈ હતી. આ વિસ્તારની સમગ્ર દુકાનો લોકડાઉનના કારણે બંધ હતી. આ ઘટના હિમાચલના મંડી જિલ્લાના સુંદરનગરના કનૈડ ગામની છે. અહીંના નિવાસી સરદાર અમરજીત સિંહે જરુરિયાતમંદોની મદદ માટે પોતાની પાઘડીઓની કુરબાની આપી હતી. એ જ પાઘડીઓ, જે શીખની શાન માનવામાં આવે છે. આવા સમયમાં જ્યારે કપડું નહોતું ત્યારે અમરજીત સિંહે પોતાની ૧૧ પાઘડીઓને કપાવીને તેમાંથી માસ્ક બનાવ્યા અને જરુરિયાતમંદોને આપી દીધા હતાં.

પાઘડીઓમાંથી ૧૦૦૦ જેટલા માસ્ક બનાવડાવ્યા

image source

અમરજીત સિંહજીએ પોતાની પાઘડીઓમાંથી ૧૦૦૦ જેટલા માસ્ક બનાવડાવ્યા. તેમણે જણાવ્યું કે આ માસ્ક ખાસ તો ગરીબો, દિવ્યાંગો અને શ્રમિક મજૂરોને આપ્યા હતાં. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તેઓ હજુ પણ નવું કપડું ખરીદીને જ માસ્ક વહેંચી રહ્યા છે. તેઓ જિલ્લામાં રેડક્રોસ સોસાયટીના વોલેન્ટિયર પણ છે, લોકોની મદદ માટે તેઓ આગળ આવી રહ્યા છે.

અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા છે

image source

અમરજીત સિંહ સમય આવ્યે મનુષ્ય સમાજ પ્રત્યે પોતાનું યોગદાન આપતા રહે છે. હમીરપુરથી મંડી આવતા સમયે જ્યારે કોરોનાના દર્દીનું અવસાન થયુ હતું ત્યારે, તેમણે અને તેમના સાથીઓએ અંતિમસંસ્કારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોરોના વાયરસ સામે રક્ષણ માટે સર્જિકલ માસ્ક અને એન ૯૫ માસ્કની બજારમાં આવેલી અછતને ધ્યાનમાં રાખીને, કાપડના માસ્ક મોટા પાયે બનાવવામાં આવી રહ્યા છે. ઘરોમાં માસ્ક તૈયાર કરવાથી માંડીને સફાઇમાં અને પહેરવા સુધીના કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હવે, એક નવા અધ્યયનમાં, એવું કહેવામાં આવ્યું છે કે કપડાથી બનેલો માસ્ક કેવી રીતે આપણને કોરોના વાયરસથી સુરક્ષિત કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત