ઓહહહ…આ શું? સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ વરસાદથી ડુબી રહ્યું છે?

ભારતમાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિષેનો એક વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે, પહેલીવાર વિડીયો જોતા એવું લાગુ છે કે, ખરેખરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડૂબી રહ્યું હોય પરંતુ વાયરલ થઈ રહેલ વિડીયોની હકીકત કઈક જુદી જ છે ચાલો જાણીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયો વિષે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે અને આ વિડીયોની હકીકત શું છે…?

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વાયરલ થઈ રહેલ વિડીયો પર લોકો કમેન્ટ કરીને શું કહી રહ્યા છે ચાલો જાણીએ.

કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે કે, અતિ વરસાદ આવી ગયા પછી આવેલ પુરના લીધે કરોડોનો ખર્ચ કરીને બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે.

જયારે આ વીડિયોના જે કેપ્શન આપવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે, ‘વાહ રે ગુજરાત મોડલ….. ત્રણ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાણીથી કેવી રીતે બચાવી શકાય તેના વિષે વિચાર્યું પણ નહી. ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચ કરીને બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં પુરના પાણીની વચ્ચે ઘેરાઈ ગયું છે.’

ત્યારે અન્ય એક ટ્વીટર યુઝર દ્વારા આ વિડીયો શેર કરતા લખવામાં આવ્યું છે કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં ગરીબીની મધ્યે ઘેરાઈ ગયું છે. વાહ મોદી જઈ વાહ.’

આ ટ્વીટર યુઝર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિડીયો વિષે વધુ લખતા કહે છે કે, ‘આ બાબતે ભાજપને દોષ આપવાથી કોઈ નથી. દોષ આપણે પોતાને જ આપવો જોઈએ જેમણે ભાજપને ચૂંટણીમાં મત આપ્યા છે. જો આપણે દેશમાં કોરોના હોસ્પિટલ, સ્કૂલો, ફલડ મેનેજમેન્ટ જેવી જરૂરી સુવિધાઓ માટે ૩ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોત તો આપણને આજે આ દ્રશ્ય જોવા મળ્યું હોત નહી.’

ત્યારે અન્ય એક ટ્વીટર યુઝર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિડીયો પર ટ્વીટ કરતા લખે છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે બનતું હતું તે સમયે ત્યાના અધિકારીઓએ ચોમાસાની ઋતુનું કેમ ધ્યાન રાખ્યું નહી ?

image source

જયારે અન્ય એક સોશિયલ મીડિયા યુઝર કમેન્ટ કરતા લખે છે કે, શું આના માટે ૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ?

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વાયરલ થઈ રહેલ વિડીયો પાછળની હકીકત.:

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વાયરલ થઈ રહેલ વિડીયોમાં દર્શાવાઈ રહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા હકીકતમાં પાણીમાં ડૂબી રહી છે ? શું સાચે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર વરસાદના પાણી ઘુસી ગયા છે ? આ પ્રશ્નોના જવાબ છે જી નહી.

image source

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થાનની હાલમાં શું સ્થિતી છે તેના વિષે જાણકારી મેળવવા માટે કેવડીયાના પૂર્વ સરપંચ એવા નરેન્દ્રભાઈ તડવી સાથે વાતચીત કરવામાં આવી છે ત્યારે પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ તડવી જણાવે છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે કોઈપણ પ્રકારની વસ્તુ ડૂબી રહી નથી. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નીચે નાખવામાં આવેલ પથ્થરોને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ તડવી સહિત ગામના અન્ય સ્થાનિક લોકોનું પણ આવું જ કેહવું છે.

જો કે, આ વાયરલ થઈ રહેલ વિડીયોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયો હકીકતમાં એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના જ ટ્વીટર એકાઉન્ટ પરથી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

એક વર્ષ પહેલા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો ત્યારે વિડીયોની સાથે લખવામાં આવ્યું હતું કે, ‘થોડીવાર પહેલા જ કેવડીયા પહોચ્યો છું. જુઓ ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની શ્રદ્ધાંજલિ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત