જાણો કોણ છે એ નેપાળની મહિલા જેણે ભારતનો પક્ષ લીધો તો તેના પર થયો હુમલો
નેપાળની સંસદમાં બે દિવસ પહેલા નકશામાં ફેરફાર માટે સંવિધાન સંશોધન બીલ પાસ કરવામાં આવ્યું. આ બીલ પર વિરોધ કરનાર હિંદૂ સાંસદ સરિતા ગિરી પર ભારે મુસીબત આવી પડી છે.
વિરોધીઓએ તેના ઘર બહાર કાળા ઝંડા ફરકાવી દીધા છે એટલું જ નહીં તેના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. તો ચાલો તમને જણાવીએ કોણ છે આ સરિતા ગિરી અને શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે.

સરિતા ગિરી પહેલી સાંસદ છે જેણે આ સંશોધનનો વિરોધ કર્યો છે. મધેશી સમુદાયના હિતો માટે લડત લડી તે વર્ષ 2007માં રાજકારણમાં આવ્યા હતા. સરિતા ગિરીને પોલિટિક્સની સારી સમજ છે. જણાવી જઈએ કે સરિતા ગિરિ નેપાળની સોશલિસ્ટ પાર્ટીની સાંસદ છે તેના પર હંમેશા આક્ષેપ થયા છે તે નેપાળના હિતને બદલે તે ભારતીય હિતો વિશે વધારે વિચારે છે.

સરિતા એક ભારતીય નાગરિક છે જેના લગ્ન એક નેપાળી નાગરિક સાથે થયા છે. નેપાળની એક વેબસાઈટ અનુસાર સરિતા ગિરિને કાલાપાની વિસ્તારનો દેશના નવા રાજનૈતિક માનચિત્રમાં સમાવેશ કરવામાં આવતા વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધથી વિવિધ રાજનૈતિક દળના સાંસદ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સરકાર દ્વારા નવા નકશાને સંવિધાનનો ભાગ બનાવવા માટે રજૂ કરવામાં આવેલા સંવિધાન સંશોધન પ્રસ્તાવ પર પોતાનો અલગથી સંશોધન પ્રસ્તાવ મુક્યો અને જનતા સમાજવાદી પાર્ટીની સાંસદ સરિતા ગિરિએ તેને રદ્દ કરવાની માંગ કરી હતી.

આ વિરોધના કારણે સરિતાના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના ઘર પર કાળા ઝંડા લગાવવામાં આવ્યા છે અને તેને દેશ છોડવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ઘટનાની જાણ સાંસદે પોલીસને પણ કરી હતી પરંતુ પોલીસ પણ તેની મદદ કરવા પહોંચી નહીં. એટલું જ નહીં તેની પાર્ટીએ પણ તેને સાઈડલાઈન કરી દીધા છે.

જનતા સમાજવાદી પાર્ટીની સાંસદ સરિતા ગિરિએ સરકારના આ નવા પ્રસ્તાવને રદ્દ કરવાની માંગને તેની પાર્ટીએ પણ પરત લેવાનું કહી દીધું છે. જો તે આવું નહીં કરે તો તેને પક્ષમાં કાઢી મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં નેપાળની સંસદમાં સંવિધાન સંશોધન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

સરકાર તરફથી જે દિવસે નકશા સંબંધિત બીલ સંસદમાં રજૂ થયું તે જ દિવસે નેપાળના રાજપત્રમાં તેને પ્રકાશિત કરી દેવામાં આવ્યો હતો. સંસદમાં સહભાગી દળ આ સંસોધનના પક્ષમાં કંઈ બોલે આ બીલના સર્મથનની ઘોષણા કરી દેવામાં. પરંતુ ભારતના પક્ષમાં રહેનાર મધેશી પાર્ટીએ સંસદમાં તેનો વિરોધ કર્યો હતો.
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત