સરકારના બે કરોડ પાણીમાં ગયા! શીખામણ આપનાર ગીતા રબારીએ જ કોરોના નિયમોનું જાહેરમાં ઉલ્લંઘન કર્યું

હાલમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. એમાં પણ દિવાળી બાદ તો કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે અને હજુ પણ રોજના 1500 ઉપર કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ એ જ રીતે વધી રહ્યો છે. ત્યારે આમ જનતા નિયમોનો ભંગ કરે ત્યારે સરકાર એની પાસેથી લાખોના દંડ વસુલે છે, પરંતુ નેતાઓનું શું એના પર પ્રશ્નાર્થ છે. એવામાં હવે ગાયક કલાકારો પણ પહેલાં જાહેરાત કરીને પોતે જ મુરખા સાબિત થઈ રહ્યા છે. બધા જાણે છે એમ કોરોનાથી બચવાની શિખામણો આપનારા ગાયિકા કિંજલ દવે પછી હવે ગીતા રબારી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સને જાળવ્યા વગર ટોળેટોળા ભેગા કરી કોરોના વાઈરસને સામેથી આમંત્રણ આપવાનું શરૂ કર્યુ છે.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાતની રૂપાણી સરકારે આવા કલાકારોને કોરોના જંગમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા હતા. દેખીતી રીતે જ તેમની પાછળ પ્રજાના ટેક્સમાંથી ખર્ચેલા બે કરોડથી વધુની રકમ પાણીમાં ગઈ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. શરૂઆતમાં માહિતી- પ્રસારણ વિભાગે ગીતા રબારીને લોકડાઉનના અમલ અને પાછળથી આરોગ્ય વિભાગ દ્વારા મે મહિનામાં કોરોના વોરિયર્સ અને જુલાઈમાં ”ટોળાને ટાળો, માસ્ક પહેરો, અંતર જાળવો”ની અપીલ કરાવવા ત્રણ એડફિલ્મો બનાવી હતી. ફિલ્મના નિર્માણ અને પ્રચાર- પ્રસાર પાછળ સરકારે રૂપિયા બે કરોડથી વધારે ખર્ચો કર્યો છે.

image source

પરંતુ એ ખર્ચ નકામો નિવડ્યો છે એવા સીન સામે આવી રહ્યા છે. ખંભાળિયામા પણ સાંસદ પૂનમ માડમની હાજરીમાં જ ગીતા રબારીએ સરકારી નિયમોના ધજાગરા ઉડાડયા હતા. ભાજપમાં ભળેલા કલાકારો જાણે કોવિડ-૧૯ના સુપરસ્પ્રેડર હોય તેમ નિયમોના પાલનને બદલે તેનું ઉલ્લંઘન કરાવી રહ્યાના દર્શ્યો બહાર આવ્યા છે.

image source

હાલમાં માહિતી મળી રહી છે એ પ્રમાણે જો વાત કરીએ તો ગીતા રબારીએ જાહેરમાં જ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા અને કોરોના જાણે તેમનો સગો થતો હોય એમ ફરી રહ્યા છે. એ પછી જામખંભાળિયા હોય કે કચ્છ હોય, દરેક જગ્યાએ ગીતા રબારીએ છેલ્લા ત્રણ- ચાર દિવસમાં સરકારી એડની શિખામણોને ચપ્પલ હેઠળ દાબી કોરોનાના ફેલાવાને ઉત્તેજન આપ્યુ છે, લોકોના જીવ જોખમમાં મુક્યા છે. ખંભાળિયા ઉપરાંત ભૂજનાં વડઝર ગામનાં સરપંચના ઘરે લગ્ન પ્રસંગમાં નિયમોના ભંગ થયા ત્યારે ત્યાં પણ ગીતા રબારી હાજર હતા.

image source

મોટી વાત તો એ છે કે સરકારે પ્રજાના ટેક્સમાંથી કરેલો ખર્ચો તેમની પાસેથી વસૂલવો જોઈએ એવી પણ માંગણી ઉઠી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ સરકાર આ લોકો પાસેથી કોઈ પૈસા વસુલશે કે પછી સામાન્ય જનતાને જ દંડવાનું કામ સરકારનું છે.

image source

જો બોલિવૂડ તરફની વાત કરીએ તો હાસ્ય કલાકાર ભારતી સિંઘની ડ્રગ્સના ગુનામાં ધરપકડ થયા પછી સોની ટીવી નેટવર્કે તેની તમામ ચેનલોમાં સિરિયલ, એડફિલ્મો સહિતના કાર્યક્રમોમાં તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. તો હવે આવા કલાકારોનું કંઈ થશે.

image source

કોરોના સામેના જંગમાં જનજાગૃતિ માટે ગીતા રબારી કે કિંજલ દવે એ ભલે ચાર્જ લીધો ન હોય પરંતુ, સરકારે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરોડોનો ખર્ચો કરીને તેમને ચમકાવ્યા છે. તેથી તેમની વેલ્યુ ઉભી થઈ છે. એ નિસબતે પણ સરકારે ખર્ચ વસૂલવો જોઈએ, પ્રતિબંધ મુકવો જોઈએ. પરંતુ આ બધા જ પ્રશ્નો પર હજુ કશુ કહી ન શકાય. કારણ કે આપણે બધાએ આ પહેલાં પણ આવા અનેક ઉદાહરણો જોયા છે કે જેમાં ગેમાર તંત્રએ કશુ જ નથી કર્યું.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત