Site icon News Gujarat

સરકારની ફ્રી રાશન યોજનાનો લાભ લેવા આજે સરળ પ્રોસેસથી કરી લો રાશનકાર્ડ માટે એપ્લાય

સરકાર આવનારા ચાર મહિના સુધી આપી રહી છે મફતમાં અનાજ, જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો કોઈપણ ઝંઝટ વગર આ રીતે ઘરે બેઠા કઢાવો રેશન કાર્ડ

કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકારે ગરીબ પરિવારોને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશમાં ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. સરકારે ગરીબોને આવનારા ચાર મહિના એટલે કે નવેમ્બર મહિના સુધી ફ્રી રાશન આપવાની ઘોષણા કરી છે. આ યોજનાનો લાભ દેશના 80 કરોડ લોકોને આપવાનું લક્ષય છે.

એ હેઠળ ગરીબોને 5 કિલો ખાદ્ય અનાજ મફતમાં આપવામાં આવશે.ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ફાયદો ફકત રાશન કાર્ડ હોલ્ડર્સને જ મળશે. એવામાં જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે હવે ઘરે બેઠા ઓનલાઇન રેશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

એ માટે બધા રાજ્યોએ પોતપોતાની વેબસાઈટ બનાવી છે. તમે જે પણ રાજ્યમાં રહેતા હોય ત્યાંની વેબસાઈટ પર જાઓ અને રેશન કાર્ડ માટે એપ્લાય કરી દો. જાણી લો એપ્લાય કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

આવી રીતે કરો રેશન કાર્ડ માટે ઓનલાઇન એપ્લાય.

એ માટે સૌથી પહેલા પોતાના રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે https://fcs.up.gov.in/FoodPortal.aspxને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. જો તમે બિહારના રહેવાસી હોય તો hindiyojana.in/apply-ration-card-bihar/ અને મહારાષ્ટ્રના આવેદક છો તો mahafood.gov.in પર ક્લિક કરીને એપ્લાય કરી શકો છો.

અહીંયાંથી લઈ શકો છો રાશન.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર સુધી આપવામાં આવનારું આ અનાજ પણ તમને એ જ રાશનની દુકાને મળશે જ્યાંથી તમે રેશન કાર્ડથી અનાજ લઈ રહ્યા છો. જો તમારા રેશન કાર્ડમાં 4 લોકોના નામ છે તો બધાના 5- 5 કિલો એટલે કે કુલ 20 કિલો અનાજ મળશે.

આ ડોક્યુમેન્ટ્સની પડે છે જરૂર.

રેશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા આપવામાં આવેલું કોઈ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય છે. એ સિવાય પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, આવકનો દાખલો, સરનામાંના પુરાવા તરીકે વીજળીનું બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેન્ક સ્ટેટમેન્ટ કે પાસબુક, રેન્ટલ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ પણ જોઈશે.

Exit mobile version