સરકારે ફરી સસ્તામાં સોનું ખરીદવાનો અવસર આપ્યો, માત્ર જૂજ દિવસો બાકી

કેન્દ્ર સરકારે પ્રજાને સસ્તા દરે સોનાની ખરીદીનો અવસર આપ્યો છે. નિવેશક સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ બજારના મૂલ્યતી ખૂબ જ ઓછા ભાવ માં સોનું ખરીદી શકાય ચે. આ યોજના માત્ર પાંચ દિવસ માટે છે માટે જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માગતા હોવ તો મોડું ન કરો. તેના વેચાણ પર થતા લાભ પર આવકવેરાના નિયમો હેઠળ છૂટ પણ મળશે.

Gold Price Forecast - Gold Markets Testing Crucial Level Aboveતો ચાલો જાણીએ આ યોજના વિષે

આ યોજના હેઠળ રોકાણ કરવાની અવધી 6ઠ્ઠી જુલાઈ 2020થી શરૂ થાય છે જે 10મી જુલાઈ સુધી રહેશે. સરકારની આ યોજનામાં રોકાણ માટે પાંચ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સરકાર તરફથી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે રોકાણકાર માટે વિત્ત વર્ષ 2020-21ની આ ચોથી શ્રૃંખલા છે. પહેલી શ્રૃંખલા 20મી એપ્રિલથી લઈને 24મી એપ્રિલ 2020ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. ચાલો જાણીએ આ યોજના હેઠળ સોનાની કીંમત કેટલી ઓછી છે

Image Source

આ યોજના હેઠળ 4852 રૂપિયા પ્રતિ ગ્રામ સોનાની ખરીદી કરી શકાય છે. એટલે કે જો તમે 10 ગ્રામ સોનું ખરીદવા માગતા હોવ તો તમારે 48520 રૂપિયાના ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન કરવાની રહેશે. સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધારાની છૂટ આપે છે.

Image Source

અહીં તમે રોકાણ કરી શકો છો

ભારત સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામા આવ્યા છે. ગોલ્ડ બોન્ડ તમે બેંકો, પોસ્ટઓફિસ, એએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પણ ખરીદી શકો છો. તો ચાલો હવે તમને એ પણ જણાવી દઈએ કે આ હેઠળ તમને આવકવેરા માં કેટલી રાહત મળશે.

Image Source

આટલું વ્યાજ મળશે

ગોલ્ડ બોન્ડની પરિપક્વતા અવધિ આઠ વર્ષની હોય છે અને તેના પર વર્ષનું. 2.5 ટકા વ્યાજ મળે છે. બોન્ડ પર મળનારું વ્યાજ રેકાણકારના ટેક્સ સ્લેબ અનુરુપ કર યોગ્ય હોય છે, પણ તેના પર સ્રોત પર કાપ નથી હોતો એટલે કે ટીડીએસ નથી હોતો.

ઓછામાં ઓછું આટલું રોકાણ તમારે કરવાનુ રહે છે

Image Source

બોન્ડનું નક્કી કરવામાં આવેલું મુલ્ય 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા ત્રણ કામકાજી દીવસોમાં સામાન્ય સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જૂલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. ન્યૂનતમ સ્વીકાર્ય રોકાણ એક ગ્રામ સોનું અથવા વધારેમાં વધારે 4 કિલો પ્રતિ વ્યક્તિ છે.

Image Source

હિંદુ વિભાજિત પરિવાર માટે પણ રોકાણકારની અધિકતમ સીમા 4 કિલો છે. ન્યાસ તેમજ તે પ્રકારના બીજા એકમો માટે આ મર્યાદા 20 કિલો છે. સરકારે બજેટમાં સોના પર આવક શુલ્ક 10 ટકા વધારીને 12.5 ટકા કરી દીધું છે. સાથે સાથે વૈશ્વિક સ્તર પર વધતી લેવાલીથી સોનાની કીંમતમાં એકધારો વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકારી યોજના હેઠળ સોનું ખરીદવાથી તમને ઘણો લાભ થઈ શકે છે. જો તમે ગોલ્ડ બોન્ડ્સમાં ઇનવેસ્ટ કરવા માગતા હોવ તો હાલ તેનું રજિસ્ટ્રેશન ચાલુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત