આ 3 સરકારી બેંકના ગ્રાહકો થઈ જાઓ એલર્ટ, આ તારીખથી બદલાઈ જશે નિયમો

જો તમે કેનેરા બેંક, બેંક ઓફ બડૌદા અને સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ કામના છે. આ બેંક આવનારી 1 તારીખથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તો તમે પણ જાણી લો કે નવા મહિને કયા ફેરફારની તમારા પર કેવી અસર જોવા મળશે.

જો તમે કેનેરા બેંક, બેંક ઓફ બડૌદા અને સિન્ડિકેટ બેંકના ખાતેદાર છો તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. જ્યાં બેંક ઓફ બડૌદા ગ્રાહકોને માટે ચેકથી પેમેન્ટ સંબંધિત નિયમ બદલાવવાના છે. કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને માટે આઈએફએસસી કોડ સંબંધિત બદલાવ થશે. તો તમે જાણી લો તમામ ડિટેલ્સને વિશે.

image source

1 જૂનથી બદલાઈ જશે પેમેન્ટની રીત

બેંક ઓફ બડૌદાના ખાતેદારોને માટે 1 જૂનથી પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય કરાશે. તેનાથી ગ્રાહક બેંક દગાખોરીનો શિકાર બનશે નહીં. ઉલ્લેખનીય છે કે પોઝિટિવ પે સિસ્ટમ એક પ્કકારના ફ્રોડને પકડવાનું ટૂલ છે. આ સિસ્ટમના આધારે કોઈ પણ જ્યારે ચેક જાહેર કરે છે તો બેંકને તેની ડિટેલ્સ આપવાની રહે છે. ચેક પેમેન્ટ પહેલા આ જાણકારીને બેંક ક્રોસ ચેક કરશે. જો તેમાં કોઈ ગરબડ દેખાશે તો બેંક તે ચેકને રિજેક્ટ કરશે.

image source

શું કહેવું છે બેંકનું

બેંક કહે છે કે તેના ખાતેદારોને પોઝિટિવ પે સિસ્ટમના આધારે ચેકની ડિટેલ્સને ત્યારે કન્ફર્મ કરવાની રહે છે જ્યારે તે 2લાખ રૂપિયા કે તેનાથી વધારે હોય. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે.

1 જુલાઈથી બદલાઈ જશે આઈએફએસસી કોડ

image source

કેનેરા બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 જુલાઈથી આઈએફએસસી કોડ બદલાઈ જશે. સિન્ડિકેટ બેંકને ગ્રાહકોને નવા આઈએફએસસી કોડ 30 જૂન સુધી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. નવા આઈએફએસસી કોડ જાણવા માટે કેનેરા બેંકની વેબસાઈટ પર જવાનું રહેશે. કેનેરા બેકંને સિન્ડિકેટ બેંકમાં ફેરવી દેવામાં આવી હતી અને બેંક ઓફ બડૌદામાં વિજયા અને દેના બેંકને મર્જ કરવામાં આવી હતી.

તો હવેથી નવા મહિને જો તમે પણ બેંકના કોઈ પણ કામ પ્લાન કરો છો તો આ ફેરફાર અને નિયમોનું ધ્યાન રાખી લો તે જરરી છે. નહીં તો તમને કામમાં મુશ્કેલી આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!