આ ખાસ મોડલ પર ચાલશે 20 હજારથી વધુ સરકારી બસો, સરકાર પાસે છે એ અંગે મોટી યોજના

સરકાર બસોને લઈને એક સ્કીમ લઈને આવી રહી છે જેના દ્વારા શહેરોમાં બસ સર્વિસમે વધુ સારી બનાવી શકાશે. સીટી બસ સર્વિસ માટે આવતી આ નવી સ્કીમ પર સતત કામ ચાલી રહ્યું છે અને જલ્દી જ કેબિનેટનો ફાઈનલ ડ્રાફ્ટ સામે આવવાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્કીમ દ્વારા શહેરોમાં 20 હજારથી વધુ બસ ચલાવવામાં આવશે. હજી સુધી એની ઓફિશિયલ ઘોષણા નથી કરવામાં આવી પણ રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે આ સ્કીમને લઈને જલ્દી જ ઘોષણા કરવામાં આવી શકે છે.

image soucre

એક રિપોર્ટ અનુસાર આ વખતે સરકાર આ સ્કીમ દ્વારા બસોને લઈને મેગા પ્લાન બનાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્કીમ પર સરકાર તરફથી 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને સરકાર આ યોજનામાં પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ પર કામ કરશે. એનો અર્થ છે કે આ સ્કીમમાં પ્રાઇવેટ વર્ગની પણ ભાગેદારી હશે અને પ્રાઇવેટ બસ કંપનીઓ અને સરકાર મળીને કામ કરશે. એવામાં જાણી લઈએ આ સ્કીમ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જેનાથી જલ્દી જ શહેરની તસ્વીર બદલવાની છે.

image soucre

જણાવવામાં આવી રહ્યું છે કે કેબિનેટના ડ્રાફ્ટ અનુસાર આ સ્કિમ દ્વારા ત્રણ શહેરોમાં કામ કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર બસોને લઈને શહેરની જનસંખ્યાના આધારે નિર્ણય લેવામાં આવશે અને એના આધાર પર જ બસો ચલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સરકાર પ્રાઇવેટ કંપનીઓની સાથે કામ કરશે પણ સરકાર બસ ખરીદવા માટે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા આપશે.

image soucre

રિપોર્ટ અનુસાર આ સ્કીમ પાંચ વર્ષ માટે જ છે અને 20 હજાર બસો ખરીદવામાં આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપને લઈને રાજ્ય સરકાર પણ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. આ સ્કીમ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ઘણી અસર પડશે અને કેન્દ્ર સરકારની મંજુરી મળ્યા પછી એના પર કામ શરૂ થશે. એટલું જ નહીં એમાં બસ સાથે જોડાયેલ વેપાર કરનાર કંપનીઓના શેર પર પણ અસર પડી શકે છે.

image soucre

દિલ્લી સરકારે પોતાના ઇ ટિકિટિંગ મોબાઈલ એપ દ્વારા ખરીદવામાં આવેલ ટીકીટ પર ડિટીસી અને ક્લસ્ટર બસોના ભાડામાં 10 ટકાની છૂટને શનિવારે મંજૂરી આપી દીધી છે. દિલ્લી સરકારની સંપર્ક રહિત ઇ ટિકિટિંગ એપ બસોના આગમનના અપેક્ષિત સમય અને નજીકના ઉપલબ્ધ ઇલેક્ટ્રિક વાહન ચારજિંગ સ્ટેશન વિશે જાણકારી પણ આપે છે અને આ અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં ઉપલબ્ધ છે.