સરકારી ચોપડે જે દિવસ 25 મોત દર્શાવાયા તે દિવસે શહેરમાં 200થી વધુના થયા અંતિમ સંસ્કાર

કોરોનાની બીજી લહેર કાતિલ બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જો કે જે આંકડા સરકાર દર્શાવે છે તેના કરતાં વધુ ભયંકર સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. કોરોનાનો સમય શરુ થયો છે ત્યારથી અનેકવાર રાજ્ય સરકાર દ્વારા દર્શાવવામાં આવતાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા અંગે પ્રશ્નો ઊભા થયા છે. તેવામાં વધુ એકવાર મૃત્યુઆંકને લઈને ભયાવહ હકિકત સામે આવી છે.

image source

રાજ્ય સરકાર જે મોતના આંકડા દર્શાવે છે તેના કરતાં ઘણો મોટો આંકડો મોતનો છે તે વાત પરથી પડદો હટાવ્યો છે સંદેશ અખબારે. સંદેશ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ ખુલાસામાં જે સ્થિતિ જોવા મળે છે તે ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે.

જાણવા મળ્યાનુસાર રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડામાં અમદાવાદ શહેરમાં 25 દર્દીના મોત થયા હોવાનું નોંધ્યું હતું. જ્યારે હકીકત એવી છે કે આ દિવસે અમદાવાદ શહેરમાં કુલ 200થી વધુ લોકોના મોત કોવિડથી થયા હતા. સ્મશાનમાં આટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કોવિડના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.

image source

રાજ્ય સરકાર દ્વારા જે દિવસે અમદાવાદમાં 25 મોત જાહેર કરવામાં આવ્યા હતા. તે દિવસનું રિયાલીટી ચેક થતા સામે આવ્યું હતું કે શહેરના વી.એસ. સ્મશાન ગૃહમાં કુલ 37 મૃતદેહોની અંતિમ વિધિ થઈ હતી જેમાંથી 21ની લાકડાથી અને 16ની સીએનજીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ રીતે અન્ય સ્મશાન ગૃહમાં થયેલી અંતિમ વિધિની ચકાસણી કરતાં કુલ 200 મૃતદેહોની અંતિમવિધિ થઈ હોવાનું સામે આવ્યું હતું.

image source

જો કે સાચા આંકડા જાણવાના પ્રયાસમાં અમુક સ્મશાનગૃહના કર્મચારીઓએ પણ જાણે મોઢામાં મગ ભર્યા હોય તેમ બીજા સાહેબ જવાબ આપશે તેવું કહ્યું હતું. આ રીયાલિટી ચેકમાં હાટકેશ્વર સ્મશાન ગૃહથી લઈ વેજલપુર સુધીના તમામ સ્મશાન ગૃહમાંથી સ્થિતિ વિશે જાણકારી લેવામાં આવી હતી. આ તમામ જગ્યાએથી જે જાણકારી પ્રાપ્ત થઈ તે અનુસાર 24 કલાકમાં 200થી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

image source

16 એપ્રિલે રાત્રે 9.30 કલાકથી 17 એપ્રિલે સવારે 6.20 કલાક સુધીમાં હાટકેશ્વર સ્મશાનગૃહમાં સાતથી આઠ બોડી, ઈસનપુરમાં સરેરાશ 15થી 18 બોડી, નારોલ સ્મશાન ગૃહમાં 2 ડેડબોડી, ઓઢવ સ્મશાન ગૃહમાં છેલ્લા 12 દિવસ દરમિયાન રોજ 15 જેટલી ડેડબોડી, વસ્ત્રાલ સ્મશાન ગૃહમાં રોજની 40થી 50, સૈજપુર ખાતે 10 અંતિમ સમસ્કાર, નરોડામાં 3 અંતિમ વિધિ થઈ હતી. આ સિવાય શહેરના અન્ય સ્મશાન ગૃહોમાંથી પણ એવું જાણવા મળેલ કે છેલ્લા 10 દિવસમાં રોજ બમણી ડેડબોડી આવે છે અંતિમ સંસ્કાર માટે. ઘણી જગ્યાએ તો વેઈટિંગની સ્થિતિ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!