Site icon News Gujarat

UPમાં સરકારી નિયમોએ પૂજારીની ચિંતા વધારી, ઘઉં વેચવા બતાવવું પડે છે ભગવાનનું આધારકાર્ડ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ભગવાનનુ આધારકાર્ડ ન હોવાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને લક્ષ્મી-નારાયણ પાસે આધારકાર્ડ નથી. તેમના મંદિરોમાં ઉત્પાદન થયેલા ઘઉંને વેચવા માટે આ સરકારી શરતો નડી રહી છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે જેના નામે જમીન છે તેમનું જ આધારકાર્ડ હોવુ જોઈએ તો જ રજિસ્ટ્રેશન થશે.

પરિણામે ચિત્રકૂટધામ મંડળના 34 મંદિરોમાં 445 હેક્ટર જમીનમાં ઉત્પાદિત ઘઉંનું વેચાણ સરકારી ખરીદ કેન્દ્રોમાં અટવાઈ ગયું છે. અધિકારીઓએ નોંધણી વગર ઘઉંની ખરીદી કરવાનો ઇનકાર કરી દીધો છે. કહ્યું કે, મંદિરોને લગતી જમીનોના ઘઉંની ખરીદી માટે નોંધણી કરાવવી ફરજિયાત છે, જ્યારે નોંધણી માટે આધાર જરૂરી છે. આ દિવસોમાં ચિત્રકૂટધામ મંડળના સરકારી ખરીદ કેન્દ્રોમાં ઘઉંની ખરીદી ચાલી રહી છે.

ભગવાન શ્રી રામ સાથે જોડાયેલ એક વિચિત્ર કિસ્સો રામ રાજ્ય ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે. બાંદા જિલ્લાના રામ જાનકી મંદિરના પૂજારીએ પ્રશાસન પર કથિત રીતે ભગવાન શ્રી રામના આધારકાર્ડની માંગણી કરવાનો આક્ષેપ કર્યો છે. પુજારીના જણાવ્યા મુજબ અટારા એસડીએમ સૌરભ શુક્લાએ મંદિર પરિસરમાં પાકેલા ઘઉંના પાકને સરકારી ખરીદ કેન્દ્રને વેચવા માટે શ્રી રામના આધારકાર્ડની માંગ કરી હતી. તે બતાવવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીની ચકાસણી રદ કરવાનો આરોપ મૂક્યો છે.

શ્રી રામના ફિંગરપ્રીન્ટ કેવી રીતે લાવવા

નોંધનીય છે કે બાંદા જિલ્લાના અટરા તાલુના ખુરહંદ ગામમાં આશરે 40 બીઘા જમીનની રજિસ્ટ્રી રામ જાનકી મંદિરના નામે છે. પૂજારી રામકુમાર દાસને આ જમીનના રક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં માત્ર પૂજારી રામદાસ જમીનમાં પાક વગેરેના વેચાણનું ધ્યાન રાખે છે. મંદિરનો તમામ ખર્ચ રામ જાનકી મંદિરની જમીન પર ઉગાડવામાં આવેલા પાકને વેચવાના પૈસાથી ચલાવવામાં આવે છે, પરંતુ હવે મંદિરના પૂજારી રામકુમાર દાસને ચિંતા છે કે જ્યાંથી તેમને શ્રી રામનું આધારકાર્ડ કેવી રીતે લાવે અને આ માટે તે ખેતરના માલિક એટલે કે ભગવાન શ્રી રામના ફિંગરપ્રીન્ટ કેવી રીતે લાવવા.

image source

ભગવાનના આધારકાર્ડ વાળી વાત ક્યાંથી આવી

આ બાબતે અટારા એસડીએમ (પેટા જિલ્લા મેજિસ્ટ્રેટ) સૌરભ શુક્લા કહે છે કે તેમણે સરકારની ખરીદી નીતિને ટાંકીને સરકારી ખરીદી કેન્દ્રમાં પાક ન ખરીદવાની અસમર્થતા દર્શાવી હતી. ભગવાનના આધારકાર્ડ વાળી વાત ક્યાંથી આવી તે ફક્ત પૂજારી જ જણાવી શકે છે.

સામાન્ય ખેડુતો તમામ મુશ્કેલીઓ બાદ અને ઘણા દિવસોની રાહ જોયા પછી માંડ માંડ તેમનો પાક વેચી શખે છે, પરંતુ ધાર્મિક સ્થળોના નામે નોંધાયેલ જમીનમાં ઉગાડવામાં આવતા પાક સરકારની શરતોમાં અટવાઈ ગયા છે. ઘઉં વેચવા માટે, પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. આ નોંધણી તે વ્યક્તિના નામે કરવામાં આવે છે જેના નામ પર જમીન છે. મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળોની જમીન સંબંધિત ધાર્મિક સ્થળના નામે રેકોર્ડમાં નોંધાયેલી છે. આ ખરીદી સાથે સમસ્યા છે.

image source

રામરાજમાં કાયદો દરેક માટે સમાન

પરંતુ તરત પૂજારીના આધારકાર્ડના નિવેદનને હેન્ડલ કરતાં એસડીએમ શુક્લાએ કહ્યું કે મેં અન્ય કોઈ સંદર્ભમાં આધારકાર્ડ લાવવા વિશે કહ્યું હશે. સરકારની ડિજિટલ ખરીદી નીતિને કારણે સરકારી ખરીદ કેન્દ્રમાં ઘઉંનું વેચાણ શક્ય ન હોવા છતાં ભગવાન શ્રી રામના આધારકાર્ડ માંગવાનું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. લોકો હસી પણ ઉડાવી રહ્યા છે અને કહે છે કે યુપીના રામરાજમાં કાયદો દરેક માટે સમાન છે, પછી ભલે તે ભગવાન શ્રી રામ હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version