જાણો ક્યાં પહેલા પૈસા ડબલ થશે, નાની બચત યોજનામાં કે મ્યુચ્યુલ ફંડમાં?

લોકો પોતાના પેસા ડબલ કરવા માટે અનેક પ્રકારીન સ્કીમ કે પછી શેર બજારમાં રોકતા હોય છે પરંતુ તેમા જોખમ પણ વધારે રહેલુ હોય છે. જેથી ઘણા લોકો પૈસા પણ સલામત રહે અને યોગ્ય વ્યાજ પણ મળતુ રહે તેવી યોજના પસંદ કરતા હોય છે.

image source

તમારા માટે સૌથી મહત્વપૂર્ણ નિયમ ‘Rule of 72’ને જાણવાનો છે. ભવિષ્યમાં કોઈપણ રોકાણ ની યોજના પહેલાં ન્યુટનના લોનીનૂ જેમ તેનુ પાલન અટલ છે. આ પદ્ધતિમાં આપણે જે પણ યોજનામાં રોકાણ કરવા માંગીએ છીએ તેના પર મળેલા વ્યાજને અમે 72 વડે ભાગી દઈએ છીએ. આમાંથી, એક અંદાજ લગાવી શકાય છે કે તમારા પૈસા કેટલા સમયમાં બમણા થશે.

પૈસા બમણા થવામાં લગભગ 18 વર્ષનો સમય લેશે

image source

ઘણીવાર લોકો તેમની થાપણો ફક્ત બેંક ખાતામાં જ રહેવા દે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે બચત ખાતાઓમાં ફક્ત વાર્ષિક 4% વ્યાજ જ મળે છે. હવે જો તમે તેના પર ‘Rule of 72’ લગાવો તો તમારા પૈસા બમણા થવામાં લગભગ 18 વર્ષનો સમય લેશે. હાલમાં દેશભરની વિવિધ બેંકોની એફડીમાં વાર્ષિક 5% જેટલું વ્યાજ મળે છે. ‘Rule of 72’ અનુસાર, આ વિકલ્પમાં રોકાણ કરવાનો એટલો ફાયદો નથી કારણ કે તે લગભગ 14.5 વર્ષમાં તમારા પૈસાને બમણા કરશે.

9.4 વર્ષમાં નાણાં બમણા થઈ જશે

image source

નાની બચત યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) યોજના છે અને સૌથી વધુ વ્યાજ આપતી યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના છે. સરકાર હાલમાં પીપીએફ પર 7.1%, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6% વ્યાજ આપે છે. ‘Rule of 72’ મુજબ, જો તમે આ યોજનાઓમાં રોકાણ કરો છો, તો અનુક્રમે 10.14 વર્ષ અને 9.4 વર્ષમાં નાણાં બમણા થઈ જશે.

નાણાં આશરે 10.7 વર્ષમાં બમણા થઈ જશે

image source

તેવી જ રીતે, સરકારની બે બોન્ડ યોજના કિસાન વિકાસ પત્ર (KVP) અને રાષ્ટ્રીય બચત પત્ર (NSC) પણ અનુક્રમે 6.9% અને 6.8% વ્યાજ ચૂકવે છે. તેમાં રોકાણ કરીને, ‘Rule of 72’’ મુજબ તમારા પૈસા અનુક્રમે 10.4 વર્ષ અને 10.5 વર્ષમાં બમણા થઈ જશે. જો તમે બોન્ડ માર્કેટમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ્સ લો છો.

image source

બોન્ડનો મુદ્દો એ છે કે તેઓ સુરક્ષિત રોકાણ વિકલ્પો તરીકે માનવામાં આવે છે. તેથી તેઓને સરેરાશ વાર્ષિક 6.6% વળતર મળે છે. આ રીતે, ‘Rule of 72’ ના હિસાબે આ યોજનાઓમાં તમારા નાણાં આશરે 10.7 વર્ષમાં બમણા થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *