ધન્ય છે સરલા બહેનના ભગીરથ પ્રયાસને, ખૂણે ખૂણે ફેમસ થયાં નાની તરીકે, કહે છે દેશ-વિદેશમાં બાળકોને ઓનલાઇન વાર્તા

આ દુનિયા ખુબ મોટી છે અને સાથે સાથે વિચિત્ર પણ ખરી. કારણ કે દરેક લોકોની અહીં અલગ અલગ કહાણીઓ છે. અને આમ પણ આપણે આ ધરતી પર જેટલી વસ્તુઓ જોઈએ એ દરેકની કઇક અને કઇક કહાની રહેલી જ હોય છે. બસ વાત એ છે કે આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. તો આવી જ કહાની ઓ સંભળાવવાનું કામ કરતા એક ૬૫ વર્ષના નાનીની આજે વાત કરવી છે કે જેઓ 10 હજાર બાળકની નાની છે, એટલે કે 65 વર્ષનાં સરલાબેન મિન્નીની અમે વાત કરી રહ્યા છે. એવું છે કે આ નાનીએ બાળકો સાથે તેમનો આ સંબંધ કહાનીઓ સંભળાવીને સ્થાપિત કર્યો છે. તેમના કહેવાનો અર્થ છે કે તેમની વાર્તા ઘણાંબધાં બાળકો સાંભળે છે અને તેમને પોતાની નાની માને છે.

image source

હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો હાલના સમયમાં ન્યૂક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ છે, આ સંજોગોમાં વાર્તાઓ સાંભળવી-સંભળાવવાની પરંપરા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે હવે બાળકોને ટીવી અને મોબાઈલની લત ઊંઘી રીતે લગાડવામાં આવી છે, હા મોબાઈલમાં પણ ઘણું સારું સારું જાણવા લાયક હોય છે પણ લોકો જુએ તો ને. ત્યારે સરલા બહેનની જો વાત કરીએ તો સરલા આજે પણ આ પરંપરાને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યાં છે. તેમના પરિચય વિશે વાત કરીએ તો મૂળ રાજસ્થાનનાં છે અને અત્યારે બેંગ્લુરુમાં રહે છે. પોતાના 10 હજારથી વધારે સબ્સ્ક્રાઇબર્સને પોતાની વાર્તાની 8થી 10 મિનિટની ક્લિપ મોકલે છે. તેઓ ખૂબ જ સુંદર લહેકામાં હિન્દી તથા અંગ્રેજીમાં કહાની સંભળાવે છે.

image source

પણ આ મોટી વાતની શરૂઆત એકદમ નાના પાયે થઈ હતી. અને જે જાણવી પણ ખૂબ જ જરૂરી છે. તો આવો સરલા બેનની શરૂઆત કઇ રીતે થઇ એવા વિશે માહિતી મેળવીએ તો આ વાત 4 વર્ષ અગાઉની છે કે ત્યારે ભત્રીજીએ કહાની રેકોર્ડ કરી મોકલવા કહ્યું. પોતાની જ વાત કરતા સરલાબેન મિન્ની કહે છે, હું મારા પૌત્રોને લાંબા સમયગાળાથી વાર્તા કહેતી હતી. જો કે 21 માર્ચ 2017ના રોજ હું કહાનીવાળી નાની બની ગઈ. હકીકતમાં આ ત્યારે થયું કે જ્યારે સુરતમાં રહેનારી મારી ભત્રીજી પારુલે મને વાર્તા રેકોર્ડ કરી મોકલવા કહ્યું. મેં વાર્તા રેકોર્ડ કરીને મોકલી.

પછી એક નવું જ પનનું ખુલવાનું હતું એના વિશે સરલા તો ઠીક કોઈને નોહતી ખબર. કારણ કે આ વાર્તાઓ જ્યાં-જ્યાં પણ પહોંચી, ત્યાંથી પ્રશંસા મળી. લોકોએ પૂછ્યું કે શું આ પ્રકારની વાર્તા દરરોજ તેમને સાંભળવા મળી શકે છે. આ રીતે કહાનીવાળી નાનીની શરૂઆત થઈ. લોકો તેમની સ્ટાઈલ અને અવાજના દિવાના થઈ ગયા અને એક આદત જેવું થઈ ગયું હતું. શરૂઆતમાં સરલાબેને વ્હોટ્સએપ પર 40 કરતાં વધારે બ્રોડકાસ્ટ ગ્રુપ બન્યાં હતાં. તેમના આ ગ્રુપમાં 10 હજાર કરતાં વધારે નંબર થઈ ગયા છે. એને લીધે કેટલાક દિવસોમાં જ તેમના વ્હોટ્સએપ ક્રેશ થઈ ગયું. ત્યાર બાદ તેમણે ટેલિગ્રામ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું, જેની ઉપર હવે તેઓ બાળકોને વાર્તા મોકલે છે.

image source

પણ આ બધાની વચ્ચે સૌથી સારી અને લોકો સુધી પહોંચાડવા જેવી વાત એ છે કે આ કામ સરલાબેન એકદમ મફતમાં કરી રહ્યા છે. સરલાબેન આ માટે કોઈ ચાર્જ લેતાં નથી. બાળકો પણ તેમને વોઈસ મેસેજ મોકલી કહે છે કે તેમને વાર્તા કેવી લાગી. એટલું જ નહીં, કહાનીવાળી નાનીની ચર્ચા બ્રિટન, અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, દુબઈ જેવા દેશોમાં પણ થાય છે.

આગળ વાત કરતા સરલાબેન કહે છે, હું આશરે 45-50 વર્ષથી મારા ઘરનાં બાળકોને વાર્તા સંભળાવું છું. અગાઉ તો હું ફક્ત એવી જ વાર્તા સંભળાવતી કે જે મને યાદ હોય. અત્યારે હું 350 કરતાં વધારે વાર્તા રેકોર્ડ કરી ચૂકી છું. પોતાની સિદ્ધિ વિશે વાત કરતાં સરલાબેન કહે છે, હું ફિલોસોફી એન્ડ સાઇકોલોજીમાં સ્નાતક છું, પણ મને ક્યારેય જોબ ન મળી. ત્યાર બાદ લગ્ન થઈ ગયાં, પણ જ્યારે બાળકો મોટાં થયાં અને બહાર અભ્યાસ માટે જતાં રહેતાં ત્યારે એકલતાનો અહેસાસ થવા લાગ્યો. ત્યાર બાદ મને લાગ્યું કે મારે અભ્યાસ કરાવવો જોઈએ, મને બાળકો સાથે વધારે સારું લાગે છે. મે સ્નાતકનાં 30 વર્ષ બાદ મોન્ટેસરીનો કોર્સ કર્યો. મેં ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટન્સિંગ પાસ કર્યું.

image source

સરલા બેન મજાકમાં કહે છે કે જ્યારે મે આ કોર્સ કર્યો ત્યારે એ કોર્સમાં મારી દીકરીની ઉંમરનાં બાળકો હતાં. ત્યાર બાદ મે 6 મહિના મોન્ટેસરીમાં અભ્યાસ કર્યાો. ICMASથી અબેકસની તાલીમ લીધી. સ્થળ સાથે વાત કરતા સરલા બેન જણાવે છે કે એ સમયે હું કોલકાતામાં રહેતી હતી. ત્યાર બાદ પરિવાર બેંગ્લુરુ શિફ્ટ થઈ ગયો. કેટલાંક વર્ષ મારી ઉપર ઘરની જવાબદારી હતી. તો હું કંઈ કરી શકી નહીં. જ્યારે રેકોર્ડ કરી લીધી ત્યારે બાળકોને ઘણો સપોર્ટ કરુ છું. હું જે વાર્તા મોકલું છું કે એની પર બાળકોના ઘણા વોઇસ-મેસેજ આવે છે.

image source

સરસ મજાનો એક કિસ્સો જણાવતા સરલા બેન કહે છે કે એક વખત એક ગામમાંથી માતા-પિતાએ કોલ કરી કહ્યું કે આ વાર્તાથી તેમને એટલી બધી મદદરૂપ મળે છે, એ તેમનાં બાળકો કલાકો સુધી સાંભળે છે. એનાથી વોકેબલરી, નોલેજ વધે છે. એ જ રીતે બીજા અભિપ્રાય વિશે વાત કરે છે કે જ્યારે એક વ્યક્તિએ લખ્યું હતું કે મારાં બાળકોને દાદા-નાની નથી. આ વાર્તા બાળકો માટે બેસ્ટ ગિફ્ટ છે. એક તો ખૂબ જ સારો પ્રતિભાવ હતો. એક મહિલાએ લખ્યું કે મારા પતિની તબિયત સારી ન હતી. તેઓ થોડા ડિપ્રેસ્ડ ફિલ કરતા હતા. તેમણે કહ્યું હતું કે કહાનીવાળી નાનીની એક વાર્તા લગાવી દો. સાથે જ એક સુખદ અનુભવ શેર કરતાં તેઓ કહે છે, એક સાત વર્ષના બાળકે મારી વાર્તા સાંભળતાં વાર્તાનો એક બ્લોગ તૈયાર કર્યો છે. તેના માતા-પિતાનો કોલ આવ્યો હતો ત્યારે આ અંગે માહિતી આપી હતી. બાળકો ડોરેમોનથી નીકળીને આ વાર્તાઓ તરફ આવી રહ્યા છે, એ જોઈને મને ખૂબ જ સારું લાગ્યું છે.

image source

ટૂકમાં કહીએ તો એવું કહી શકાય કે 8 વર્ષના હોય કે 38 વર્ષના બધા લોકોને સરલા બેનની વાર્તા સાંભળવી ખૂબ જ સારી લાગે છે. હાલમાં સરલા બેન દરરોજ સાંજે એકથી દોઢ કલાક પોતાની સ્ટોરી આપે છે. તેઓ સપ્તાહમાં બે વખત વાર્તા રેકોર્ડ કરે છે. મંગળવારે તેઓ હિન્દી સ્ટોરી અને શુક્રવારે અંગ્રેજી સ્ટોરી મોકલે છે. એક વાર્તા મોકલ્યાના એક સપ્તાહ સુધી વાર્તા શોધવાની શરૂઆત કરે છે. તેઓ એક વાર્તાની અનેક આવૃત્તિ વાંચે છે. ત્યાર બાદ ઈમ્પ્રૂવાઈઝ કરી પોતાની એક કહાની તૈયાર કરી રેકોર્ડ કરે છે અને લોકોને મોકલે છે

image source

કઈ રીતે બધા કામ પાર પડે છે એના વિશે વાત કરીએ તો સરલાબેન તમામ ટેક્નિકલ કામો માટે તેમના દીકરાની મદદ લે છે. જ્યારે તેણે જોયું કે લોકો મારી વાર્તાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો તેણે મારો ઉત્સાહ વધાર્યો. મને ઓડિયો રેકોર્ડ કરવા, ટ્રીમ કરવા, એને યોગ્ય રીતે લગાવવા તથા પછી ટેલિગ્રામ પર અપલોડ કરતા મારા દીકરાએ શીખવ્યું. હાલમાં સરલાબેન પોતાની ટેલિગ્રામ ચેનલ મારફત વાર્તા મોકલે છે, યુટ્યૂબ ચેનલ મારફત મોકલે છે. અને લોકો સરસ આનંદ સાથે સાંભળે પણ છે. આ સાથે જ સરલાબેન આગળ કહે છે કે, મને મોટાં શહેરોમાંથી લોકોના કોલ આવે છે કે તમે વાર્તાને લઈ કોઈ રકમ શા માટે લેતાં નથી, આજકાલ તો ફ્રીમાં કંઈ જ મળતું નથી. મેં તેમને કહ્યું, કહાનીવાળી નાનીની કહાની ફ્રી મળે છે. હું ફક્ત શહેરોનાં જ બાળકો માટે જ નહી, અંતરિયાળ ગામોનાં બાળકો સુધી મારી વાર્તાઓ મોકલવા ઈચ્છુ છું, વધારેમાં વધારે બાળકો સુધી આ વાર્તા મોકલવા ઈચ્છું છું.

image source

પણ હાલમાં સરલા બેન અને તેમની કહાની ચારેબાજુ વખણાઈ રહી છે. લોકો સરલા બેનના આ કામને વધાવી રહ્યા છે. અને શેર પણ કરી રહ્યા છે. એક તરફ સોશીયલ મીડિયા સમક્ષ ખરાબ વાતાવરણ જોર પકડી રહ્યું છે પણ સરલા બેનની આ વાત એક પોઝિટિવ એનર્જી ઊભી કરી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત