સરોજ ખાનના માતા-પિતા એક સમયે રહેતા હતા પાકિસ્તાનમાં, એક ઘટનાએ જીંદગી બદલી નાખી..

ભારતના વિભાજન બાદ સરોજ ખાનના માતાપિતા આવ્યા હતા ભારત – એક અકસ્માતે બદલી નાખ્યું જીવન

image source

કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થઈ ગયું છે. તેમની ઉંમર 71 વર્ષની હતી. તેમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી થયું છે. સરોજ ખાન ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ હતા. તેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમય સુધી કામ કર્યું છે. સરોજ ખાનની કોરિયોગ્રાફી લોકોને ખૂબ પસંદ હતી. અને આજે તેમના અવસાનથી બોલીવૂડ તેમજ તેમના ફેન્સ દુઃખી છે.

સરોજ ખાનના માતાપિતા પાકિસ્તાનમા રહેતા હતા. ભારતના વિભાજન બાદ તેઓ ભારત આવ્યા હતા. સરોજ ખાને પોતે જ આ વિષે જણાવ્યું હતું. એક ટેડ ટોક્સ દરમિયાન સરોજ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો, ‘મારા માતાપિતા પાકિસ્તાન રહેતા હતા. તેઓ ખૂબ ધનવાન હતા. પણ કિસ્મતને કોઈ જ નથી બદલી શકતું.

image source

1947માં થયેલા પાર્ટિશનમાં મારા માતા-પિતા ભારત આવી ગયા. તે સમયે તેમની પાસે માત્ર કપડાં, સોનું અને રૂપિયા જ હતા. પણ તેમની બેગ બદલાઈ ગઈ. કોઈ તેમની બેગ લઈ ગયું હતું અને પોતાની બેગ છોડી ગયું હતું, જેમાં માત્ર કેટલાક ગંદા વસ્ત્રો જ હતા. હવે તેમના પરેરેન્ટ્સ પાસે કશું જ નહોતું.’

‘ત્યાર બાદ મારા માતાપિતા મુંબઈ આવ્યા. તે સમયે મારો જન્મ નહોતો થયો. મારો જન્મ 1948માં થયો હતો. પણ જ્યારે હું જન્મી ત્યારે મારા માતાપિતા પાસે પૈસા નહોતા. તેઓ ખૂબ ગરીબ હતા.’

image source

સરોજ ખાનનો જન્મ કીશનચંદ સાધુ સિંઘ અને નોની સિંઘના ઘરે થયો હતો. તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત એક બાળ કલાકાર તરીકે માત્ર 3 વર્ષની ઉંમરે ફિલ્મ નઝરાનામાં કરી હતી. તેમણે ફિલ્મની હીરોઈન શ્યામાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ તેમણે 1950ના દાયકાના અંતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરવાનુ શરૂ કર્યું.

13 વર્ષની ઉંમરે 43 વર્ષના ડાન્સર સાથે કર્યા હતા લગ્ન

તેમણે ફિલ્મ કોરિયેગ્રાફર બી. સોહન લાલ હેઠળ ડાન્સ શીખવાનો શરૂ કર્યો હતો. અને ત્યાર બાદ માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ 43 વર્ષના સોહન લાલને પરણી ગયા હતા. તેઓ પહેલેથી જ મેરીડ હતા અને તેમને ચાર બાળકો પહેલેથી જ હતા જેની સરોજને ખબર નહોતી. ત્યાર બાદ તેમણે પોતાની જાતને કોરિયોગ્રાફીમાં સમર્પિત કરી દીધી.

image source

સૌ પ્રથમ તેઓ આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર બન્યા ત્યાર બાદ તેમને સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો. ફિલ્મનું નામ હતું ગીતા મેરા નામ જે 1974માં આવી હતી. જો કે તેમણે પોતાની ઓળખ બનાવવા માટે ઘણા વર્ષો રાહ જોવ પડી હતી. અને તે તેમને છેક 1987માં ફિલ્મ મિ. ઇન્ડિયાના ગીત હવા હવાઈ વખતે મળી હતી. ત્યાર બાદ તેમને ઉત્તરોત્તર સફળા મળવા લાગી હતી.

image source

80ના દાયકામાં તેમને ફિલ્મ નાગીન તેમજ ચાંદનીમાં શ્રીદેવીને કોરિયોગ્રાફ કરીને ખૂબ નામના મળી હતી, ત્યાર બાદ તેમણે માધુરી દીક્ષીત સાથે ફિલ્મ તેઝાબનું ગીત એક-દો-તીન કોરિયોગ્રાફ કર્યું જે સુપર ડુપર હીટ રહ્યું, ત્યાર બાદ તમ્મા તમ્મા લોગે, ધખ ધક કરને લગા, પછી તેણીએ ક્યારેય પાછુ વાળીને નથી જેયું. અને બોલીવૂડના અત્યંત સફળ કોરિયોગ્રાફર બન્યા.

Source: aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત