Site icon News Gujarat

ભવ્ય જીવનથી દુર વસે છે શ્રીકુષ્ણ અને બધા જ કામો કરે છે જાતે, બીજી આ વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ

ભવ્ય જીવનથી દુર વસે છે શ્રીકુષ્ણ અને બધા જ કામો જાતે કરે છે. વધુ જાણો

image source

શ્રી કૃષ્ણ એક એવું પાત્ર છે જે સાક્ષાત ભવ્ય છે. પૌરાણિક કાળમાં એક માત્ર કૃષ્ણ જ એવું પાત્ર હતા, જેમનું જીવન અનેક કઠણાઈથી ભરેલું હોવા છતાં એમના ચહેરા પર તેજ સહજ જોવા મળતું હતું. પછી એ કૃષ્ણનું આપણા મનમાં સર્જાતું સ્વરૂપ હોય કે ટીવી સીરીયલોમાં કૃષ્ણના પાત્ર ભજવનારા અભિનેતા હોય. કૃષ્ણ હંમેશાથી શાંત અને ચહેરા પર હાસ્ય વહાવતા સહજ વ્યક્તિત્વ તરીકે જ પૌરાણિક કાળમાં અસ્તિત્વ ધરાવે છે. પછી એ જીવન હોય કે જીવવાની રીત હોય. પણ શું શ્રી કૃષ્ણનો રોલ ભજવનારા શ્રી કૃષ્ણ પણ વાસ્તવિક જીવનમાં આટલા જ સહજ હોઈ શકે છે?

image source

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કૃષ્ણ વિષે જે કૃષ્ણ આપણા મનમાં પોતાનો આકાર લઈ ચુક્યા છે. આ વાત છે 1993ની જ્યારે દુરદર્શન પર આ ‘શ્રીકૃષ્ણા’ ટીવી સીરીયલ આવતી હતી. રામાનંદ સાગરના ટીવી સીરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર સર્વદમન ડી કૃષ્ણ તરીકે જ આટલી ખ્યાતી પામ્યા છે. હાલમાં તેઓ પ્રકૃતિની વચ્ચે ખુશનુમા માહોલમાં પોતાના જીવનના ખૂબસૂરત સમયને જીવી રહ્યાં છે. 5 જૂન પર્યાવરણ દિને તેમની વૃક્ષારોપણ કરતી તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

image source

આ ફોટાઓમાં કૃષ્ણનું એ નિર્મળ હાસ્ય જોવા મળે છે. જેણે આપણને બાળપણમાં કૃષ્ણના સાક્ષાત્કાર કરાવ્યા હતા. કૃષ્ણા સીરીયલના કૃષ્ણ એટલે કે સર્વદમન પ્રકૃતિની વચ્ચે લીલા કુરતામા જોવા મળી રહ્યા છે. ઘણા વર્ષો પછી જો તમે એમને જોઈ રહ્યા છો, તો એમને ઓળખવા પણ તમને થોડા મુશ્કેલ લાગશે. કારણે કે વધતી ઉમર સાથે તેમનો લુક ઘણો બદલાઈ ચુક્યો છે.

image source

એક દાયકામાં કૃષ્ણની છબીમાં દર્શકો એમને જ શોધતા હતા, એવા અનેક લોકોના મનસપટ પર અંકિત થઇ ગયેલા સર્વદમન ઘણા લાંબા સમયથી એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં જોવા મળ્યાં નથી. પણ કૃષ્ણની જેમ જ તેમનું વ્યક્તિત્વ સહજ છે. પ્રકૃતિ સાથે તેમનો ઘણો જુનો સબંધ છે. તેઓ પર્વતો અને નદીઓની વચ્ચે એક પોતાનું મેડિટેશન કેન્દ્ર પણ ચલાવે છે.

કૃષ્ણ સ્વરૂપે આપણા મનમાં અંકિત થયેલા સર્વદમન “પંખ” નામનું પોતાનું જ એક NGO પણ ચલાવે છે, જેમાં લગભગ 200 બાળકો અભ્યાસ કરે છે. આ બધા જ બાળકોની તમામ જવાબદારી સર્વદમન ખુદ જ સંભાળે છે.

image source

એમના વર્તમાન અભિનયની વાત કરીએ તો છેલ્લે તેઓ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોનીમાં, ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની ભૂમિકામાં જોવા મળ્યાં હતા. સર્વદમને ‘શ્રીકૃષ્ણા’ સિવાય ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’ જેવી ટીવી સીરીયલમાં પણ કામ કર્યું હતું.

સર્વદમનની અભિયનકલા હંમેશા ઉત્તમ રહી છે. કદાચ આ જ કારણ છે કે એમની એક્ટિંગને એટલી વખાણવામાં આવતી હતી. એમનો આ શો ‘શ્રીકૃષ્ણા’ લોકડાઉનના કારણે હાલમાં જ દૂરદર્શન પર રી-ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version