સસરા જમાઈની જોડી એ સોની માટે બની માથાનો દુખાવો, જાણવાજેવા સમાચાર.

સસરા-જમાઈની મીલીભગત, અનોખી તરકીબથી સોની વેપારીને છેતર્યા

આજકાલ રાજ્યમાં છેતરપીંડીના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ઘરના લોકોનો જ છેતરપિંડીનો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો રાજકોટમાં નોંધાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. વેપારી સાથે રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો છે.

image source

આ ઘટનામાં રાજકોટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે. આમતો રંગીલા રાજકોટમાં અજીબો ગરીબ ક્રાઈમના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક અનોખી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરા-જમાઈએ સોની વેપારીઓને ઠગવા નવી ટ્રીક અપનાવી લાખ્ખોનો ચૂનો લગાવ્યો છે.

image source

વાત જાણે એમ છે કે શહેરના સોનીબજારમાં ભાવના જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં નવીનભાઇ ભીંડીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેની દુકાન પર એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ પોલીસના ડ્રાઇવર સાગર મિયાવડા તરીકે આપી હતી. તેના સાહેબને દાગીના ખરીદવાના છે તેમ કહી ફોનમાં વાત કરાવી હતી અને ફોન પર વાત કરનાર શખ્સે પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો, અને ડ્રાઇવર કહે તે મુજબ દાગીના આપવાનું કહ્યું હતું.

image source

તેણે સોનાની બે ચેઇન લીધી, જેની કિંમત ૭૧૭૭૫ થઇ હતી, સાગર ૭૧૩૦૦ આપી દાગીના લઇ જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરીથી સાગર ગયો હતો અને રૂ.૩, ૨૬,૩૨૦ની કિંમતની સોનાની માળા અને ૧૨ વીંટી ખરીદ કરી હતી અને તે પેટે રૂ.૧.૯૩ લાખ આપ્યા હતા, બાકીના રૂ.૧.૨૮ લાખ સાહેબ હાલમાં ગાંધીનગર છે આવીને આપી જશે તેમ કહી ફરીથી એ શખ્સ સાથે ફોન કરાવતા વેપારીએ દાગીના આપી દીધા હતા.

image source

જોકે ઘણા દિવસો બાદ પણ પૈસા નહિ મળતા વેપારીએ ફોન કરી નાણાંની ઉઘરાણી કરી ત્યારે એ શખ્સે પોતે તપાસના કામે જામનગર હોવાનું અને બે દિવસમાં આવી પૈસા આપી જશે તેમ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ પૈસા નહીં મળતાં વેપારીને છેતરાયાની શંકા જતાં તેમણે સોનીબજારમાં આ અંગે વાત કરતાં સોનીબજારમાં જ દુકાન ધરાવતાં એક વેપારી પાસેથી પણ આ બે શખ્સોએ રૂ.૧.૨૪ લાખના દાગીના મેળવ્યા હતા અને તેના બદલામાં માત્ર ૨૮ હજાર આપી બાકીના રૂ.૯૬ હજાર નહીં આપ્યાનું ખુલ્યું હતું.

image source

સમગ્ર મામલા પરથી સોની વેપારીએ ફરિયાદ નોંધાવી અને તપાસ તેમજ સીસીટીવીના આધારે માલુમ પડ્યું કે, પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓ સોનુ લઈ ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ પરથી બે શખ્સોનું નામ સ્પષ્ટ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જોકે પોલીસે એક શખ્સની ધરપકડ કરી ત્યારે સ્પષ્ટ થયું હતું કે બીજો શખ્સ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો પરંતુ તેને ડસ્ટબીન કૌભાંડમાં મનપા દ્વારા બરતરફ કરાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત