કરુણ ઘટના: સાસરામાં પગ મુકતા પહેલા જ વહુએ રસ્તામાં ગુમાવ્યો જીવ, ડોલી સાથે ઉઠી અર્થી પણ

સાસરામાં પગ મુકતા પહેલા જ વધુએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો, ડોલી સાથે અર્થી પણ ઉઠી હતી

જે દીકરીના લગ્ન ધામધુમથી કરીને સાસરે વિદાય કરી હતી એ જ દીકરી જ્યારે સાસરે ન પહોચી શકે ત્યારે પિયરના લોકોને કેટલું દુખ થાય. અચાનક જ રસ્તા વચ્ચે કોણ જાણે એને શું મનમાં આવ્યું કે એણે સાસરે જવાને બદલે મોતને ગળે લગાડવાનું પસંદ કર્યું. પિયરમાંથી ડોલી ઉઠી હતી એના બે દિવસ પછી જ દુલ્હનની અર્થી પણ ઉઠી. દરેકને હચમચાવી નાખનારી આ ઘટના રાજસ્થાનના સવાઈ માધોપુરની છે. દુલ્હનની આત્મહત્યાના કારણો હજી સુધી સામે આવ્યા નથી.

image source

33 કલાક પછી લાશ મળી હતી

સવાઈ માધોપુરમાં ચંબલ નદીમાં કુદીને પોતાનો જીવ આપનારી આ દુલ્હનની લાશ લગભગ ૩૩ કલાક પછી સોમવારે મોડી રાત્રે નદીમાં ૫૦ ફૂટની ઊંડાઈથી મળી હતી. પહેલા તો પોલીસે આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી, ત્યારબાદ લાશ પરિવારના લોકોને આપવામાં આવી હતી. આ વધુના મંગળવારે અંતિમ સંસ્કાર પણ પિયરમાં જ કરવામાં આવ્યા હતા.

હસમુખ સ્વભાવની હતી અંજુ

image source

વધુના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે અંજુ ઘણી હસમુખ સ્વભાવની હતી. એ ઘણી મળતિયા સ્વભાવની પણ હતી. એક સમય તો આ વાત પર કોઈને વિશ્વાસ પણ ન આવ્યો કે લગ્ન પછી પિતાના ઘરેથી ખુશી ખુશી વિદાય થયેલી દીકરી રસ્તામાં જ પોતાનો જીવ આપી દેશે.

અલ્લાપુર ગામની હતી વધુ

મળતી માહિતી મુજબ સવાઈ માધોપુરના ગામ અલ્લાપુર નિવાસી રામપ્રસાદ સૈનીની દીકરી અંજુ સૈનીના લગ્ન શનિવારના દિવસે થયા હતા. જાન મધ્યપ્રદેશના શ્યોપુર જીલ્લામાંથી આવી હતી. દુલ્હા અને દુલ્હનને રવિવારની સવારે વિદાય આપવામાં આવી હતી. જ્યારે જાનની ગાડી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર આવેલા પાલી બ્રીજ પાસે પહોચી ત્યારે, દુલ્હને કાર ઉલટી થાય છે એમ કહીને રોકાવી હતી.

image source

ઉલટી કરવાના બહાને ગાડી રોકવડાવી

અંજુએ ડ્રાયવરને ગાડી રોકાવડાવા પ્રયત્ન કર્યો હતો, પણ ચાલકે બારી ખોલીને કરી લેવાનું સૂચવ્યું હતું પણ એણે કારને રોકી નહી. જો કે અંજુએ થોડાક આગળ જઈને ફરી ગાડી રોકવા માટે કહ્યું હતું. એવામાં એણે ફરી ગાડી રોકવા કહ્યું, પણ ચાલકે ન રોકી એટલે એણે ડ્રાયવરના સ્ટીયરીંગ પરના હાથને પકડયો એટલે ગાડીનું સંતુલન બગડવા લાગ્યું આમ થતા ચાલકે કાર ઉભી રાખી. આ દરમિયાન દુલ્હાને ઊંઘ આવી ગઈ હતી. અને ગાડી રોકાતા જ દુલ્હન ગાડી માંથી નીચે ઉતરીને રેલીંગ પરથી નદીમાં કુદી ગઈ હતી.

image source

ડૂબતા જોઈ રહ્યા પણ બચાવી શકયા નહિ

બોલેરો ચાલક હકીમના કહ્યા પ્રમાણે અંજુએ પહેલા જયારે નદીમાં છલાંગ લગાવી ત્યારે શરૂઆતમાં એ પાણીમાં ડૂબી ગઈ અને પછી અચાનક ઉપર આવીને છટપટાવા લાગી. પણ ચાલક અને વર એમ બેયને તરતા આવડતું ન હતું. એવામાં ઈચ્છવા છતાં પણ કોઈ એની સહાય કરી શક્યું નહી. જો કે આ સુચના મેળવીને પોલીસ SDRF ટીમ સાથે મદદ માટે પહોચી અને દુલ્હનની તલાશ શરુ કરવામાં આવી હતી.

લાશ ૫૦ ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલી હતી

image source

સોમવારની રાત્રે SDRF ટીમના પ્રભારી હરિપ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે દુલ્હનની લાશ લગભગ ૫૦ ફૂટ ઊંડા પાણીમાંથી મળી આવી હતી. SDRFની ટીમ દ્વારા પહેલા નદીના પાણીને વાઈબ્રેટ કરવામાં આવ્યું હતું. નદીના પાણીને વાઈબ્રેટ કર્યા પછી એક પ્રકારના જાળને એમાં નાખવામાં આવ્યું હતું. આ જાળમાં દુલ્હનની લાશ ફસાઈ ગઈ અને એને નીકળવામાં આવી. ઉલ્લેખનીય છે કે વધુની અંતિમ સંસ્કાર વિધિ મગળવારે પિયરમાં કરવામાં આવી હતી.

આત્મહત્યા બની એક રહસ્ય

image source

આ આત્મહત્યા એક રહસ્ય બનીને રહી ગઈ છે. જો કે શરૂઆતમાં સામે આવ્યું હતું કે અંજુ લગ્નથી ખુશ હતી. પણ આ પ્રકારે અંજુએ ઉપાડેલું પગલું હજી પણ સસરા અને પિયર બંને તરફના લોકો માટે એક રહસ્ય સમાન બની ગયું છે. પિયરમાં જ્યારે દીકરીની અંતિમ સંસ્કાર વિધિ થઇ તો આખાય પિયરમાં ખળભળાટ મચી ગયો હતો.

Source: OneIndia.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત