કન્યા શોધી સસરાને સરપ્રાઈઝ આપવું છે’, સિનિયર સિટિઝન પસંદગી મેળામાં વાંચો તો ખરા જમાઇઓનું શું કહેવું છે

કહેવાય છે ને કે એકલતા વૃદ્ધાવસ્થામાં જ સૌથી વધુ જણાય છે. આ સમયે જો કોઈ સાથી સાથે ન હોય તો આ સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે. વળી આ સમય એવો હોય છે જ્યારે કોઈ વ્યક્તિ એકબીજા સાથે ત્યારે જ રહી શકે છે જ્યારે તેમને ફક્ત હુંફની જરૂર હોય છે. વૃદ્ધાવસ્થામાં માત્ર જીવનસાથી જ સાથ આપી શકે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની વૃદ્ધાવસ્થાનો સમય શરુ થાય ત્યારે તેમના સાથી તેમની સાથે નથી હોતા.

image source

જેમને જીવનના આ તબક્કામાં સાથીની જરૂર હોય છે તેમના માટે અનુબંધ નામનું ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી પસંદગી મેળો યોજે છે. આ પસંદગી મેળાના માધ્યમથી અનેક લોકોના ઘર વસ્યા છે. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિવિધ પસંદગી મેળા અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાઈ ચુક્યા છે. જેમાં 150થી વધુ સિનિયર સિટિઝનના લગ્ન થઈ ચુક્યા છે. તાજેતરમાં પણ આવો જ એક પસંદગી યોજાયો હતો. જેમાં પહેલીવાર બે જમાઈ આવ્યા હતા અને તેઓ પોતાના સસરા માટે કન્યા શોધતા હતા.

image source

આ અંગે જાણવા મળતી વિગતોનુસાર આ બંને જમાઈ મુંબઈ અને પાલનપુરના રહેવાસી હતા અને તેઓ પોતાના 64 વર્ષના અને 65 વર્ષના સસરા માટે કન્યા શોધવા આવ્યા હતા. આ સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી તેમના દ્વારા આયોજિત સિનિયર સિટિઝન પસંદગી મેળામાં એવા લોકો વધારે આવે છે જે તેમના માતા-પિતા કે સાસુ-સસરા માટે જીવનસાથી શોધવા ઈચ્છતા હોય.

image source

તેમનું કહેવું છે કે ઘણા લોકો એવા પણ હોય છે જે પહેલા પોતાના માતા-પિતાના બીજા લગ્ન કરવાની વાતનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ હવે તેઓ જ ઈચ્છે છે કે વૃદ્ધાવસ્થામાં તેમના માતાપિતા એકલવાયું જીવન ન જીવે.

image source

આવું જ ઈચ્છતા અતુલ ભાનુશાળીએ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા તેમના સાસુ ગુજરી ગયા હતા, ત્યારબાદ સસરા બહુ જ દુઃખી રહેતા હતા. તેવામાં હવે તેમણે વિચાર્યું છે કે સસરાની એકલતા દૂર કરવા તેમના બીજા લગ્ન કરાવવા છે.

image source

તેઓ હવે કોઈપણ સમાજની કન્યા શોધે છે કન્યા મળી જતા તે તેમના સસરાના લગ્ન કરાવી દેશે. આ સિવાય વિશાલ ચૌધરીનું જણાવવું છે કે, તેમના સસરાને સુખ-દુઃખની વાત શેર કરવા એક સાચા જીવનસાથીની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત