Site icon News Gujarat

સાસરીવાળાનો પ્રેમ જોઈ ભાવુક થઈ મૌની રોય, ઘરમાં નવી દુલહનનું થયું શાનદાર સ્વાગત

ટીવી એક્ટ્રેસ મૌની રોયે તેના લાંબા સંબંધો બાદ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. અભિનેત્રીના લગ્ન બાદથી જ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે અભિનેત્રીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં અભિનેત્રી તેના સાસરિયાના ઘરમાં પ્રવેશતી જોવા મળી રહી છે. વિડિયોમાં અભિનેત્રી તેના સાસરિયાં તરફથી તેના સ્વાગત પર રડતી જોવા મળી હતી. તો તે પણ તેના સાસરિયાના ઘરે તેનું ભવ્ય સ્વાગત જોઈને આનંદથી ઉછળી પડી હતી.આ સાથે જ અન્ય એક વીડિયોમાં અભિનેત્રી લગ્ન પછીની વીંટી શોધવાની વિધિ કરતી જોવા મળે છે.

image soucre

સામે આવેલા આ વિડિયોમાં અભિનેત્રી તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે રિંગ શોધવાની ગેમ રમતી જોવા મળી હતી. અંતે મૌની સૂરજ સમક્ષ રિંગ શોધીને ગેમ જીતે છે. તો ગૃહ પ્રવેશના આ વીડિયોમાં, મૌની રોયનું તેના સાસરિયાના ઘરે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગાઉ, અભિનેત્રીએ તેના લગ્ન પછી તમામ વિધિઓની તસવીરો ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીની આ તસવીરો તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. હલ્દી, મહેંદીથી લઈને વેડિંગ સુધીના તમામ ગેટ અપમાં અભિનેત્રીનો લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

image soucre

તમને જણાવી દઈએ કે ટીવીની પ્રખ્યાત અભિનેત્રી મૌની રોયે તેના લાંબા સંબંધો પછી બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 27 જાન્યુઆરીએ સાત ફેરા લીધા હતા. બંનેએ ગોવામાં પોતાના ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રીના લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.

કપલની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, મૌની સૂરજને પહેલીવાર વર્ષ 2019માં દુબઈમાં મળી હતી. તેમની પ્રથમ મુલાકાત પછી, બંને એકબીજાને વારંવાર મળવા લાગ્યા અને ટૂંક સમયમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2022 માં ત્રણ વર્ષ પછી, મૌની અને સૂરજે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણય પછી, બંનેએ વર્ષના પ્રથમ મહિનામાં લગ્ન કરી લીધા.

image soucre

જાણકારી માટે તમને જણાવી દઈએ કે મૌની અને સૂરજ 2019 થી ડેટ કરી રહ્યા હતા. જ્યારે મૌની એકતા કપૂરના નાગિન સહિતના ઘણા ટીવી શો માટે લોકપ્રિય છે, જ્યારે સૂરજ દુબઈમાં રહેતો બિઝનેસમેન છે.

અભિનેત્રીના પતિ સૂરજ નામ્બિયાર દુબઈમાં રહે છે, તે એક બેંકર અને બિઝનેસમેન પણ છે. તેઓ બેંગ્લોરના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મૌની રોય અને સૂરજ નામ્બિયાર મંદિરા બેદીના ઘરે મળ્યા હતા. મંદિરા બેદી મૌની રોયની બેસ્ટ ફ્રેન્ડ છે.

image soucre

મૌની રોયે ટીવી સિરિયલમાં આદર્શ દીકરી અને વહુની ભૂમિકા ભજવી છે. જે બાદ તે એકતા કપૂરની નાગીન સિરિયલથી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. આ પછી તેને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાની તક પણ મળી. હાલમાં જ તે ફિલ્મ ‘વેલે’માં પણ જોવા મળી હતી, જેમાં તે અભય દેઓલ સાથે જોવા મળી હતી. અહેવાલ છે કે મૌની રોય ફરી એકવાર ટીવીની દુનિયામાં ધમાલ મચાવવા જઈ રહી છે.

Exit mobile version