સસ્તા ભાવે મળી રહ્યા છે આ આકર્ષક ફીચરવાળ સ્માર્ટફોન, કરી લો આ લિસ્ટ પર એક નજર

ઘણીવાર લોકો એવો સ્માર્ટ ફોન ખરીદવા માંગે છે, જેમાં સારું પર્ફોમન્સ હોય. આ સમયે વિવિધ ભાવે સ્માર્ટફોન જબરદસ્ત ફીચર્સ થી સજ્જ થઈને તે બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જો તમને પૂછવામાં આવે કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમે સૌથી વધુ ધ્યાન શું આપો છો, તો તમારો જવાબ શું હશે?

image source

લોકો સામાન્ય રીતે કહે છે, કે તેઓ ઓછા બજેટમાં વધુ સુવિધાઓ મળે તેવો સ્માર્ટફોન ખરીદવાનું પસંદ કરશે. આજે અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં છ જીબી રેમ સાથે પાવરફુલ પ્રોસેસર છે. તે લાજવાબ કેમેરા વાળા આ સ્માર્ટફોનની કિંમત પંદર હજાર રૂપિયાથી પણ ઓછી છે.

ઓપ્પો એ-૩૧ :

image source

ચીનની સ્માર્ટ ફોન નિર્માતા કંપની ઓપ્પો ભારતીય બજારમાં એકદમ ધૂમ મચાવી રહ્યો છે. આ કંપનીના સ્માર્ટફોન ઓછી કિંમતે તેમના શ્રેષ્ઠ ફીચર્સ માટે જાણીતા હોય છે. આ સ્માર્ટફોનમાં છ જીબી રેમ અને એક સો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ મળી રહ્યું છે. તેમાં ૬.૫ ઇંચની ડિસ્પ્લે છે. આ ફોન મીડિયાટેક ૬૭૫ ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે. તેમાં બાર પ્લસ બે પ્લસ બે એમપી રિયર કેમેરા સેટઅપ અને આઠ એમપી ફ્રન્ટ કેમેરા છે. આ ફોનની કિંમત લગભગ બાર હજાર રૂપિયા જેટલી છે.

રેડમી-૯ પાવર :

image source

રેડમી સ્માર્ટ ફોન નવીનતમ તકનીક પર આધારિત છે અને લોકોને પસંદ છે. રેડમી નાઈન પાવર સ્માર્ટ ફોનમાં છ જીબી રેમ અને એક સો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં ૬.૫૩ ઇંચની ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન સાત સો બાસઠ પ્રોસેસર છે. તેમાં અડતાલીસ એમપી નો રિયર કેમેરા સેટઅપ અને આઠ એમપીનો ફ્રન્ટ કેમેરા છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ તેર હજાર રૂપિયા જેટલી રાખવામાં આવી છે.

વીવો વાય-૨૦ :

image source

વીવો સ્માર્ટ ફોન પણ સુવિધાઓની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. વીવો વાય-૨૦ સ્માર્ટફોનમાં ૬ જીબી રેમ અને ચોસઠ જીબી સ્ટોરેજ મળી રહ્યું છે. તેમાં ૬.૫૧ ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં તેર એમપી+ બે એમપી+ બે એમપી રિયર કેમેરા સેટઅપ અને આઠ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તેની કિંમત આશરે ચૌદ હજાર રૂપિયા જેટલી રાખવામાં આવી છે.

રીયલમી નાર્જો-૩૦ એ :

image source

રીયલ મી નાર્જો ત્રીસએ માં ૬.૫ ઇંચ એચ.ડી. ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનું રેઝોલ્યૂશન ૭૨૦*૧૬૦૦ પિક્સલ છે. ડિસ્પ્લેની સ્ટાઇલ વોટરડ્રોપ નૉચ છે. આ ફોનમાં મીડિયાટેક હીલિયો જીપંચ્યાસી પ્રોસેસર છે. સ્માર્ટ ફોનમાં ત્રણ જીબી અને ચાર જીબીની રેમ અને બત્રીસ જીબી અને ચોસઠ જીબીના સ્ટોરેજનું ઓપ્શન પણ મળે છે. કેમેરાની વાત કરીએ તો ફોનના બેક પેનલ પર ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપેલું છે. તે ફોનની કિંમત નવ હજાર ચાર સો નવાણું રૂપિયા છે.

સેમસંગ ગેલેક્સી એમ-૨૧ :

image source

સેમસંગ ગેલેક્સી એમ સિરીઝ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી અને રીયલમી જેવી કંપનીઓને ટક્કર આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે. આ સ્માર્ટફોન ની અંદર પ્લાસ્ટિક બોડી ની સાથે આપવામાં આવે છે જેની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે, અને આ સ્માર્ટફોન ની અંદર કંપનીનું પોતાનું એક્સઝીનોસ છનું અગિયાર ચિપસેટ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા બાર હજાર નવસો નવાણું રાખવામાં આવ્યા છે, અને તેની અંદર બ્લુ અને બ્લેક આ બે કલર ઓપ્શન આપવામાં આવે છે. આ સ્માર્ટ ફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!