કોરોનામાં ફરવું છે પણ બજેટ નથી? તો આ જગ્યાએ ફરી લો સાવ સસ્તામાં, આવશે જોરદાર મજ્જા

લોકો પોતપોતાના સમય અનુસાર નવી નવી જગ્યાઓએ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. નવી જગ્યાઓએ જવું અને ત્યાં કામકાજની માથાકૂટ મૂકી નિરાંતનો સમય માણવો કોને ન ગમે ? પરંતુ કોરોના મહામારીને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોને પોતપોતાના ઘરોમાં રહીને જ સમય વિતાવવો પડ્યો હતો. જો કે હવે જેમ જેમ કોરોનાના કેસો ઓછા થાય છે તેમ તેમ લોકો ફરથી હરવા ફરવા બહાર નીકળી રહ્યા છે.

image source

અમુક લોકો એવી જગ્યાઓએ ફરવા જવાનું પસંદ કરે છે કે જ્યાં તેઓ વહેલા પહોંચી શકે એટલે કે તેઓને ત્યાં જવા આવવામાં વધુ સમય વિતાવવો પસંદ નથી. જો તમે દિલ્હી એનસીઆર બાજુ રહેતા હોય અને એવા હિલ સ્ટેશનની શોધમાં હોય કે જ્યાં વિકેન્ડની રજાઓ માણી શકાય અને ત્યાં જલ્દીથી પહોંચી પણ શકાય તો આવી જ અમુક જગ્યાઓ વિશે અમે તમને અહીં માહિતી આપવાના છીએ.

પરવાણું

હિમાચલ પ્રદેશમાં આવેલા પરવાણું એક ખુબસુરત જગ્યા છે. દિલ્હીથી અહીં આવવા માટે લગભગ 260 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે. જે અંદાજે 5 કલાકથી ઓછા સમયની યાત્રામાં કપાઈ જાય છે. આ હિલ સ્ટેશન પર તમને સુંદર પહાડો અને બગીચાઓ જોવા મળશે. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો અને કેબલ કારમાં બેસીને પ્રકૃતિના અદભુત દ્રશ્યો પણ નિહાળી શકો છો.

લેંસડાઉન

image source

દિલ્હી થી લેંસડાઉનનું અંતર લગભગ 280 કિલોમીટરનું છે. અને આ અંતર તમે અંદાજે 6 કલાકની યાત્રા કરીને કાપી શકો. જો તમે એક પ્રકૃતિ પ્રેમી હોવ અને તમને શાંત જગ્યાઓ પસંદ હોય તો તમારા માટે આ એક સારી જગ્યા છે. અહીં તમે ટીપ ઇન ટોપ, ભૈરવગઢી જેવા સ્થળોએ ફરવા જઇ શકો છો. એ સિવાય તમે અહીંના ભુલ્લા તળાવમાં બોટિંગની મજા પણ માણી શકો છો.

ઋષિકેશ

image source

ઋષિકેશ દિલ્હીથી ઘણું નજીક છે. દિલ્હીથી અહીં આવવા માટે અંદાજે 5 કલાકથી પણ ઓછો સમય લાગે છે કારણ કે દિલ્હીથી અહીંનું અંતર લગભગ 264 કિલોમીટર જેટલું છે. ધાર્મિક સ્થાનો માટે જાણીતા ઋષિકેશમાં તમને કેમ્પિંગ, બંજી જમ્પિંગ અને રાફટિંગની મોજ માણી શકો છો.

નૈનિતાલ

image source

દિલ્હીથી નૈનિતાલનું અંતર લગભગ 323 કિલોમીટરનું છે અને તેના માટે અંદાજે 6 કલાક જેટલી મુસાફરી કરવી પડે છે. ઉત્તરાખંડમાં આવેલ નૈનિતાલ એક ખુબસુરત જગ્યા છે. અહીંના નૈની તળાવમાં મોટાભાગના પર્યટકો ફરવા માટે આવે છે. અહીં તમે બોટિંગનો આનંદ પણ લઈ શકો છો. એ સિવાય નૈનિતાલમાં તમે મોલ રોડની મુલાકાત પણ લઈ શકો છો. અહીંના ટીપ ઇન ટોપથી સૂર્યોદયનો અદભુત નજારો દરેક પર્યટકને આકર્ષે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!