હજુ હાથની મહેંદી સુકાઈ નહોતી ત્યાં જ સાસુને નડ્યો અકસ્માત, દિકરીની જેમ સેવા કરી રહી છે વહુ

આપણે સમાજમા સાસુ વહુના જઘડાના કિસ્સા તો ઘણા શાંભળ્યા હશે. ટીવી સિરિયલોમાં પણ આ સંબંધોને લઈને અનેક કિસ્સાઓ બતાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમને ખુબ આનંદ થાશે. કારણ કે આજના આ ભૌતિક યુગમાં સાસુ વહુનો આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. આજના આ મોડર્ન યુગમાં જ્યા બાળકો પોતાના સગ્ગા માતા પિતાની સેવા નથી કરતા ત્યાં નડિયાદમાં એક વહુએ પોતાના સાસુની દિકરીથી પણ વિશેષ સેવા કરી રહી છે.

image source

આ વાત છે નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારની કે તેમના પુત્રને પરણીને આવેલી વહુએ સમાજ માટે એક દાખલા રૂપ કામ કર્યું છે. આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો પુત્રવધુના લગ્નની હજી મહેંદી પણ નહોતી સુકાઈ ત્યાં પરિવાર માટે આભ તુટી પડ્યું અને તેમના સાસુ સસરાને અકસ્માત નડ્યો. આ અકસ્માત બાદ સાસુ પેરાલીસીસનો શિકાર થતાં તેઓ પથારીવશ થયા હતા.

ત્યાર બાદ નવપરણિત આ પુત્રવધુએ પોતાની સગી માતાની જેમ તેમના સાસુની સેવામાં કરવા લાગી હતી. નોંધનિય છે કે આજે આ બનાવને પાંચ વર્ષ સુધીનો સમય વીત્યો છે, સૌથી નવાઈ વાત એ છે કે તે પોતાની સાસુની સેવા કરવામાં લીન આ પુત્રવધુ એ આ પાંચ વર્ષમાં એક પણ વખત તેમના માતા પિતાના ઘરે ગયા નથી.

image source

આ બનાવની શરૂઆત આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી જ્યારે નડિયાદની રામેશ્વર સોસાયટીમાં રહેતા સુમનભાઈ પટેલને ત્યાં દુખના ડૂંગર આવી પડ્યા. વાત જાણે એમ છે કે સુમન પટેલના દિકરાના લગ્ન થયાને હજુ થોડા દિવસનો જ સમય વિત્યો હતો અને તેમના દિકરાને પરણીને આવેલી પુત્રવધુના હાથની મહેદી પણ નહોતી સુકાઈ ત્યાં જ એક અકસ્માત થયો અને પરિવાર પર આભ ફાટી પડ્યું. વાત જાણે એમ બની કે, સુમન પટેલ અને તેમના પત્ની ઉર્મિલાબેન દેવા મુકામે સ્કુટર લઈને ગયા હતા અને આ દરમિયાન પાછા ફરતા સમયે આ દંપતિને અકસ્માત નડ્યો.

image source

તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં સુમનભાઈને વધુ ઈજા થઈ નહોતી પરંતુ તેમના પત્ની ઉર્મિલાબેનને વધુ ઈજાઓ પહોંચી હતી જેના કારણે ઉર્મિલાબેનને પેરાલીસીસ થઈ ગયો. જેના કારણે ઘરની સંપૂર્ણ જવાબદારી નવપરણિત પુત્રવધુ બંસરીના શીરે આવી ગઈ.

હજુ તો નવ પરણિત પુત્રવધુએ ઘરના કામ અને રહેણી કહેણી ઉપરાંત ઘરવખરી કઈ ચીજ ક્યાં પડી છે તેની જાણ પણ નહોતી ત્યા તો તેમના માથે મોટી જવાબદારી આવી ગઈ હતી. જો કે પુત્ર વધુએ હિંમત રાખી અને તેમના સાસુની સારવારમાં લાગી ગઈ. સગી દિકરી પણ માતાની સેવા ન કરી શકે તેમ તે પોતાના સાસુની સેવા કરવા લાગી.

image source

નોંધનિય છે કે, પુત્રવધુ બંસરીની આ સેવા યજ્ઞને આજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં તેમની સેવામાં સહેજ પણ ઉણપ આવી નથી અને સૌથી મહત્વની વાત તો એ છે કે, તેઓ આજ દિવસ સુધી બંસરી પોતાના પિયરમાં આટો મારવા નથી ગયા.

તો બીજી તરફ તેમના સસરા તેમને ઘણી વાર કહે બેટા તમે તમારા માતાપિતાના ઘરે આટો મારી આવો ત્યારે તેમના પુત્ર વધુનો એક જવાબ હોય જો હુ જઈશ તો મારા સાસુની સેવા કોણ કરશે. નોંધનિય છે આજના આ કળીયુગી સમયમાં આવી પુત્ર વધુ બહુ ઓછી જોવા મળે છે. બંસરીએ સમાજની દરેક દિકરી માટે એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

image source

બંસરી બહેનની આ સેવા ચાકરીની નોંધ લેવામાં આવી છે અને આજે પીપલગ સમાજ વાડી ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક સંલગ્ન સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના પ્રમુખ કાંતિ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલ, ઘટકના પ્રમુખ કલ્પેશ પટેલ, ઉપપ્રમુખ ગીરીશ પટેલ, નિરંજન પટેલ, એન. પી.પટેલ સહિત સમાજના શ્રેષ્ઠિઓએ બંસરીનું સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું. બંસરી પટેલની આ વાત જાણીને આજે તેમના સમાજના દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે. બંસરી પટેલે એક મિસાલ કાયમ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :divyabhaskar)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *