આ સાત દિવસો જ્યોતિષની દૃષ્ટિએ રહેશે ખાસ, જાણો અને તમે પણ આ શુભ મુહૂર્તમાં કરો કામ, દરેક કામમાં મળશે સફળતા જ સફળતા

તા. ૧૯ એપ્રિલ. ૨૦૨૧ થી લઈને તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ સુધી ૫ દિવસ દરમિયાન આવી રહ્યા છે વ્રત અને પર્વ, આ સાત દિવસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વના છે.

-આ સાત દિવસ દરમિયન દરરોજ આવી રહ્યા છે શુભ મુહુર્ત, મહાવીર જયંતીના દિવસે આ અઠવાડિયું પૂરું થશે.

તા. ૧૯ એપ્રિલ. ૨૦૨૧ના દિવસથી લઈને તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ સુધી વ્રત અને પર્વના ૫ દિવસ રહેવાના છે. આ અઠવાડિયે મંગળવારના રોજ દુર્ગાષ્ટમી વ્રત આવી રહ્યું છે. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે નવરાત્રિનો છેલ્લો દિવસ છે નવરાત્રિના છેલ્લા દિવસે રામનવમીના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. ત્યાર બાદ શુક્રવારના રોજ કામદા અગિયારસ આવી રહી છે અને ત્યાર પછીના દિવસે પ્રદોષ વ્રત આવી રહ્યો છે.

આ દિવસને મદન બારસ તરીકે પણ જાણવામાં આવેલ છે. આ બારસ કામદેવને સમર્પિત હોય છે. અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે, તેરસ તિથિને મહાવીર જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ અઠવાડિયું મહત્વનું રહેવાનું છે. આ અઠવાડિયામાં દરરોજ કોઈને કોઈ શુભ મુહુર્ત આવી રહ્યા છે. જેમાં મહાલક્ષ્મી યોગ, મંગળ પુષ્ય, ત્રિપુષ્કર યોગ બનવાની સાથે જ વાહનની ખરીદી કરવાનું પણ શુભ મુહુર્ત આવી રહ્યું છે. ત્યાં જ આ અઠવાડીયા દરમિયાન મિલકતની ખરીદ- વેચાણ અને રોકાણ કરવા માટે બે દિવસ સુધી શુભ મુહુર્ત રહેવાના છે.

તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૧થી લઈને તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ સુધીનું પંચાંગ:

તારીખ અને વાર – તિથિ – વ્રત- તહેવાર

  • તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ સાતમ – – સોમવાર
  • તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ આઠમ – દુર્ગાષ્ટમી મંગળવાર
  • તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ નોમ – રામનવમી બુધવાર
  • તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ દશમ – – ગુરુવાર
  • તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ અગિયારસ – કામદા અગિયારસ શુક્રવાર
  • તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ બારસ – પ્રદોષ વ્રત, મદન બારસ શનિવાર
  • તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ – ચૈત્ર સુદ તેરસ – મહાવીર જયંતિ રવિવાર

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ અઠવાડિયું મહત્વનું રહેશે.:

તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૧. સોમવાર: મહાલક્ષ્મી યોગ, તમામ પ્રકારની ખરીદી કરવામાં માટે શુભ મુહુર્ત.

તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧. મંગળવાર: મંગળ પુષ્ય યોગ, ખરીદી અને નવા કામ કરવામાં શુભ દિવસ.

તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧. બુધવાર: રવિવાર, રામનવમી.

તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧. ગુરુવાર: મિલકતમાં રોકાણ અને ખરીદ- વેચાણ માટે શુભ મુહુર્ત.

તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૧. શુક્રવાર: મિલકતમાં રોકાણ અને ખરીદ- વેચાણ કરવા માટે શુભ મુહુર્ત.

તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૧. શનિવાર: ત્રિપુષ્કર યોગ. (આપના દ્વારા કરવામાં આવતા શુભ કાર્યોનું ત્રણ ગણું શુભ ફળ)

તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧. રવિવાર: વાહનની ખરીદી કરવા માટે શુભ મુહુર્ત.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *