સાથે જન્મેલાં ટ્વિન બ્રધર્સે સાથે જ ફાની દુનિયાને કહ્યું અલવિદા,પોસ્ટ કોવિડનાં કારણે કરુણ મોત થતાં પરિવારમાં માતમ

વિશ્વભમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશનાં દરેક ખૂણાથી કાયમ નવા આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. કેટલાય પરિવારોને આ વાયરસે તબાહ કરી નાખ્યાં છે. હાલમાં આવો જ એક કરુણ કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના મેરઠમાં 24 વર્ષનાં બે જોડિયા ભાઈઓનું પોસ્ટ કોવિડ બીમારીથી મોત થયું હતું. ડોકટરોનાં જણાવ્યાં મુજબ બંને ટ્વિન બ્રધર્સના જન્મમાં 3 મિનિટ તથા મૃત્યુમાં 22 કલાકનું અંતર હતું. જ્યારે એકનું મોત થયું હતું ત્યારે જ તેના પિતાએ કહ્યું કે એક પુત્રના નિધન પછી બીજાનાં મોતનાં ભણકારા વાગવા લાગ્યા હતા અને પછી હકીકતમાં પણ આવું જ થયું હતું.

આ વિશે વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસ 2 જોડિયા ભાઈઓ પર કાળ બનીને આવ્યો હતો. બંને ભાઈનો આ વાયરસે એક સાથે જ જીવ લીધો હતો. 24 વર્ષીય જોડિયા ભાઈઓએ 22 કલાકના અંતર વચ્ચે દુનિયાથી વિદાય લીધી હતી. આ બંનેની જીંદગી વિશે વાત કરીએ તો આ બંને ભાઈઓ એન્જિનિયર હતા અને ગત વર્ષે તેઓને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. કોરોના મહામારીને કારણે બંને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં હતા પરંતુ ઘરમાં જ એમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. સારવાર દરમિયાન શુક્રવારનાં રોજ મોટા ભાઈ જૉયફ્રેડ અને શનિવારે નાના ભાઈ વર્ગીસ ગ્રેગરીનું અવસાન થયુ હતું.

image source

નવાઈની વાત એ સામે આવી છે કે તે કોરોના નેગેટિવ થયા પરંતુ ફાઈબ્રોસિસને કારણે નિધન થઈ ગયું. મળતી માહિતી મુજબ આ બંને ભાઈઓ એક સાથે કોરોના પોઝિટિવ થયા હતા તેઓની હાલત પણ અચાનક જ ગંભીર બની ગઈ હતી . આ બાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી હતી. જ્યાં સારવાર દરમિયાન ડોકટરોએ જણાવ્યું હતું કે બંને ભાઈઓનું ઓક્સિજન લેવલ ઘણું ઓછું થઈ ગયું હતું અને તેઓને ઓક્સિજન અને પ્લાઝ્મા પણ ડોનેટ કરાયા હતા. ધીરે ધીરે એમના સ્વાસ્થ્યમાં સુધાર આવવા લાગ્યો હતો. પરંતુ છેલ્લે તેમની હાલત અચાનક ખરાબ થઈ અન મોત નિપજ્યું હતુ.

image source

આ બંને અંગે તેમનાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે બંનેનો ધીરે ધીરે સાજા થઈ રહ્યાં હતાં. સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો. બંનેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો હતો જે બાદ થોડી રાહત થઇ હતી. પરંતુ આ પછી ફેફસાંમાં પોસ્ટ કોવિડ ફાઈબ્રોસિસનું પ્રમાણ વધી ગયું હતું જેના કારણે ટ્વિન બ્રધર્સને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બંનેની હાલત ફરી એકવાર બગડતી જોઈને ડૉકટરોએ પણ તેઓને હોસ્પિટલમાં દાખલ રહેવા માટે સૂચના આપી હતી. પરંતુ 24 કલાકમાં પોસ્ટ કોવિડ બીમારીએ આ બંને ભાઈઓનો જીવ લીધો હતો. તેમના પરિવાર વિશે વાત કરવામા અવે તો તેઓની માતા સૉજા ગ્રેગરી અને પિતા ગ્રેગરી રૉફેલ શહેરના સેન્ટ થોમસ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક હતા. તેઓ ત્રણ ભાઈઓ હતાં અને ટ્વિન બ્રધર્સના અવસાન પછી હવે પરિવારમાં સૌથી મોટો દીકરો નેલફ્રેડ જ રહ્યો છે.

image source

બંનેની હાલત લથડતાં સંજોગ હોય તે રીતે જન્મમાં પણ માત્ર 3 મિનિટનું નજીવું અંતર હતું તેમ જ મૃત્યુમાં 22 કલાકનું અંતર સાથે બંને મોતને ભેટયા હતાં. એક પછી એક બંનેનાં મોત થતાં પરિવારની હાલત કપરી બની હતી. પરિવારે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે મોટા પુત્રને તથા શનિવારે સવારે 10.30 વાગ્યે નાના પુત્રને ગુમાવ્યો હતો. તેમનો પરિવાર મોટા દીકરાનો અંતિમ સંસ્કાર કરીને પરત જ ફર્યો હતો કે ફરી એક્વાર ખરાબ સમાચાર મળયા. આ વખતે તેના નાના પુત્રના અવસાનના સમાચાર સામે આવ્યા હતા. આમ માત્ર 22 કલાકમાં પરિવારે 2 જોડિયા પુત્રોને ગુમાવ્યા હતા. જો કે આ અંગે એક શક્યતા તેનાં પિતાએ પહેલેથી જ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમને નાના પુત્રના મૃત્યુના ભણકારા વાગ્યા હતા અને અંતે સાચે તેવું જ થયું હતું.

image source

જોડિયા ભાઈઓના પિતા ગ્રેગરીએ કહ્યું હતું કે આ બંને ભાઈઓના એક સાથે હાલત ખરાબ થતા મને આભાસ થઈ ગયો હતો કે મોટા પુત્રનું અવસાન થયા પછી હવે નાનો પણ જીવી શકશે નહીં. બંને દીકરાઓ વચ્ચે આત્મીયતાના સંબંધો હતો કદાચ એટલે જ કુદરતે પણ આવું કર્યું હશે. જાણકારોનું કહેવું છે કે કોરોનાગ્રસ્ત જોડિયા બાળકોના કિસ્સા નહિવત પ્રમાણમાં જોવા મળ્યા છે. આ આગાઉ આવી ઘટના સામે આવી ચૂકી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આવુ જ બની ચૂક્યુ છે. પરંતુ બંને કિસ્સાઓમાં નવજાત બાળકોનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જો કે યુવા જોડિયા બાળકોનું કોરોનાને કારણે અવસાન થયું હોય એનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પરિવારમાંથી એક સાથે બે સભ્યોનાં આ રીતે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!