ખુશખબર: બીજા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, ફટાફટ જાણી લો તમે પણ નવા ભાવ

બીજા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ – ડિઝલના ભાવ – જાણો નવા ભાવ

સપ્ટેમ્બર મહિનામાં ઉપરાઉપરી બે વાર પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ સાવજ તળિયે બેસી ગયા છે જેની જોઈએ તેવી અસર ભારતીય માર્કેટમાં જોવામાં નથી આવી. જોકે નહીંવત અંશે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજની વાત કરીએ તો આજે દિલ્લીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 8 પૈસાનો ઘટાડો થયો છે. આમ આજનો દિલ્લી ખાતેનો પેટ્રોલનો ભાવ 81.06 રૂપિયા છે. તો ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 15 પૈસાનો ઘટાડો થયો છે.

image source

આમ દિલ્લી ખાતે ડિઝલનો ભાવ 71.28 રૂપિયા બોલે છે. સોમવારે દિલ્લીમાં પેટ્રોલ- ડિઝલના ભાવમા કોઈ જ ઘટાડો જોવા નહોતો મળ્યો. અને સોમવારે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 81.14 રૂપિયા પ્રતિ લિટર પર હતો. જો કે ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 15 પૈસા ઘટ્યા હતા. અને ઘટીને ડિઝલનો ભાવ 71.43 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.

image source

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં આ બીજી વાર પેટ્રોલ – ડિઝલના ભાવમા ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં ત્રીજી સપ્ટેમ્બરે ડિઝલ સસ્તુ થયું હતું અને અત્યાર સુધીમા ડિઝલના ભાવમાં 2.28 રૂપિયાનો ઘટાડો પ્રતિ લીટર થયો છે.

જાણીલો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ – ડિઝલના નવા ભાવ

image source

મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 87.74 છે અને ડિઝલનો ભાવ 77.74 પ્રતિ લીટર છે.

દિલ્લીમાં પેટ્રોલનો આજનો એટલે કે 22મી સપ્ટેમ્બર 2020નો ભાવ 81.06 રૂપિયા અને ડિઝલનો ભાવ 71.28 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે.

ચેન્નઈ ખાતે આજનો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 84.14 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 76.72 પૈસા પ્રતિ લીટર રહ્યો છે.

કોલકાતામાં આજનો પેટ્રોલનો ભાવ 82.59 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડિઝલનો ભાવ પ્રતિ લીટર 74.80 રૂપિયા રહ્યો છે.

image source

આપના શહેરનો પેટ્રોલ રેટ જાણવા આમ કરો

પેટ્રોલ તેમજ ડીઝલના ભાવની વધઘટનો આધાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થતાં વધારા-ઘટાડા પર રહેલો છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે છ વાગ્યે રોજના પેટ્રોલ-ડિઝલના ભાવની અપડેટ આપવામાં આવે છે. તમે એસએમએસ દ્વારા પણ પેટ્રોલ – ડિઝલના રોજના ભાવ જાણી શકો છો. તેના માટે તમારે ઇન્ડિયન ઓઇલના ગ્રાહકે RSP લખીને તે મેસેજને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. જો તમે બીપીસીએલના ગ્રાહક હોવ તો તમારે RSP લખીને 9223112222 નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે. અને જો તમે એચપીસીએલના ગ્રાહક હોવ તો તમારે HPPrice લખીને એસએમએસ 9222201122 નંબર પર મોકલી દેવાનો રહેશે તમારા પર તરત જ લેટેસ્ટ રેટનો મેસેજ આવી જશે.

image source

આ રીતે નક્કી કરવામા આવે છે પેટ્રોલ ડિઝલના ભાવ

ઉપર જણાવ્યું તેમ આંતરરાષ્ટ્રિય બજામરાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે તેમજ વિદેશી કરન્સીના દરોના આધારે આપણા દેશના પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ પર એક્સાઇઝ ડ્યૂટી, ઉપરાંત ડીલરનું કમીશન અને અન્ય કરો ઉમેર્યા બાદ તેના ભાવમાં લગભગ બે ગણા કરતાં પણ વધારે વધારો થઈ જાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દીલ્લી સરકાર દ્વારા પેટ્રોલ પરના કરને ઘટાડવામાં આવ્યો હતો જેના કારણે ત્યાંના લોકને પેટ્રોલ ઓછા દરે મળી શક્યું હતું. સરકારની ઘણીખરી આવકનો આધાર પેટ્રોલ-ડીઝલના વેચાણ પર રહેલો હોય છે અને માટે જ તેના પર કમરતોડ કર સરકાર દ્વારા નાખવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત