સતત બીજા દિવસે કુદકેને ભુસકે પેટ્રોલના ભાવ વધતા લોકોના ખિસ્સા પર વધશે બોજ, જાણો અમદાવાદમાં શું છે કિંમત?

સતત બીજા દિવસે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી થોડા થોડા ભાવ વધારાના કારણે ઈંધણના ભાવ આકાશ આંબી રહ્યા છે. મુંબઇમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. તેવી જ રીતે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ શનિવારે 85.70 રૂપિયા અને ડીઝલ 75 લિટર પ્રતિ લિટર પર પહોંચી ગયું હતું. જણાવી દઈએ કે ડીઝલની કિંમતો દેશના ઘણા રાજ્યોમાં રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ચુકી છે.

image source

કટકે કટકે થયેલા ભાવ વધારાને પગલે ડીઝલના ભાવમાં છેલ્લા અઢી મહિનામાં લિટર દીઠ આશરે 5 રૂપિયાનો વધારો થયો છે. વધતાં ભાવ વધારાથી પરેશાન ટ્રાન્સપોર્ટરો પણ હવે ટ્રાંસપોર્ટ ખર્ચમાં 10-15 ટકાનો વધારો કરશે. છેલ્લા 6 મહિનામાં આ બીજો વધારો થશે. ટ્રાન્સપોર્ટરોના કહેવા પ્રમાણે ડીઝલની કિંમતોમાં એટલો વધારો થયો છે કે હવે તેમની પાસે આ ખર્ચ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

image source

ગુજરાતમાં વધેલા ભાવની વાત કરીએ તો શનિવારના ભાવ વધારા બાદ અમદાવાદમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ 83.07 રૂપિયા અને ડીઝલનો ભાવ 81.68 રૂપિયા થઈ ગયો છે. જણાવી દઈએ કે આ ભાવ અમદાવાદનો ઓલટાઈમ હાઇ છે. જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલ 83.21 અને ડીઝલ 81.90 રૂપિયા લિટરે પહોંચ્યું છે. જાન્યુઆરી માસમાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આઠ વખત વધારો થયો છે.

image source

ભાવ વધારાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ચુક્યા છે. અહીં જયપુરમાં પેટ્રોલ 93.20 અને ડીઝલ 85.27 રૂપિયા લિટર થયું છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લિટર છે.

image source

કોલકાતામાં પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ 79.48 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લિટર છે. બેંગ્લોરમાં પેટ્રોલ 88.59 રૂપિયા અને ડીઝલ 80 રૂપિયા છે. નોઇડામાં પેટ્રોલ 85.21 રૂપિયા અને ડીઝલ 76.33 રૂપિયા પ્રતિ લિટર. ગુરુગ્રામમાં પેટ્રોલ રૂ. 83.85 અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર છે.

image source

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ સવારે 6 કલાકે ફેરફાર થાય છે અને સવારે 6 કલાકથી જ નવા દર લાગૂ કરી દેવામાં આવે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓને જોડવામાં આવે છે અને તેના કારણે ભાવમાં બમણો વધારો થઈ જાય છે. આ સિવાય વિદેશી મુદ્રા દર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીંમતો શું છે તેના આધારે પણ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત