Site icon News Gujarat

સતત વધી રહેલા કેસ વચ્ચે સારા સમાચાર: રશિયાની રસીને ભારતમાં મળી મંજૂરી, જાણો A TO Z માહિતી

રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મળી મંજૂરી, ગેમચેન્જર સાબીત થશે 92% ઈફેક્ટિવ આ વેક્સિન

કોરોના વાયરસના વધતા ત્રાસથી સમગ્ર દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે એવામાં ક એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન બાબતે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિક વિ ને મંજૂરી આપી છે. હવે ભારતમાં આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.સૂત્રો અનુસાર સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે તેને આ મંજૂરી મળી છે.

image source

સ્પૂતનિક વી એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી. સોમવારે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી હાલના સ્થિતિને ધ્યાનમાં લઈને આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સ્પુતનિક વિ હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મળીને ટ્રાયલ કર્યા છે અને તેની જ સાથે પ્રોડકશન ચાલી રહ્યું છે. હવે આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ખુશીના સમાચાર એ છે કે વેકસીનની અછતના પ્રશ્ન નહિ રહે.

હાલ આપના દેશમાં બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં હાલ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ય માહિતી અનુસાર, ઓગસ્ટ સુધી ભારતમાં અત્યારે 6 વેક્સિનને મંજૂરી મળી શકે છે, જેથી વધુને વધુ માત્રામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.

image source

તમને જણાવી દઈએ કે, હાલ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, યુપી જેવા રાજ્યોમાં કોરોના વેક્સિનની અછત નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં તો હજારો સેન્ટર્સ પર વેકસિનેશન રોકી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે એ અંગે ભારે માંગણીઓ થઈ રહી છે. .

હાલ ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે. આ પૈકી કોવેક્સિનની એફિકેસી રેટ 81 ટકા છે, જ્યારે કોવીશીલ્ડ કેટલીક શરતો સાથે 80% સુધી છે. આ સંજોગોમાં 91.6 ટકા ઈફેક્ટિવનેસ સાથે રશિયાની વેક્સિન સૌથી વધારે અસરકારક વેક્સિન થઈ શકે છે.

image source

તમને જણાવી દઈએ હાલ આપણી પાસે જે વેકસીન છે એ બે વેક્સિનનું ઉત્પાદન એક મહિને 4 કરોડ ડોઝ થઈ રહ્યું છે, જે પૈકી ફક્ત 25 લાખ ડોઝ આપી શકાય છે. જ્યારે અત્યારે 35 લાખ ડોઝ આપવામાં આવી રહી છે. તેનાથી ઓછામાં ઓછા 7 કરોડ ડોઝ પ્રત્યેક મહિને જરૂર પડશે. ડિમાન્ડ પૂરી કરવા માટે સ્પુતનિક-V ને મંજૂરી આપવી જરૂરી માનવામાં આવે છે.

કિરિલ દિમિત્રેવ RDIFના સીઈઓએ જણાવ્યું છે કે આ વેક્સિન દેશના બધા જ લોકો સુધી પહોંચી શકે તે માટે તેની કિંમત 10 ડોલરથી ઓછી રાખવામાં આવી છે.એટલે કે 700 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આ વેકસીન મળશે.

તેમને આગળ જણાવ્યું છે કે આખી દુનિયામાં 90 ટકાથી વધારે ઈફેક્ટિવનેસ સાબિત કરનારી આ વેક્સિન અન્ય વેક્સિનની સરખામણીમાં વધારે સસ્તી છે. સારી વાત એ છે કે તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરી શકાય છે,જે વર્તમાન સપ્લાય ચેનમાં સરળતાથી ઉપલબ્ધ છે. ભારતમાં રશિયાની વેક્સિનને ડો.રેડ્ડીઝ લેબોરેટરી વિકસિત કરી રહી છે અને તેના 1,500 વોલેન્ટીયર્સ પર ફેઝ-3 બ્રિજીંગ ટ્રાયલ્સ કર્યાં છે. આ આધાર પર સ્પુતનિક માટે મંજૂરી માંગી છે. આ સાથે હિટરો બાયોફાર્મા અને ગ્લેન્ડ ફાર્મામાં પણ ઉત્પાદન થશે. ભારતમા 35.2 કરોડ ડોઝ વાર્ષિક ધોરણે ઉત્પાદન થઈ શકે છે.

image source

જ્યારે રશિયાએ ઓગસ્ટ,2020માં સ્પુતનિક-Vને મંજૂરી આપી હતી તો આખી દુનિયામાં એને શંકની નજરથી જોવામાં આવતી હતી. ત્યા સુધીમાં તેની અસરકારકતાના આંકડા સામે આવ્યા ન હતા. ત્યારબાદ ટ્રાયલ્સના પરિણામો સામે આવ્યા તો જાણવા મળ્યું કે આ વેક્સિન ખરેખર અસરકારક છે. આ વેક્સિન ગંભીર લક્ષણો કે પછી મોતને અટકાવવામાં 100 ટકા ઈફેક્ટિવ છે. તે ઘણુ મહત્વપૂર્ણ પેરામીટર છે, કારણ કે તે લોકોના જીવ બચી શકે છે. સિંગલ ડોઝ પણ બીમારી સામે 87.6 ટકા સુધી પ્રોટેક્શન આપે છે.

આ ઉપરાંત અન્ય કઈ વેક્સિન તૈયાર થઈ રહી છે?

1. BECOV2A, BECOV2B, BECOV2C, BECOV2D

સ્ટેટસઃ ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સ ભારતમાં થઈ ચુક્યા છે. પરિણામોના આધાર પર કંપની ફેઝ-3 ટ્રાયલ્સ માટે મંજૂરી માંગશે.

2. કોવોવેક્સ (નોવાવેક્સ)

સ્ટેટસઃ 3 ફેબ્રુઆરીના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને બ્રિજીંગ સ્ટડી કરવાની અનુમતિ લીધી છે. આ વેક્સિન નોવાવેક્સને તૈયાર કરી છે અને શરૂઆતી ટ્રાયલ્સ વિદેશોમાં થયા છે. તેની પુષ્ટિ માટે ભારતમાં બ્રિજિંગ સ્ટડી થવાનો છે.

image source

3. ઝાઈકોવ-ડી (ZyCov-D)

સ્ટેટસઃ વર્તમાન સમયમાં ભારતમાં ફેઝ-3 ટ્રાયલ્સ ચાલી રહ્યો છે

4. અરબિંદો ફાર્મા વેક્સિન

ક્યારે મળશેઃ સ્થિતિ યોગ્ય રહેશે તો તેના ટ્રાયલ્સ છ થી સાત મહિનામાં થઈ શકે છે. એટલે કે આ વર્ષના અંત ભાગ સુધીમાં મળી રહેશે.

5. ઝેનસેન ફાર્માની Ad26.CoV2.S

સ્ટેટસઃ ભારતમાં બ્રિજીંગ સ્ટડી શરૂ થવાનો છે. હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ભારત આ વેક્સિનનો ભારતના વેક્સિનેશન કાર્યક્રમ માટે ખરીદી કરશે કે નહીં.

6. HGCO19 (mRNA વેક્સિન)

સ્ટેટસઃ 11 ડિસેમ્બરના રોજ ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સ માટે મંજૂરી મળી હતી. રેગ્યુલેટરને ડેટા સોંપવાના છે. ત્યારબાદ આગામી તબક્કા માટે ટ્રાયલ્સ શરૂ થશે.

7. BV154 (ઈન્ટ્રા-નેઝલ વેક્સિન)

સ્ટેટસઃ 3 ફેબ્રુઆરીના રોજ ભારત બાયોટેકે 175 વોલન્ટીયર પર ફેઝ-1 ટ્રાયલ્સ માટે મંજૂરી મેળવી હતી. ત્યારે ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ્સ થયા છે. વર્ષના અંત સુધી માર્કેટમાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version