બાપ રે…સતત 5માં દિવસે પેટ્રોલના ભાવ વધ્યા, જાણો ગુજરાતના ક્યાં શહેરમાં સૌથી વધુ ભાવ

ગુજરાતમાં પેટ્રોલના ભાવ પહોંચ્યા આસમાને, રાજસ્થાનની તો વાત જ શુ કરવી ભાવ છે 100ની નજીક.

આજે સતત પાંચમા દિવસે પણ સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 25-30 પૈસા સુધી વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 35 પૈસા સુધીનો વધારો કરાયો છે.

image source

તમને જણાવી દઈએ કે હાલ દેશમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. અહીં પેટ્રોલ 98.98 રૂપિયા અને ડીઝલ 90.82 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ છે, સાથે જ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 97.05 રૂપિયા અને ડીઝલ 86.44 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયાં છે.

જો દિલ્હીની વાત કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 88.44 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.74 રૂપિયા પર પહોંચી ગયાં છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.70 રૂપિયા ભાવ છે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે ફેબ્રુઆરી મહિનામાં આ પહેલી બીજી વખત નહિ પણ 7મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.

હવે જો વાત ગુજરાતની કરીએ તો ગુજરાતના ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.87એ પહોંચી ચુક્યો છે એનો સીધો અર્થ એ છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરના લોકો ચૂકવી રહ્યા છે. આજના ભાવની વાત કરીએ તો આઇઓસી કે ભારત પેટ્રોલિયમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.86.70 છે, જ્યારે વડોદરા શહેરમાં ગુજરાતમાં સૌથી સસ્તું પેટ્રોલ છે, વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.84.77 છે.

image source

ચાલો જાણી લઈએ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પેટ્રોલના ભાવ

  • ભાવનગર રૂા.86.70
  • જૂનાગઢ રૂા.86.18
  • જામનગર રૂા.85.65
  • ગાંધીનગર રૂા.85.65
  • સુરત રૂા.85.39
  • અમદાવાદ રૂા.85.38
  • રાજકોટ રૂા.85.16
  • વડોદરા રૂા.84.77

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 18 રૂપિયાનો વધારો થયો છે. વર્ષ 2020ની શરૂઆતમાં પેટ્રોલનો ભાવ 68 હતો જ્યારે આજે 86 રૂપિયા જેટલો ભાવ છે.

image source

દેશના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

  • શહેર પેટ્રોલ(રૂપિયા/લિટર) ડીઝલ(રૂપિયા/લિટર)
  • દિલ્હી 88.44 78.74
  • મુંબઈ 94.93 85.70
  • ચેન્નઈ 90.70 83.86
  • ભોપાલ 96.37 86.84
  • નોઈડા 87.28 79.16
  • જયપુર 94.84 87.02
  • પટના 90.84 83.95
  • ચંદીગઢ 85.11 78.45
image source

સરકાર પણ ટેક્સમાં કોઈ ઘટાડો કરવા તૈયાર નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે.

image source

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. દરરોજના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ના કસ્ટમર RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર, BPCL ગ્રાહક, RSP લખીને 9223112222 નંબર પર અને HPCL કસ્ટમર HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!