જાણી લો આ દેશોના શહેરોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને શનિવાર અને રવિવાર બજારો બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કોરોના સંક્રમણને લઈને, શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

image source

આખાય વિશ્વમાં જયારે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે, એવા સમયે અનેક વ્યવસ્થાઓમાં બદલાવ જોવા મળી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કાબૂમાં લેવા માટે અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં સરકારે રજાઓના દિવસોમાં બજાર બંધ કરવા અંગેનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારો દ્વારા પોતાની રીતે જ આ સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

પંજાબ

image source

પંજાબ સરકારે શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાઓ પર આખા રાજ્યમાં તમામ દુકાનો બંધ રાખવા માટેનો આદેશ આપી દીધો છે. આ બંધના દિવસોમાં બજાર સંપૂર્ણ બંધ રહેશે, તેમ જ લોકોના ઘરમાંથી બહાર નીકળવા પર પણ પાબંદી લગાડવાનો નિર્ણય લેવાયો છે.

પંજાબમાં રાજાઓના દિવસોમાં તમામ દુકાનો અને બજાર બંધ રહેશે. આ દિવસો દરમિયાન ઘરમાંથી નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. શનિવાર અને રવિવારે માત્ર જરુરી સામાનની ડિલિવરી કરનારા વાહનો અને દુકાનો ખુલ્લા રહેશે.

image source

જો કે રાજ્યમાં ઔદ્યોગિક એકમો પહેલાની જેમ જ ચાલુ રાખી શકાશે. શનિવાર અને રવિવારે કોઈ પણ દુકાન ખોલી શકાશે નહિ અને જો ખુલ્લી જણાશે તો એને દંડ ફટકારવામાં આવશે. રાજ્યમાં મેડિકલ સ્ટાફ અને જરુરી સેવાઓ છોડીને બાકીના બધા માટે ઈ-પાસ જરુરી રહેશે. આ સિવાય રજાના દિવસે ટ્રાન્સપોર્ટેશન પર પણ રોક લગાવવામાં આવી છે. પંજાબની બોર્ડર સાથે જોડાયેલા અન્ય રાજ્યના લોકોને નિર્ધારિત પાસ અને મેડિકલ સર્ટિફિકેટ વગર એન્ટ્રી આપવામાં નહીં આવે.

મધ્યપ્રદેશ

image source

મધ્યપ્રદેશના સ્વસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની ભોપાલમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ એટલે કે 85 નવા કેસ આવ્યા પછી સરકારે નિર્ણય લીધો છે કે શહેરમાં દર શનિવાર અને રવિવારે બજારો સંપૂર્ણ બંધ રહેશે.

મિશ્રાએ ઉમેર્યું હતું કે, “ભોપાલમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે એ નક્કી કરાયું છે કે આખું ભોપાલ 5 દિવસ ખુલ્લું રહેશે અને બે દિવસ શનિવાર અને રવિવારે બંધ રહેશે.” આપને જણાવી દઈએ કે ભોપાલમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2012 કેસ આવ્યા છે. રાજ્યના લગભગ 543 હોસ્પિટલોમાંથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોમાંથી 66 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 1303 લોકો રીકવર થયા છે.

ઉત્તરાખંડ

image source

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ત્યાની રાજધાની દેહરાદૂનમાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને શનિવાર અને રવિવારના દિવસ માટે નગર નિગમમાં આવતા વિસ્તારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. જો કે બંધવાળા આ શનિવાર અને રવિવારેના દિવસે શહેરને સેનિટાઈઝ કરવામાં આવશે.

આ સિવાયના રાજ્યોમાં પણ રાજ્ય સરકાર દ્વારા નિર્દેશિત નિયમો લાગુ કરી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત