સલમાનની એક્સનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ડાયરેક્ટરે ‘મને સાથે…’ આ વાતથી ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો

બોલિવૂડની રંગીન દુનિયાની પાછળની કાળી સાઈડ પણ ઘણીવાર સામે આવે છે. શોષણની બધી વાતો ફિલ્મ જગતમાં ખુલ્લી પડી છે. ઘણી વખત આવી સ્થિતિમાં, નવી છોકરીઓ હિરોઇન બનવાનું સ્વપ્ન છોડી દે છે, તો પછી ઘણા લોકો આ જાળમાં ફસાય જાય છે. 90ના દાયકાની ખૂબ જ સુંદર અભિનેત્રી સોમી અલીએ તેની સાથે બનેલ કેટલાક આવા જ અનુભવો શેર કર્યા છે. સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહેલી આ અભિનેત્રીએ પોતાને ખૂબ જ ટૂંક સમયમાં બોલિવૂડની કારકીર્દિમાં સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ તેણે પોતાને બોલિવૂડ માટે એક મિસફિટ ગણાવી હતી.

image soucre

ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં પૂર્વ અભિનેત્રી સોમી અલીએ કહ્યું હતું કે, ‘કેટલાક ડિરેક્ટર્સે મારી સાથે સેક્સ માણવાનો પ્રયત્ન કર્યો હતો’. બોલિવૂડમાં પોતાનો અનુભવ શેર કરતાં સોમી અલીએ કહ્યું કે તે ખોટા સંબંધમાં રહેતી હતી, એકંદરે ઇન્ડસ્ટ્રીમાં મારો અનુભવ ઘણો ખરાબ હતો. બોલિવૂડમાં કમબેક કરવાની ઇચ્છા નથી, કારણ કે હું બોલિવૂડ માટે સંપૂર્ણ રીતે મિસફિટ હતી.

image soucre

90 ના દાયકામાં મુંબઇ આવેલી સોમી અલી સલમાન ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી. સલમાન ખાને સોમીને લગભગ 8 વર્ષ સુધી ડેટ કર્યું હતું. સોમીએ મીડિયાને જણાવ્યું હતું કે 1991માં હું ફક્ત 16 વર્ષની હતી. મેને પ્યાર કિયા ફિલ્મ જોયા પછી મને સલમાન સાથે પ્રેમ થઈ ગયો અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.

image soucre

મેં મારી મમ્મીને કહ્યું, હું ભારત જાઉં છું. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી ગયા બાદ તેણે મારી સાથે છેતરપિંડી કરી. હું તેમનાથી અલગ થઈ ગઈ. જે પછી હું અહીંથી નીકળી ગયો. વળી આ સાથે જ તે પણ બહાર આવ્યું હતું કે તેણે 5 વર્ષથી સલમાન સાથે વાત કરી નથી. સોમી અલીએ ટૂંકી બોલિવૂડ કારકિર્દીમાં સૈફ અલી ખાન, મિથુન ચક્રવર્તી અને સુનિલ શેટ્ટી જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

image soucre

આ સાથે જ સોમીએ ખુાલસો કર્યો હતો કે, તે સલમાન પાસેથી કંઈ શીખી નથી, પરંતુ તેના પેરેન્ટ્સ પાસેથી ઘણી સારી વાતો શીખી છે. એક્ટ્રેસે કહ્યું હતું, ‘સૌથી મોટી વાત એ શીખી કે તેમણે ક્યારેય કોઈનો ધર્મ જોયો નથી.

image soucre

તમામ સાથે એક સરખો વ્યવહાર કર્યો છે. તેમનું ઘર દરેક માટે ખુલ્લું છે. ખાસ કરીને મને સલમા આંટીએ ઘણો જ પ્રેમ કર્યો હતો. બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે ‘અંત’, ‘કિશન અવતાર’, ‘તીસરા કૌન’, ‘આંદોલન’, ‘અગ્નિચક્ર’ જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *