સૌરાષ્ટ્રમાં વકર્યો કોરોના, અનેક નેતાઓ કોરોના પોઝિટિવ, મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો

કોરોનાના કેસ રાજ્યમાં કુદકેને ભુસકે વધી રહ્યા છે. તેવામાં હવે રાજકીય ક્ષેત્રના નેતાઓ પણ તેની ચપેટમાં આવી ગયા છે. તાજેતરમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. મંત્રી જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને તેમના રિપોર્ટ વિશે માહિતી આપી હતી. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હતા ત્યારબાદ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે કારણ કે તેમની તબિયાત સારી છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. જાણવા એમ પણ મળેલ છે કે તેમના પીએનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

image source

શનિવાર અને રવિવારનો દિવસ નેતાઓ માટે જાણે ખરાબ સાબિત થયો હોય તેમ રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપના નેતા કશ્યપ શુક્લનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત લથડતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેના ભાઈને પણ કોરોના હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય બાદ તેમના પીએનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image source

કોરોનાના કેસ વધતાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 બેડનું કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ શરૂ કર્યા છે. જેનું સંચાલન આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સોંપવામાં આવ્યું છે.

image source

તો આ તરફ રાજકોટ શહેરમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો સરકારે નક્કી કરેલા ચાર્જ કરતા વધુ નાણા લીધાની ફરિયાદો પણ વ્યાપક બની છે તેવામાં જિલ્લા કલેકટરની ફરિયાદ નિવારણ કમિટીએ બે ફરિયાદમાં બંને દર્દીઓને પાત્રીસ-પાત્રીસ હજાર રૂપિયા પરત કરાવ્યા હતા જે હોસ્પિટલે વધારે લીધા હતા. રાજકોટમાં કોરોના દર્દીઓની સારવાર કરતી 25 જેટલી ખાનગી હોસ્પિટલો સામે વધુ નાણા લેવાતા હોવાની ફરિયાદો માટે કમિટીએ તપાસ કરી હતી.

image source

રાજકોટ જિલ્લા અને શહેરમાં સતત કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે તેવામાં મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સાથે જ તંત્ર દ્વારા શહેરના ખાનગી તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જ તેને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ માટે રીફર કરવામાં આવે તેવી વ્યવસ્થા કરાવવામાં આવી છે.

રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત