સૌરવ ગાંગુલીને લગ્નના દોઢ વર્ષ બાદ આ અભિનેત્રી માટે થયું હતું ઈલું-ઈલું, સુખી સંસારમાં લાગી ગઈ આગ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી 48 વર્ષના થઈ ગયા. ગાંગુલીને ટીમ ઈન્ડિયાના આર્કિટેક્ટ માનવામાં આવે છે. તેને દેશનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. પરંતુ તેની પર્સનલ લાઇફને કારણે સૌરવ ગાંગુલી હંમેશા ચર્ચામાં રહે છે. 1997માં ગાંગુલી પરિવારના સભ્યોની ઇચ્છાની વિરુદ્ધ ગયો અને તેના બાળપણના જીવનસાથી ડોના સાથે લગ્ન કર્યા. જો કે હજુ તો લગ્નના દોઢ વર્ષ પણ નહોતું થયું અને ગાંગુલીના જીવનમાં એક બોલિવૂડ અભિનેત્રીએ એન્ટ્રી લીધી.

image source

તે અભિનેત્રી કોઈ બીજી નહીં પણ તે સમયની દક્ષિણ ભારતીય ફિલ્મોની સુપર અભિનેત્રી નગમાં જ હતી. નગમાનું અસલી નામ નંદિતા અરવિંદ મોરારજી છે. તે હવે કોંગ્રેસની નેતા છે. થોડા વર્ષો પહેલા નગમાએ સ્વીકાર્યું હતું કે બંને એક બીજાને ખૂબ પસંદ કરે છે. નગમાએ કહ્યું કે ભારતમાં લોકો માનવીનું અંગત અને વ્યવસાયિક જીવન એકબીજા સાથે જોડીને જુએ છે. તે બિલકુલ ખોટું છે. અમારા બંનેના સંબંધમાં પણ ઘણી તિરાડ પડી હતી. જો કે, અમે બંને પરસ્પર સંમતિથી છૂટા થયા હતા. ઉલ્લેખનીય છે કે નગમા હજુ પણ અપરિણીત છે. તેઓએ હજી લગ્ન કર્યા નથી.

image source

ઉલ્લેખનીય છે કે, ગાંગુલીના જીવનમાં ઘણા ચર્ચાસ્પદ કિસ્સા રહ્યા છે અને તેમાં સૌથી ચર્ચાસ્પદ કિસ્સો છે અભિનેત્રી નગ્મા સાથે અફેરનો. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પત્ની ડોના સાથેનું લગ્ન જીવન હાલ ઘણું સુખી છે. જો કે તેમના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓ પણ આવી છે. લગ્નના ત્રણ વર્ષ બાદ સૌરવનું નામ બોલિવુડ અભિનેત્રી નગમાં સાથે સાથે જોડાયું હતું. મીડિયામાં આ બન્નેની ગોસિપ ઘણી ચર્ચાસ્પદ બની હતી. નગ્માએ સૌરવ ગાંગુલીના ઘરસંસારમાં આગ લગાવી હતી. જોકે બાદમાં ગાંગુલીની પત્ની ડોનાનો પ્રેમ સાચો સાબિત થયો હતો.

image source

નગમાએ 2010માં એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુંમાં ગાંગુલી સાથેના સંબંધોનો સ્વિકાર કર્યો હતો. નગ્માએ જણાવ્યું હતું કે, ‘‘ સૌરવ સાથે તેનું અફેર હતું પરંતુ આ હવે જૂની વાત છે. તેણે ઉમેર્યું હતું કે અમારા સંબંધ ઘણા મેચ્યોર અને જેન્યુઈન હતા પરંતુ પરિસ્થિતિ એવી હતી કે સૌરવને મારા કરતા બીજાને પ્રાથમિકતા આપવી પડે એમ હતી. સૌરવ અને તેની પત્ની ડોનાની લાઈફમાં જે કંઈ થયું તેની પાછળ તું જવાબદાર છે તેવું કહેતા તેનો જવાબ નગમાએ આપ્યો હતો કે જો તેમની વચ્ચે મતભેદ ન હોત તો સૌરવ શા માટે તેની નિકટ આવત?’’

image source

વાત કરીએ તો સૌરવ ગાંગુલી બીજી વખત સીએબીના પ્રમુખ બન્યા. આ અગાઉ, 2015માં જગમોહન દાલમિયાના અવસાન પછી, ગાંગુલીએ પ્રથમ વખત સીએબી પ્રમુખ પદ સંભાળ્યું હતું. સૌરવ ગાંગુલી 2014 માં સીએબીની કાર્યકારી સમિતિનો ભાગ હતા અને સંયુક્ત સચિવનું પદ સંભાળ્યું હતું.

image source

હવે તે 2020 સુધી સીએબીના અધ્યક્ષ રહેશે અને તે પછી, બીસીસીઆઈના નવા બંધારણ મુજબ, તે કૂલિંગ ઓફ પિરીયડ પર જશે. સૌરવ ગાંગુલીની પાસે ક્રિકેટનો બહોળો અનુભવ છે. ગાંગુલીએ અધ્યક્ષ પદ માટે તેના નામની પસંદગી થવા અંગે કહ્યું છે કે ‘તે મારા માટે કંઈક સારું કરવાની એક શ્રેષ્ઠ તક છે. હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબી સતત ખરાબ થઈ રહી છે. હું દેશ માટે ક્રિકેટ રમ્યો છું અને કેપ્ટનશીપ પણ કરેલી છે. મારા માટે આ એક સારી તક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત