અહીં આવ્યો કોરોના રીઈન્ફેક્શનનો પહેલો કેસ, જુલાઈમાં સંક્રમિત થઈ હતી મહિલા

જુલાઈમાં સંક્રમિત થયેલી મહિલાને થયું કોરોના રીઈન્ફેક્શન, અહીં આવ્યો પહેલો કેસ

ઉલ્લેખનીય છે કે જુલાઈમાં એક 27 વર્ષની મહિલા બેંગલુરુમાં કોરોના સંક્રમિત થી હતી. સારવાર બાદ તે કોરોના નેગેટિવ આવી હતી અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સંક્રમિત થયાના 1 મહિના બાદ આ મહિલામાં ફરીથી કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા.

image source

કોરોના વાયરસ દેશ અને દુનિયામાં વિસ્ફોટક રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે નવા કેસની સાથે હવે કોરોના રીઈન્ફેક્શન પણ મુશ્કેલી વધારી રહ્યું છે. રીઈન્ફેક્શનના કારણે વેક્સીન બનાવી રહેલા લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોરોનાનું રીઈન્ફેક્શન થતાં બેંગલુરુમાં લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. અહીં કોરોના સંક્રમણનો આ પહેલો કેસ છે.

image source

મળતી માહિતિ અનુસાર બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલમાં જુલાઈમાં 27 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ આવી અને સાથે તેની સારવાર બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક મહિના બાદ તેનામાં કોરોનાના લક્ષણો મળ્યા અને ટેસ્ટમાં ફરીથી કોરોના થવાની માહિતી મળતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

image source

હોસ્પિટલથી મળતી માહિતી અનુસાર કોરોના સંક્રમણ થવાથી 2-3 અઠવાડિયા બાદ કોરોના એન્ટીબોડી પોઝિટિવ મળે છે, આ દર્દીમાં એન્ટીબોડી નેગેટિવ મળ્યા હતા.તેનો અર્થ એ છે કે સંક્રમણ બાદ તેનામાં ઈમ્યુનિટી ડેવલપ થઈ નથી. એક અન્ય શક્યતા એ છે કે એક મહિનાની અંદર આઈજીજી એન્ટીબોડી ખતમ થવી. તેનાથી વાયરસ ફરીથી શરીરમાં પ્રવેશે છે.

image source

હોંગકોંગ, નેધરલેન્ડ, બેલ્જિયમમાં કોરોના રીઈન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. ફરીથી કોરોનાની ઝપેટમાં આવેલા નવા કેસે વેક્સીન તૈયાર કરી રહેલા ડોક્ટર્સને પણ ચિંતામાં મૂક્યા છે. વેક્સીન કોરોના વાયરસથી અલગ અલગ સ્ટ્રેનોની વિરુદ્ધ સફળ થશે કે નહીં તેની પર પણ પ્રશ્નાર્થ સર્જાયા છે.

image source

દેશમાં એક દિવસમાં આશરે 90,000થી વધારે કેસ આવી રહ્યા છે, અને જેના કારણે રવિવારે ભારત વિશ્વમાં એક દિવસના સૌથી વધુ કેસ ધરાવનારો પ્રથમ દેશ બન્યો છે. આ એક ચિંતાનો વિષય બની ગયો છે. આ સ્થિતિમાં આ પ્રકારના રીઈન્ફેક્શનના કેસને કારણે સરકાર અને ડોક્ટર્સની ચિંતા વધી છે. દેશમાં અનેક વેક્સીનની તૈયારીઓ થઈ રહી છે પરંતુ તેમાં પણ હજુ વધારે સમય લાગી શકે તેમ છે. શક્ય છે કે દિવાળી નહીં પણ વેક્સીન આવતા વર્ષે જ તૈયાર થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત