સૌથી વધારે જોવામાં આવે છે આ શો, જાણીએ કેટલી છે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રેંકિંગ?

સૌથી વધારે જોવામાં આવે છે આ શો, જાણીએ કેટલી છે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રેંકિંગ?

ટીવી જગતના ૩૫મા અઠવાડિયાની TRP લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ અઠવાડિયે પણ છેલ્લા અઠવાડિયાની લિસ્ટની સાથે હળતી ભળતી રેંક સામે આવી છે. ખાસ વાત એ છે કે, આ અઠવાડિયાની લિસ્ટમાં પણ દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવેલ ટીવી શો ‘શ્રી કૃષ્ણા’ને સામેલ કરવામાં આવ્યો છે, જે આપને જણાવે છે કે, ટીવી શો ‘શ્રી કૃષ્ણા’ને પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીવી શો ‘શ્રી કૃષ્ણા’ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી TRP રેંકિંગના ટોપ- 5ની ટીવી શો લીસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

image source

જો ઓવરઓલ રેંકિંગની વાત કરીએ તો ઝી ટીવી પર પ્રસારિત થનાર ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ પહેલા સ્થાન પર પોતાનું સ્થાન મેળવ્યું છે. ત્યાર બાદ દુરદર્શન ચેનલ પર પ્રસારિત થનાર ટીવી શો ‘શ્રીકૃષ્ણા’એ બીજા નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ટીવી શો ‘કુંડલી ભાગ્ય’નું ઇમ્પ્રેશન ૧૩૪૩૨ છે જયારે દુરદર્શન પર પ્રસારિત થનાર ટીવી શો ‘શ્રીકૃષ્ણા’નું ઇમ્પ્રેશન ૧૦૯૦૦ છે. ત્યાં જ દંગલ ચેનલ પર પ્રસારિત થનાર ટીવી શો ‘રામાયણ’ ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જયારે TRPની લિસ્ટમાં ચોથા સ્થાન પર ઝી ટીવી ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ છે તેમજ TRP લિસ્ટમાં પાંચમા સ્થાન પર સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘અનુપમા’ છે.

TRP List

Rank – Channel Name – Programme – Impressioss(૦૦૦s)

૧ – Zee TV – KUNDALI BHAGYA – ૧૩૪૩૨

૨ – DD National – SHRI KRISHNA – ૧૦૯૦૦

3 – Dangal – RAMAYAN – ૯૬૫૮

૪ – Zee TV – KUMKUM BHAGYA – ૯૫૨૧

૫ – STAR Plus – ANUPAMAA – ૮૫૯૯

HSM (U+R): NCCS All : Prime Time (1800- 2330 hrs) : ૨+ Individuals, To get this data on your Twitter timeline, tweet with # Barc Tweet Top 5 Hindi GEC Programs.

image source

જો ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો આ વખતે દંગલ ચેનલનો પ્રભાવ ઓછો છે અને ઝી અનમોલના બે શો ટોપ- ૫ની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આ લિસ્ટમાં પહેલા સ્થાન પર દંગલ ચેનલ પર પ્રસારિત થનાર ટીવી શો ‘રામાયણ’, બીજા સ્થાન પર ઝી અનમોલ પર પ્રસારિત ટીવી શો ‘કુંડલી ભાગ્ય’, ત્રીજા સ્થાન પર સ્ટાર ઉત્સવ પર પ્રસારિત થનાર ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’, ચોથા સ્થાન પર ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘શ્રીકૃષ્ણા’ અને પાંચમા સ્થાન પર ઝી ટીવી પર પ્રસારિત ‘કુમકુમ ભાગ્ય’નું નામ સામેલ છે.

image source

જ્યાં શહેરી વિસ્તારોની વાત કરીએ તો ઝી ટીવી ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ પહેલું સ્થાન ધરાવે છે, બીજા સ્થાન પર સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘અનુપમા’, જયારે ત્રીજા સ્થાન પર સોની સબ ટીવી પર પ્રસારિત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ચોથા સ્થાન પર સોની ટીવી પર પ્રસારિત ટીવી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર’ છે અને જયારે પાંચમા સ્થાન પર ઝી ટીવી ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ છે.

Source : jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત