સાવ નાના ગામડામાંથી આવેલી 90ના દાયકાની ‘દામિની’ કેવી રીતે બની ગઇ લોકોમાં આટલી ફેમસ, શું તમે જાણો છો આ વિશે?

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે ‘મિનાક્ષી શેષાદ્રી’નો થોડાક દિવસ પહેલા જ પોતાનો ૫૭મો જન્મદિન મનાવ્યો છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીનો જન્મદિન તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ મનાવ્યો છે.ઝારખંડ રાજ્યના સિંદરીમાં જન્મેલ મિનાક્ષી શેષાદ્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓથી દુર છે. મિનાક્ષી શેષાદ્રીની ગણતરી બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીનું અસલી નામ ‘શશિકલા શેષાદ્રી’ છે.

image source

મિનાક્ષી શેષાદ્રી અભિનયની સાથે સાથે ડાંસમાં પણ માહિર છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસીમાં પારંગત નૃત્યાંગના છે, નૃત્યના આ ચાર પ્રકાર છે. મિનાક્ષી શેષાદ્રીએ વર્ષ ૧૯૮૧માં ફક્ત ૧૭ વર્ષની ઉમરમાં જ ‘ઇવર્સ વીકલી મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીએ ટોક્યો (જાપાન) માં ‘મિસ ઇન્ટરનેશનલ’ પ્રતિયોગિતામાં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું.

image source

અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ ૧૯૮૩માં હિન્દી/તેલુગુ ફિલ્મ ‘પેંટર બાબુ’થી કરી હતી. પરંતુ મિનાક્ષી શેષાદ્રીની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી, ત્યાર બાદ મિનાક્ષી શેષાદ્રીએ ભવિષ્યમાં ક્યારેય પણ અભિનય નહી કરવાનું મન બનાવી લીધું હતું. ત્યાર બાદ નિર્દેશક સુભાષ ઘઈએ ફિલ્મ ‘હીરો’માં અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીને અભિનેતા જૈકી શ્રોફની સાથે કાસ્ટ કરવામાં આવ્યા અને ત્યાર બાદ તેઓ રાતોરાત સ્ટાર બની ગયા. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી આ ફિલ્મ પછીથી, મિનાક્ષીએ કેટલીક ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો.

image source

અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ‘દામિની’, ‘હીરો’, ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી ફિલ્મો માટે પ્રસિદ્ધિ મેળવી છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ‘દામિની’ પણ કહેવામાં આવે છે. આ ફિલ્મ મિનાક્ષી શેષાદ્રી માટે મીલનો પથ્થર સાબિત થઈ. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીની આ ફિલ્મમાં પણ તેમને આલોચકો દ્વારા પ્રસંશા પ્રાપ્ત કરી હતી.

image source

વર્ષ ૧૯૯૫માં, અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીએ હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા. હરીશ મૈસુર એક નિવેશ બેંકર છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીના હરીશ મૈસુર સાથે લગ્ન થયા પછી અમેરિકામાં સેટલ થઈ ગયા. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી અને હરીશ મૈસુર બે બાળકોના માતાપિતા છે. બંને બાળકોના નામ કેન્દ્ર અને જોશ.

image source

અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીએ હાલના દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું છે, પરંતુ મિનાક્ષી ડાંસથી દુર રહી શક્યા નહી. જેના કારણે મિનાક્ષી શેષાદ્રી અમેરિકાના ટેક્સાસમાં રહે છે અને ત્યાં જ કથક અને શાસ્ત્રીય નૃત્ય શીખવાડે છે. અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી ટેક્સાસમાં રહેતા ભારતીયોની વચ્ચે ખુબ જ લોકપ્રિય થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત