સવજીભાઈ ધોળકીયાનો 185 કરોડનો આલીશાન બંગલો, ખાસ સુવિધા છે આમા

ખેડૂતપુત્ર એવા સવજીભાઈ ધોડકીયાનો 185 કરોડનો બંગલો સવજીભાઈ ધોળકીયાએ તેમના ભાઈ ઘનશ્યામ ધોળકિયા માટે મુંબઈમાં ખરીદ્યો છે. ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના ભાઈ છે. તેમજ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે.

જે તેમની ઓફિસથી એકદમ નજીક છે.19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. આ મકાન અંદર થી તમામ સુખ સુવિધાથી યુક્ત છે. આ ઘરને જોતા જ ખરેખર તમારું મન મોહી જશે.આવું ઘર દરેક વ્યક્તિઓ માટે સપનાનું ઘર બની રહેશે.મહત્વની વાત એ છે કે, બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું.

1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે.

પહેલા ભાડાના મકાનમાં રહેતો હતા અને 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે 185 કરોડનો બંગલો લીધો. સવજીભાઈના સંઘર્ષ વિશે આપણે જાણીએ છે કે, કંઈ રીતે હરિ કૃષ્ણ ડાયમંડ ની શરૂઆત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *