જો સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓ દેખાય તો થાય છે આટલા બધા લાભ….

અનેક વાર આપણે કેટલીક વસ્તુઓને લઈને કેટલીક માન્યતાઓમાં માનીએ છીએ. કોઈ સપના આવ્યા હહોય, અને તેમાં પણ વહેલી સવારે તો તેને લઈને પણ આપણે અનેક વિચારો કરતા હોઈએ છીએ. આ દરેક વિચારો અને સપનાનો પણ ખાસ મતલબ હોય છે. આજે આપણે વાત કરીશું કેટલીક એવી વસ્તુઓની જેને સવારમાં જોતાં જ તમારો દિવસ સુધરી જાય છે અને તમે આખો દિવસ ખુશ રહી શકો છો.

image source

જો સવારે ઉઠતાં સમયે તમને શંખ, ઘંટ, ભક્તિ સંગીત જેવા કોઈ અવાજ સંભળાઈ જાય છે તો તમારો દિવસ શુભ રહે છે.

આંખો ખોલતાંની સાથે જો તમારી નજર સૌ પહેલાં દૂધ કે દહીં ના વાસણ પર પડે છે તો પણ તમારો દિવસ શુભ હોઈ શકે છે.

image source

સવારમાં કોઈ ભિખારી આવે તો સમજો કે તમને તમારું ફસાયેલું કે ઉધાર આપેલું ધન તરત જ પાછુ મળી શકે તેમ છે.

જો ઘરની બહાર કોઈ કામ માટે જાઓ છો અને કોઈ પરિણિત મહિલા કે ગાય સામે મળે છે તો તમારા કામ પૂરા થવાના સંકેત મળ્યા ગણાય છે.

image source

કોઈ સારા કામ માટે જાઓ છો અને સામે કોઈ વ્યક્તિ ગોળ લઈને જતું દેખાય તો વધુ ધનલાભની શક્યતા રહે છે.

રસ્તામાં કોઈ પ્રાણી સુંદર ફૂલ કે લીલું ઘાંસ લઈને જતું મળે છે તો તમને કોઈ દુકાનમાં આ વસ્તુ દેખાઈ જાય છે તો તે સારા સંકેત હોઈ શકે છે.

રસ્તામાં જતી સમયે કોઈ પણ સ્ત્રી કે પુરુષ દૂધ કે પાણી ભરેલું વાસણ લઈને જતું દેખાય તો તે શુકન થયા બરોબર ગણાય છે.

image source

યાત્રામાં જતી સમયે પ્રભુની આરતી, ભજન વગેરે ક્યાંકથી કાને પડે તો તે શુભ સંકેત છે. તેનાથી તમારા કામ પૂરા થયાના સંકેત મળે છે.

માર્ગમાં કોઈ હસતું રમતું બાળક અને ફળ ફૂલ વેચનારા કોઈ દેખાઈ જાય તો તમને નિઃસંદેહ લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

કોઈ પણ કામે જતી સમયે જ્યારે તમે કપડાં પહેરો ત્યારે તમારા ખિસ્સામાંથી રૂપિયા પડે છે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે. આ સાથે જ જો કપડાં કાઢતી સમયે પણ આવું થાય છે તો પણ તે શુભ સંકેત ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત