Site icon News Gujarat

સવાર-સવારમાં આ જાપ કરશો તો લાંબુ આયુષ્ય થશે પ્રાપ્ત, સાથે થશે આ લાભ પણ

આ રીતે થયો ભગવાન પરશુરામનો જન્મઃ-

પ્રાચીન કાળમાં કન્નૌજમાં ગાધિ નામના એક રાજા રાજ્ય કરતા હતાં જેમની સત્યવતી નામની એક ખૂબ જ સુંદર કન્યા હતી. રાજા ગાધિએ સત્યવતીના વિવાહ ભૃગુનન્દન ઋષિ સાથે કરાવી દીધા. સત્યવતીના વિવાહ પછી ત્યાં ભૃગૃ ઋષિએ આવીને પોતાની પુત્રવધૂને આશીર્વાદ આપ્યા અને તેની પાસે વર માંગવા માટે કહ્યું. ઋષિને પ્રસન્ન જોઇને સત્યવતીએ વિચાર્યુ કે, તે પોતાના પિતાની એકમાત્ર સંતાન છે, સાથે જ કન્યા પણ છે.

image source

જો તેનો કોઇ ભાઇ હોય તો તેના પિતા પછી રાજ્યની જવાબદારી તેને મળી શકે. આવો વિચાર કરીને સત્યવતીએ ઋષિ પાસેથી પોતાની માતા માટે એક પુત્રની માંગ કરી. સત્યવતીની પ્રાર્થના પર ભૃગૃ ઋષિએ તેને બે ખીર પાત્ર આપ્યા અને કહ્યુ કે, જ્યારે તમે અને તમારી માતા ઋતુ સ્નાન(માસિક ધર્મ) સમાપ્ત કરી ચુકી હશો, ત્યારે તમારી માતાએ પુત્રની ઇચ્છા લઇને પીપળા સાથે આલિંગન કરવું અને તમારે તે જ કામના સાથે ગુલરનું આલિંગન કરવું. ત્યાર પછી મારા દ્વારા આપવામાં આવેલી ખીરનું સેવન કરવું.

જ્યારે સત્યવતીની માતાએ જોયું કે, ભૃગુએ પોતાની પુત્રવધૂને ઉત્તમ સંતાન પ્રાપ્ત થવા માટે ખીર આપી છે, તો તેના મનમાં કપટ ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, જો તે તેની ખીરને પોતાની પુત્રીની ખીર સાથે બદલી નાખે, તો જે વરદાન તેની પુત્રીને પ્રાપ્ત થયું છે તે જ વરદાન તેને પણ પ્રાપ્ત થશે. પરંતુ તે હકીકતથી અજાણ હતી. ઋષિને સત્યવતીની માતાની આ યોજનાની જાણ થઇ ગઇ હતી અને તેણે સત્યવતીને આ હકીકત જણાવી દીધી.

image source

પરંતુ બનતી ઘટનાને કોણ ટાળી શકે છે. ખીર બદલી જવા પર પરિણામસ્વરૂપ સત્યવતીની સંતાન બ્રાહ્મણ થઇને પણ ક્ષત્રિય જેવું આચરણ કરશે અને તેની માતાની સંતાન ક્ષત્રિય થઇને પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે. આ જાણીને સત્યવતી નિરાશ થઇ ગઇ અને તેણે ભૃગુ ઋષિ પાસે એક અન્ય વિનતી કરી. ઋષિએ તેને આશીર્વાદ આપ્યા કે, તમારો પુત્ર બ્રાહ્મણનું જ આચરણ કરશે, ભલે મારો પૌત્ર ક્ષત્રિય જેવું આચરણ કરે.

વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયાએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઇએ. પરશુરામ અષ્ટચિરંજીવીઓમાંથી એક છે. શાસ્ત્રોમાં 8 ચિરંજીવી ઉલ્લેખવામાં આવ્યાં છે.

અષ્ટચિરંજીવીઓ સાથે સંબંધિત એક શ્લોકઃ-

image source

શ્લોકનો સરળ અર્થઃ- અશ્વત્થામા, દૈત્યરાજ બલિ, વેદ વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડ ઋષિ આ આઠેયના નામનો રોજ સવારે જાપ કરવો જોઇએ. તેમના જાપથી ભક્તોને નિરોગી શરીર અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

image source

ભીષ્મને ન કરી શક્યા પરાજિતઃ-

મહાભારત મજુબ મહારાજ શાંતનુંના પુત્ર ભીષ્મે ભગવાન પરશુરામથી જ અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એકવાર ભીષ્મ કાશીમાં થઇ રહેલાં સ્વયંવરથી કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને બાલિકાને પોતાના નાના ભાઇ વિચિત્રવીર્ય માટે ઉપાડી લાવ્યા હતાં. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે, તે મનોમન જ કોઇ અન્યને પોતાનો પતિ માની ચૂકી છે ત્યારે ભીષ્મે તેને સસન્માન છોડી દીધી, પરંતુ હરણ થયેલું હોવાને કારણે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો.

ત્યારે અંબા ભીષ્મના ગુરૂ પરશુરામની પાસે પહોંચી અને તેમને પોતાની વ્યથા સંભળાવી. અંબાની વાત સાંભળીને ભગવાન પરશુરામે ભીષ્મને તેની સાથે વિવાહ કરવા માટે કહ્યું, પરંતુ બ્રહ્મચારી હોવાને કારણે ભીષ્મે વિવાહ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યારે પરશુરામ અને ભીષ્મમાં ભીષણ યુદ્ધ થયું અને અંતમાં પોતાના પિતૃઓની વાત માનીને ભગવાન પરશુરામે પોતાના અસ્ત્રનો ત્યાગ કરી દીધો. આ રીતે યુદ્ધમાં બંન્નેમાંથી કોઇ ની હાર પણ ના થઇ અને જીત્યું પણ કોઇ નહીં.

આ છે પરશુરામના ભાઇઓના નામઃ-

ઋષિ જમદગ્રિ અને રેણુકાના ચાર પુત્ર હતાં, જેમાં પરશુરામ સૌથી નાના હતાં. ભગવાન પરશુરામના ત્રણ ભાઈ હતા, જેમના નામ ક્રમશઃ રૂક્મવાન, સુષેણવસુ અને વિશ્વાસુ હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version