બ્રેકફાસ્ટમાં સામેલ કરો આ ખાસ ચીજો, જાણો હેલ્ધી બ્રેકફાસ્ટમાં શું ખાવુ અને શું નહી

હેલ્ધી રહેવા માટે સવારનો બ્રેકફાસ્ટ હેલ્ધી હોય તે જરૂરી છે. સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ અને શું નહીં તેની જાણકારી જરૂરી છે. સવારે નાસ્તામાં હેલ્ધી ફૂડ્સનું સેવન કરો. આ તમારી ઈમ્યુનિટીને મજબૂત કરશે અને સાથે પાચનને પણ સારું રાખશે. સવારનો હેલ્ઘી નાસ્તો ન તો તમને આખો દિવસ એનર્જી આપે છે અને સાથે અનેક બીમારીથી પણ દૂર રાખે છે. મોર્નિગનો હેલ્ધી ડાયટના અનેક ઓપ્શન છે જે તમારે ફોલો કરી લેવા જરૂરી છે.

image source

એક સારા દિવસની શરૂઆત માટે હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ લેવો જરૂરી છે. ખાલી પેટે હૂંફાળું પાણી પીવાની સાથે મધ મિક્સ કરીને દિવસની શરૂઆત કરવાથી ફાયદો થશે. નાસ્તામાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડના ફ્રૂટ ખઓ. સવારે નાસ્તામાં ફળને સામેલકરી લો. જો તમે બરોબર નાસ્તો કર્યો હશે તો તમને આખો દિવસ એનર્જી મળી રહેશે. તો જાણો નાસ્તામાં કઈ ચીજોને સામેલ કરવાથી બોડી હેલ્ધી રહે છે.

ઓટમીલ

image source

સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ માટે ઓટમીલનું સેવન કરો. સાધારણ ઓટમીલ ફળની સાથે ખાવાથી તે હેલ્ધી બને છે. સવારે નાસ્તામાં ઓટમીલનું સેવન કરવાથી શરીર સારું રહે છે અને બીમારી દૂર રહે છે. ઓટ્સમાં વધારે પ્રમાણમાં ઓમેગા 3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ મળે છે જે દિલ માટે સારું રહે છે.

કેળા

image source

સવારના નાસ્તાને હેલ્ધી બનાવવા માટે કેળાનો ઉપયોગ કરો. બ્રેકફાસ્ટમાં તેને દૂધની સાથે મેશ કરીને ખાવાથી ફાયદો થાય છે. તેને બ્રેડની સાથે પણ ખાઈ શકાય છે. કેળામાં બહુત વધારે પ્રમાણમાં આયર્ન અને પોટેશિયમ રહેલું છે. શરીરમાં આયર્નની ખામી પૂરા કરે છે.સાથે જ કેળા હાઈપરટેન્શનના રોગીને માટે ફાયદો મળે છે. કેળું ન તો ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે અને સાથે પેટની સમસ્યાને દૂર કરે છે.

બદામ

image source

બદામ અનેક પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે. સવારે ખાલી પેટ બદામ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. બદામને પલાળીને ખાવામાં આવે તો તે વધારે ફાયદો કરે છે. બદામમાં શરીરને માટે જરૂરી વિટામિન, મેંગેનીઝ, પ્રોટીન, ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. મૂઠ્ઠીભર બદામ ખાઈ લેવાથી બ્રેકફાસ્ટ પૂર્ણ બને છે.

દહીં

image source

બ્રેકફાસ્ટમાં જો તમે એક વાટકી દહીં સામેલ કરો છો તો તમને તેનો મોટો ફાયદો મળે છે. દહીં આતંરડા માટે ફાયદો કરે છે. બ્રેકફાસ્ટમાં દહીં ખાવાથી અનેક ફાયદા મળે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ મળે છે જે પેટને સાફ રાખે છે અને પાચનને સુધારે છે.

સફરજન અને સંતરા

image source

સફરજન અને સંતરા બંને એવા ફળ છે જેને બ્રેકફાસ્ટમાં ખાવાની સલાહ અપાઈ છે. સવારે નાસ્તામાં કોઈ એક ફળને લો. બ્રેકફાસ્ટમાં તમે સફરજન કે સંતરામાંથી કોઈ એક લો છો તો તમને આખો દિવસ એનર્જી મળે છે. આ ફળ તમારી ઈમ્યુનિટી વધારે છે. નાસ્તામાં સફરજન કે સંતરા ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને બોડીનું મેટાબોલિક રેટ પણ સારો રહે છે.

ઈંડા

રોજના બ્રેકફાસ્ટમાં ઈંડાનું સેવન કરવાથી અનેક બીમારીઓ શરીરથી દૂર રહે છે. સવારે નાસ્તામાં ઈંડા સામેલ કરવાનું ફાયદારૂપ માનવામાં આવે છે. ઇંડામાં વધારે પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો મળે છે. ઈંડામાં વિટામીન ડી મળે છે જે હાડકાને માટે સારું માનવામાં આવે છે. રોજ 1 ઈંડું ખાવાથી તમે આખો દિવસ વિટામીન ડીનો ડોઝ મેળવી શકો છો.

image source

ચિયા શીડ્સ

ચિયા સીડ્સમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જે નવા મસલ્સને બનાવવામાં મદદ કરે છે. આ શરીરમાં જરૂરી પ્રોટીનની ખામીને પૂરી કરે છે. ચિયા સીડ્સને ખાવામાં લેતા પહેલા 5-10 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. સીમિત પ્રમાણમાં ચિયા સીડ્સનું સેવન શરીરને હેલ્ધી રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!