સાવધાન ! કોરોનાના દર્દીઓ માટે શિયાળામાં વધતી ભૂખ જીવલેણ સાબિત થઇ શકે છે, આ વાતનું રાખો ધ્યાન

કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. કોરોના વાયરસના લક્ષણો અને તેમનાથી બચવાના ઉપાયો વિશે સમયે સમયે નવી માહિતા સામે આવતી રહી છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો આ અંગે સંશોધન કરી રહ્યા છે. હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે અને કોરોનાએ પણ આ સિઝનમાં રોકેટ ગતિ પકડી છે.

image source

દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. એમાંય ગુજરાતમાં તો કોરોનાના કેસોએ રેકોર્ડબ્રેક સપાટી કુદાવી છે. ઉપરથી ઠંડી પણ વધી રહી છે, તેની સાથે શિયાળામાં કોરોના વધુ વકરશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આ અંગે સામે આવેલા નવા સંશોધન પ્રમાણે શિયાળામાં કોરોનાના દર્દીઓ જો પેટભરીને ભોજન કરે છે તો તે તેના માટે ઘાતક બની શકે છે. જેના લીધે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે.

પેટભરીને ભોજન ન આપવુ

image source

આ અંગે વિવિધ નિષ્ણાતોએ પોતાનો મત રજૂ કર્યો છે. જેમના મતે શિયાળામાં ઠંડી વધતા કોરોનાના દર્દીઓનો મૃત્યુદર વધી શકે છે તેવી ભીતી નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. શિયાળામાં સામાન્ય રીતે વ્યકિતની ભૂખમાં વધારો થાય છે. પરંતુ કોરોનાના દર્દીઓ માટે આ વધતી ભૂખ જીવલેણ સાબિત થઇ શકે છે. કોરોનાના દર્દીઓને ઠંડીમાં એક સાથે પેટભરીને ભોજન આપવુ જોઇએ નહી જો આમ કરવામાં આવે તો આંતરડાંમાં લોહીનું પરીભ્રમણ વધી જાય છે. આથી ઓકિસજનનો વધુ વપરાશ થાય છે. અને દર્દીના જીવને જોખમ ઉભુ થશે.જેના લીધે શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય પુરતા પ્રમાણમાં મળતો નથી. શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય ઓછો મળવાથી તે દર્દી માટે ઘાતક બની શખે છે,કેટલાક કિસ્સામાં કોરોનાના દર્દીનું મોત પણ નિપજી શકે છે. જેથી કોરોનાના દર્દીએ ભોજન આપતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ઓકિસજનનું સેચ્યુરેશન ઘટે છે જેથી મૃત્યુ થઇ શકે છે

image source

તો બીજી તરફ શિયાળામાં કોરોનાના દર્દીઓના મૃત્યુદર વધવાના કારણો આપતા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યુ હતુકે, શિયાળામાં શરીરનું તાપમાન નીચુ જાય છે. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મેટાબોલીઝમ ફાસ્ટ થાય છે. આથી ઓકિસજનનો વપરાશ વધુ થાય છે. કોરોનાના દર્દીઓમાં ઓકિસજન ડિ-સેચ્યુરેશન થાય છે. જે કોરોનાના દર્દીઓ માટે ઘાતક સાબિત થાય છે. ઉપરાંત કોરોનાના દર્દીમાં રાત્રે 12થી સવારે ૩ વાગ્યા દરમિયાન હૃદયના ધબકારા શ્વાસોચ્છવાસ, બ્લડપ્રેશર નીચા જાય છે. અને દર્દીમાં ઓકિસજનનું સેચ્યુરેશન ઘટે છે જેથી મૃત્યુ થઇ શકે છે. આ ઉપરાંત જો કોરોનાના દર્દીને કબજીયાત હોય અને તે મળત્યાગ માટે વધુ જોર કરે તો તેમાં ઓકિસજનનો વપરાશ વધુ થાય છે અને શરીરમાં ઓકિસજનનું પ્રમાણ ઘટતા તેનું મૃત્યુ પણ નિપજી શકે છે. જેથી શિયાળા દરમિયાન કોરોના દર્દીની સારવારની સાથે સાથે તેમના ભોજનની પણ કાળજી લેવી જરૂરી છે.

ઓક્સિજન લેવલ વધારવા શું કરવું ?

image source

લંગ્સને સ્ટ્રોંગ બનાવવા માટે હાઈ ઓરેક (ORAC= ઑક્સિજન રેડિકલ એબ્સોર્બન્સ કેપેસિટી) વેલ્યુ ધરાવતાં ફૂડ ખાવાં જરૂરી છે. હાઈ ઓરેક વેલ્યુ માટે જ્યાં સુધી કોરોના નથી જતો ત્યાં સુધી ઘરમાં બે મસાલાના ડબ્બા રાખવા એકમાં હળદર, મરચું મીઠું રાખવું અને બીજા મસાલાના ડબ્બામાં હાઈ ઓરેક વેલ્યુ મસાલાનો રાખવો અને બધા મસાલાનો ઉપયોગ દરેક શાકભાજીમાં કરવો. તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, કાળાં મરી, તુલસીના થોડાં પાંદડાંને સૂકવીને તેનો પાવડર બનાવીને મસાલાના ડબ્બામાં રાખવા. તે ઉપરાંત જેટલા પણ ખડા મસાલા આવે છે, જેમ કે કાળી મોટી એલચી, અજમો, વરિયાળી, તેમજ કાળા અને સફેદ તલ પણ હાઈ ઓરેક વેલ્યુ મસાલા છે. એટલે કે જે પણ શાક કે દાળ બનાવો તેમાં આ મસાલો એક ચમચી જેટલો નાખવો.

લંગ્સને મજબૂત કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે પ્રાણાયામ

image source

આટલું તો કરવાનું છે જ. તે સિવાય જ્યાં સુધી કોરોના ન જાય ત્યાં સુધી દિવસમાં બે વખત સ્ટીમ લેવી. તેમજ લંગ્સને મજબૂત કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે પ્રાણાયામ. જેમ કે, અનુલોમ વિલોમ, ભદ્રિકા, ડીપ બ્રીધિંગ. દરરોજ ડીપ બ્રીધિંગ કરવાથી ક્યારેય પણ ઓક્સિજન લેવલ ઘટતું નથી. કોરોના થાય તો પણ! આ બધી વસ્તુઓ કોરોનાથી બચાવ અને ઉપચારની છે. દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેમજ જ્યારે પણ દૂધ પીઓ ત્યારે તેમાં કાળા મરીનો પાઉડર અને હળદર નાખીને પીવું. તેનાથી ઈમ્યુનિટી તો વધશે, પણ કોરોનાની સામે પણ રક્ષણ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત