સાવધાન…સાવચેતી…રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા લોકો માટે રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણી લો જલદી, નહિં તો…

હાલ વિશ્વ અને દેશમાં પ્રવર્તી રહેલા કોવિડ-19 રોગચાળાને કાબુમાં લેવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસોમાં અત્યંત વધારો જોવા મળેલ છે. તેમજ ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાન જોવા મળેલ કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે તેના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે. કોરોના વાયરસનો પ્રકોપ દેશના અનેક રાજ્યમાં વધી રહ્યો છે. રાજસ્થાનમાં પણ છેલ્લા ઘણાં દિવસતી નવા કેસ સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં પ્રવેશ માટે હવે નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.

image soucre

આવતીકાલથી ગુજરાત રાજ્યને જોડતી તમામ બોર્ડરો પર કોરોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. રાજસ્થાન, મહારાષ્ટ્રની ગુજરાત બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

image soucre

આવતીકાલથી બોર્ડરથી પસાર થતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. રાજસ્થાનથી ગુજરાત આવતા મુસાફરોને ટેસ્ટ બાદ જ ગુજરાતમાં એન્ટ્રી અપાશે. ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, બનાસકાંઠાની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ એન્ટ્રી અપાશે. જે વ્યક્તિઓએ RT-PCR ટેસ્ટ કરાયેલ ન હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં.

image socure

વલસાડની ભીલાડ ચેકપોસ્ટ અને નર્મદાની સાગબારા તાલુકાની ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રથી આવતા લોકોનું સધન ચેકિંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. 72 કલાક અગાઉનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદથી ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આદેશ અનુસાર આંતરાજ્યીય આવાગમનની મંજૂરી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનની શરતોનું કડકાઈથી પાલન કરતાં જ આપવામાં આવશે.

image soucre

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ST વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહારાષ્ટ્રથી આવતી ST બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ત્રણ પોઇન્ટ નિર્જર, ઉછલ અને સોનગઢ પરથી પ્રવેશ થાય છે.

image soucre

આ ત્રણેય પોઇન્ટ પર કોરોના ટેસ્ટ શરુ કરાયા છે . STના તમામ મુસાફરોના ટેસ્ટ માટે બુથ ગોઠવાયા છે. ટેસ્ટ બાદ જ ગુજરાતમાં મુસાફરને એન્ટ્રી આપવામાં આવશે. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોનો અલગ રેકોર્ડ રખાશે. મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારની અલગ નોંધ કરાશે. સેમ્પલ પુણે અને ગાંધીનગર લેબમાં મોકલાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *