SBI બેંકમાં છે એકાઉન્ટ તો જુલાઈ મહિનાથી બદલાઈ ગયા છે નિયમો, જાણો અને પછી કરો કામ

દેશમાં જુલાઈ મહિનાથી અનેક નિયમોમાં ફેરફાર આવ્યા છે. અનેક બેંકોએ પોતાના આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યા છે. અને આ સિવાય પણ SBI બેંકે અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. તો જાણો કયા નિયમો બદલાઈ ગયા છે જેના કારણે તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે.

image source

જો તમે પણ SBI બેંકમાં તમારું ખાતું ધરાવો છો તો આજે તમારે અનેક સુવિધાઓ માટે વધારે રૂપિયા ખર્ચ કરવો પડી શકે છે. SBIએ પોતાના કેટલાક ચાર્જમાં ફેરફાર કર્યો છે. 1 જુલાઈ 2021થી અનેક નિયમો લાગુ થઈ ચૂક્યા છે. SBIએ એટીએમથી રૂપિયા વિડ્રો કરવાને લઈને અને સાથે જ ચેકબુકને લઈને પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સાથે નિયમોને ધ્યાનથી સમજી લેવાની જરૂર છે.

SBIએ વધારી દીધો છે સર્વિસ ચાર્જ

image source

આજથી SBIએ પોતાના એટીએમ અને બેંક બ્રાન્ચથી રૂપિયા કાઢવાને માટે સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. SBIની અધિકૃત વેબસાઈટ પર આ જાણકારી આપવામાં આવી છે. તેના આધારે નવા ચાર્જ, ચેકબુક, ટ્રાન્સફર અને અન્ય નોન ફાયનાન્શિયલ લેણ દેણ પર લાગૂ કરાશે. બેંકના અનુસાર નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ 2021થી SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતાધારકો પર લાગૂ થશે.

એટીએમથી કેશ કાઢવાનું થશે મોંઘુ

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના એટીએમ અને બેંક સર્વિસના નિયમોમાં કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. SBI ગ્રાહકોને બેંકથી 4 વારથી વધારે રૂપિયા કાઢવામાં વધારે રૂપિયા આપવાના રહેશે. જેમાં બેંકના એટીએમ પણ સામેલ છે. જો તમે 4 વારથી વધારે વાર ટ્રાન્ઝેક્શન કરો છો તો તમે 15 રૂપિયા અને જીએસટી જોડીને ચાર્જ અપાશે. દરેક નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ 2021થી SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતાધારકો પર લાગૂ થશે.

SBIની ચેકબુક થશે મોઘી

image source

SBIના બીએસબીડી ખાતા ધારકોને એક નાણાંકીય વર્ષમાં 10 ચેક લીફ ફ્રી આપવામાં આવે છે. તેની પર કોઈ ખર્ચ લાગશે નહીં. નવા નિયમોમાં નવી 10 લીફને માટે 40 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ અપાશે. 25 ચેકને માટે 75 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયા અને જીએસટી ચાર્જ આપવાનો રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને ચેક બુક પર નવા સેવા શુલ્કને છૂટ અપાશે. જ્યારે બેંકના બીએસબીડી ગ્રાહકો દ્વારા ઘર અને બેંક બ્રાન્ચથી રૂપિયા કાઢવા માટે ચાર્જ નહીં લાગે.